Anand News : ગુજરાતમાં નકલી અધિકારીઓ બનીને લોકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે આણંદ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક શખ્સે પોતે IAS અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર (Deputy Collector)હોવાનું કહીને બેરોજગાર યુવાનને સરકારી નોકરી અપાવવાની લાલચ આપી લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી. આણંદ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Deputy Collector ની ઓળખ આપી છેંતરપિંડી
આરોપી રોનક ક્રિશ્ચિયને આણંદ પંથકમાં એક સામાન્ય નાગરિકને પોતાની ઓળખ IAS અધિકારી તથા ડેપ્યુટી કલેક્ટર તરીકે આપી હતી. ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે આરોપીએ અસલી જેવું જ લાગતું બનાવટી આઈકાર્ડ પણ બનાવ્યું હતું. આ નકલી આઈકાર્ડ બતાવીને તેણે મહેસૂલ વિભાગમાં નાયબ મામલતદાર જેવી સરકારી નોકરી (Government Job) અપાવી દેવાની ખાતરી આપી હતી.
સરકારી નોકરી મેળવવાની આશામાં ફરિયાદી આરોપીની વાતમાં આવી ગયો હતો. ત્યારબાદ આરોપીએ અલગ-અલગ બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ 7.70 લાખ રૂપિયા રોકડા પડાવી લીધા હતા. લાંબો સમય પસાર થયા બાદ પણ નોકરી નહીં મળતાં ફરિયાદીને પોતાની સાથે ઠગાઈ (Fraud) થઈ હોવાનું જણાયું હતું.
આણંદ ટાઉન પોલીસે આરોપીની ધરપકડ કરી
નોકરી ન મળતાં ભોગ બનનાર યુવાને આણંદ ટાઉન પોલીસ સ્ટેશન (Anand Town Police Station)માં લેખિત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસે નકલી ડેપ્યુટી કલેક્ટર બનીને ઠગાઈ કરનાર રોનક ક્રિશ્ચિયનને ઝડપી પાડ્યો હતો.
ધરપકડ બાદ પોલીસે (Police) આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તેને કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. તપાસને આગળ વધારવા અને અન્ય સાગરીતો કે ભોગ બનનારાઓ અંગે માહિતી મેળવવા કોર્ટે આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસે આરોપી પાસેથી બનાવટી આઈકાર્ડ, ખોટા દસ્તાવેજો તથા ઠગાઈમાં વપરાયેલ સાહિત્ય કબજે કર્યું છે.
આ પણ વાંચો: દર્શન શાહ છેતરપિંડી કેસ : પોલીસની નોટિસ બાદ ધરપકડની તૈયારી?
આ પણ વાંચો: સુરતમાં દંપતી 5 દિવસ ‘ડિજિટલ અરેસ્ટ’માં: CBI-ક્રાઈમ બ્રાન્ચના નામે ધમકાવી શેર વેચાવ્યા, ₹13 લાખની છેતરપિંડી
આ પણ વાંચો: એસલે ગ્રુપના ચેરમેન સુભાષ ચંદ્રની મુશ્કેલીઓ વધી; રૂ. 1,322 કરોડની છેતરપિંડીનો કેસ નોંધાયો
