Gujarat Weather Update September 2026: ચોમાસાની સિઝન હવે અંતિમ તબક્કામાં પહોંચી રહી છે, ત્યારે વરસાદે ફરી એકવાર જોર પકડ્યું છે. ચોમાસાની સિસ્ટમ સક્રિય થતાં ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે 19 સપ્ટેમ્બરના રોજ ગુજરાત(Gujarat heavy rain alert) સહિત દેશના 12 રાજ્યો માટે વરસાદનું યલો એલર્ટ જાહેર કર્યું છે. આગામી કલાકોમાં કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે.
દેશના 12 રાજ્યોમાં યલો એલર્ટ
હવામાન વિભાગના(Gujarat heavy rain alert) અનુમાન મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ અને ઝારખંડમાં વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અન્ય કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ગતિવિધિ સક્રિય છે. ચોમાસાની સિસ્ટમના કારણે દેશના અનેક રાજ્યોમાં આગામી દિવસોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.

ગુજરાતમાં ક્યાં પડશે ભારે વરસાદ?
ગુજરાતમાં(Gujarat heavy rain alert) શુક્રવારે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. અમદાવાદ શહેરમાં પણ ભારે વરસાદને કારણે કેટલાક રસ્તાઓ અને અંડરપાસમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગે આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. ખાસ કરીને વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, વલસાડ, ડાંગ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ સાથે પવન અને ગાજવીજની સ્થિતિ પણ સર્જાઈ શકે છે.
Weather Systems, Forecast and Warnings :
❖ Conditions are becoming favourable for withdrawal of Southwest Monsoon from some parts of West Rajasthan around 19th September, 2026.
❖ An upper air cyclonic circulation lay over north Gujarat & neighbourhood in lower tropospheric… pic.twitter.com/dGCACO2UvI— India Meteorological Department (@Indiametdept) September 18, 2026
પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા
બીજી તરફ ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાં હવામાનમાં(Gujarat heavy rain alert) મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડના કેટલાક ઊંચાઈવાળા વિસ્તારોમાં નવી હિમવર્ષા થતાં તાપમાનમાં ઘટાડો થયો છે. ચમોલી, હેમકુંડ સાહિબ, કેદારનાથ અને રુદ્રનાથ વિસ્તારમાં બરફવર્ષા નોંધાઈ છે. કેદારનાથ ધામ વિસ્તારમાં તાપમાન શૂન્યથી નીચે પહોંચતાં યાત્રાળુઓ માટે સાવચે
આ પણ વાંચો: ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 9 જિલ્લામાં એલર્ટ, નદીઓમાં નવા નીરથી ખેડૂતોમાં ખુશી
આ પણ વાંચો: અમદાવાદમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: બે કલાકમાં બે ઈંચ વરસાદ, રસ્તાઓ જળબંબાકાર
આ પણ વાંચો: ગુજરાતમાં વરસાદનું જોર વધ્યું : 5 જિલ્લામાં યલો એલર્ટ,દ્વારકામાં ધોધમાર વરસાદ
