World News/ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ વધ્યો, વાતચીત માટે ઈરાને મૂકી 7 શરતો; અમેરિકામાં સિક્યુરિટી એલર્ટ

પશ્ચિમ એશિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધી ગયો છે. ઈરાને યુદ્ધ સમાપ્ત કરવા Donald Trump સામે 7 શરતો મૂકી છે, જેના પગલે અમેરિકાએ મિડલ ઈસ્ટમાં હાઈ સિક્યોરિટી એલર્ટ જાહેર કર્યું છે.

international Top Stories World
Donald Trump

Middle East Crisis Seven Conditions Donald Trump: પશ્ચિમ એશિયામાં ઈરાન અને અમેરિકા વચ્ચેનો તણાવ ફરી એકવાર ગંભીર બન્યો છે. યુદ્ધ સમાપ્ત કરવા અને વાતચીતનો રસ્તો ખોલવા માટે ઈરાને અમેરિકાની સામે સાત શરતો રજૂ કરી છે. ઈરાનના સુરક્ષા અધિકારી મોહસેન રેઝાઈના જણાવ્યા અનુસાર, આ શરતો કતાર મારફતે વોશિંગ્ટન સુધી પહોંચાડવામાં આવી છે અને હવે તેહરાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જવાબની રાહ જોઈ રહ્યું છે.

ઈરાનની મુખ્ય શરતો શું છે?

રેઝાઈના જણાવ્યા મુજબ ઈરાનની માંગોમાં તમામ મોરચે યુદ્ધનો અંત, ફ્રીઝ કરવામાં આવેલા ઈરાની નાણાં મુક્ત કરવા અને નૌકાદળની નાકાબંધી દૂર કરવાનો સમાવેશ થાય છે. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે વાતચીત માટે તેની શરતો સ્વીકારવામાં આવે તેવી તે અપેક્ષા રાખે છે. જોકે, ઉપલબ્ધ અહેવાલોમાં સાતેય શરતોની સંપૂર્ણ યાદી જાહેર કરવામાં આવી નથી. મોહસેન રેઝાઈએ અમેરિકી(Donald Trump ) ધમકીઓને અસરકારક ન ગણાવતા કહ્યું કે જો રાજદ્વારી પ્રયાસ નિષ્ફળ જશે તો ઈરાન ‘નિર્ણાયક યુદ્ધ’ માટે તૈયાર છે. સાથે જ તેમણે કહ્યું કે ઈરાન હજુ પણ રાજદ્વારી માધ્યમથી સંઘર્ષનો અંત લાવવા માંગે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કતાર સહિત કેટલાક દેશો અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત ફરી શરૂ કરાવવાના પ્રયાસોમાં સામેલ છે.

ટ્રમ્પ કેમ્પ ડેવિડથી વહેલા વોશિંગ્ટન પરત ફર્યા

આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે(Donald Trump ) કેમ્પ ડેવિડ ખાતેનો વીકએન્ડ રોકાણ ટૂંકાવીને વ્હાઇટ હાઉસ પરત ફરવાનો નિર્ણય લીધો. આ ઘટનાક્રમ વચ્ચે અમેરિકી પ્રશાસન અને પશ્ચિમ એશિયામાં આવેલી કેટલીક અમેરિકી રાજદ્વારી કચેરીઓએ સુરક્ષા ચેતવણીઓ પણ જાહેર કરી છે. અમેરિકાએ પશ્ચિમ એશિયામાં પોતાના નાગરિકોને મુસાફરી અને સુરક્ષાને લઈને સાવચેતી રાખવાની સલાહ આપી છે. અહેવાલો અનુસાર, ઈરાન સમર્થિત હૂતી જૂથની સૈન્ય પ્રવૃત્તિ અને સંભવિત ઝડપથી વધતા પ્રાદેશિક સંઘર્ષને ધ્યાનમાં રાખીને આ ચેતવણી આપવામાં આવી છે. અમેરિકાએ હવાઈ સેવા, એરપોર્ટ અને ફ્લાઇટ ઓપરેશનમાં અચાનક ફેરફારની શક્યતા અંગે પણ લોકોને સતર્ક રહેવા કહ્યું છે.

સાઉદી અરેબિયા-હૂતી સંઘર્ષે વધારી ચિંતા

પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે સાઉદી અરેબિયા અને ઈરાન સમર્થિત હૂતી જૂથ વચ્ચે પણ અથડામણ વધી છે. સાઉદી અરેબિયાએ 19 સપ્ટેમ્બરે કહ્યું હતું કે હૂતીઓએ બેલિસ્ટિક મિસાઇલ દ્વારા રિયાધને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને સાઉદી દળોએ(Donald Trump ) અટકાવી દીધી. હૂતી જૂથે રિયાધમાં ‘સંવેદનશીલ સ્થળો’ને નિશાન બનાવ્યાનો દાવો કર્યો હતો.

પશ્ચિમ એશિયામાં વધતી અસ્થિરતા

ઈરાન-અમેરિકા(Donald Trump ) વચ્ચેની રાજદ્વારી ખેંચતાણ, હૂતી હુમલા અને સાઉદી અરેબિયાની સૈન્ય પ્રતિક્રિયાઓને કારણે સમગ્ર વિસ્તારની સુરક્ષા સ્થિતિ વધુ જટિલ બની છે. હાલ ઈરાન તરફથી વાતચીત માટે શરતો રજૂ કરવામાં આવી છે, પરંતુ અમેરિકાનો અંતિમ જવાબ શું રહેશે તે સ્પષ્ટ થવાનું બાકી છે. તેથી આગામી દિવસોમાં પશ્ચિમ એશિયાની સ્થિતિ પર સમગ્ર વિશ્વની નજર રહેશે.


આ પણ વાંચો:ટ્રમ્પે રશિયા-ઈરાન પ્રતિબંધ કાયદા પર કર્યા હસ્તાક્ષર, ભારત-ચીન પર 100% સુધી ટેરિફનો ખતરો

આ પણ વાંચો: કાચા તેલના ભાવ 100 ડોલર પાર, ભારત માટે વધતી મુશ્કેલી; રશિયન ઓઇલ પર પણ નવો પડકાર

આ પણ વાંચો:સમુદ્ર સપાટીમાં સતત વધારો, તટીય વિસ્તારો પર વધ્યો ખતરો; વૈજ્ઞાનિકોની ગંભીર ચેતવણી