IMD Weather Alert Heavy Rain Thunderstorm: દેશમાં ચોમાસાની વિદાય નજીક આવી રહી છે, ત્યારે હવામાનમાં ફરી પલટો જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે 21 સપ્ટેમ્બરે ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોમાં વરસાદ અને ગાજવીજ સાથે આંધીની આગાહી કરી છે. કેટલાક વિસ્તારોમાં પવનની ઝડપ 60થી 65 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. પહાડી વિસ્તારોમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય
પૂર્વ-મધ્ય બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર અંડમાન સમુદ્રમાં બનેલા લો-પ્રેશર એરિયાની અસરથી આગામી દિવસોમાં વરસાદી(IMD weather alert) પ્રવૃત્તિ વધવાની શક્યતા છે. 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તર તટીય આંધ્રપ્રદેશમાં ભારે વરસાદ થઈ શકે છે. દક્ષિણ ઓડિશામાં 22થી 25 સપ્ટેમ્બર, જ્યારે છત્તીસગઢ અને તેલંગાણામાં 23થી 25 સપ્ટેમ્બર દરમિયાન ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. વિદર્ભમાં 24 અને 25 સપ્ટેમ્બરે પણ ભારે વરસાદની શક્યતા છે.
Update based on 0830 hrs IST of 20th September: Low pressure area over Eastcentral Bay of Bengal and adjoining North Andaman Sea
The Low Pressure area over north Andaman Sea & adjoining Eastcentral Bay of Bengal moved west-northwestwards and lay over Eastcentral Bay of Bengal…
— India Meteorological Department (@Indiametdept) September 20, 2026
ઉત્તર ભારતમાં ક્યાં પડશે વરસાદ?
પૂર્વી ઉત્તર પ્રદેશમાં આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળી સાથે વ્યાપક વરસાદની(IMD weather alert) શક્યતા છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદ સાથે આંધી આવી શકે છે. હિમાચલ પ્રદેશના ઊંચાઈવાળા વિસ્તારોમાં આજે હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ, ચમોલી અને નૈનીતાલમાં વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીરના રામબન, રાજૌરી, રિયાસી અને કઠુઆમાં પણ હળવો વરસાદ(IMD weather alert) પડી શકે છે. બીજી તરફ દિલ્હીમાં આજે વરસાદની કોઈ ખાસ શક્યતા નથી.
પૂર્વ ભારતમાં પણ વરસાદનું જોર
બિહાર, ઝારખંડ, ઓડિશા, સિક્કિમ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં 21થી 26 સપ્ટેમ્બર દરમિયાન વરસાદી(IMD weather alert) માહોલ રહેવાની શક્યતા છે. ઓડિશામાં ગાજવીજ સાથે 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે ઝારખંડમાં પણ તેજ પવનની આગાહી છે. છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં આગામી દિવસોમાં ગાજવીજ અને વીજળી સાથે વ્યાપક વરસાદ થઈ શકે છે. દક્ષિણ છત્તીસગઢમાં 24 સપ્ટેમ્બરે ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને મુસાફરોને હવામાન વિભાગના તાજા અપડેટ પર નજર રાખવાની સલાહ આપવામાં
આ પણ વાંચો:આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવનની આગાહી
આ પણ વાંચો:El Ninoનો કહેર! ક્યાંક સૂકાની માર તો ક્યાંક અતિશય વરસાદ, ચોમાસાની વિચિત્ર સ્થિતિ
આ પણ વાંચો: દેશમાં ફરી સક્રિય થયું ચોમાસું; 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવન ફૂંકાશે
