Ganeshotsav: ગણેશ વિસર્જન (Ganesh Visarjan 2026) માટે અનંત ચતુર્દશીનો દિવસ સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે જે 25 સપ્ટેમ્બર 2026 (Anant Chaturdashi 2026, 25 September 2026)ના રોજ છે. આ દિવસે શ્રદ્ધાળુ ભક્તો બાપ્પાની વિદાય અગાઉ એમની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરે છે. પછી એમને પ્રસાદ ચડાવે છે અને ત્યાર બાદ, આરતી કરીને બાપ્પાની પ્રતિમાનું વિસર્જન કરે છે.
કેટલાક પરિવારોમાં અનંત ચતુર્દશી અગાઉ જ ત્રીજા, પાંચમા અથવા તો સાતમા દિવસે જ વિસર્જન કરી દેવાય છે. જ્યારે મંદિરો અને ગણેશ પંડાલોમાં સ્થાપિત કરાયેલી મૂર્તિઓનું વિસર્જન મોટાભાગે અનંત ચતુર્દશીના દિવસે જ કરવામાં આવે છે.
ગણેશ ચતુર્થીનો તહેવાર
સોમવારના રોજ 14મી સપ્ટેમ્બરે, આખા દેશમાં ગણેશ ચતુર્થીના તહેવાર (Ganesh Chaturthi Festival, 14 September 2026)ને ખૂબ ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. ઘણા બધા લોકોએ પોતાના ઘરમાં ગણેશજીની સ્થાપના પણ કરી છે. આ પર્વ આનંદ-ઉલ્લાસનું પર્વ છે અને લોકો તમામ વિધિ-વિધાનનું યથાશક્તિ પાલન કરતા જોવા મળે છે.
ભક્તજનો દ્વારા, દરરોજ ગણપતિદાદાની ભક્તિભાવપૂર્વક પૂજા, આરતી અને ભજન કરવા ઉપરાંત, બાપ્પાને રીઝવવા માટે ભાત-ભાતના પ્રસાદ (Prasad)પણ ધરાવવામાં આવે છે.
આ વર્ષે ગણેશ ચતુર્થી કેવળ ગણપતિ બાપ્પાની પૂજા માટે જ નહિં પરંતુ, જ્યોતિષીય દ્રષ્ટિકોણથી પણ અત્યંત મહત્વપૂર્ણ છે. 14 સપ્ટેમ્બર 2026 ગણેશ ચતુર્થી (Ganesh Chaturthi 2026, 14 September 2026)ના દિવસે ગ્રહોની સ્થિતિ દ્વારા ભદ્ર પંચમહાપુરુષ રાજયોગ અને માલવ્ય પંચમહાપુરુષ રાજયોગ રચાયો છે.
જ્યોતિષીય દ્રષ્ટિકોણથી આ બંને યોગને અત્યંત શુભ માનવામાં આવે છે. વિશેષ બાબત એ છે કે આ સંયોગ લગભગ બે સદી એટલે કે 200 વર્ષ બાદ રચાવા જઈ રહ્યાનો દાવો કરવામાં આવે છે! એટલે પણ આ વર્ષે ગણેશોત્સવનું મહત્વ વધી જાય છે.

કેટલાક પરિવારોમાં અનંત ચતુર્દશી અગાઉ જ ત્રીજા, પાંચમા અથવા તો સાતમા દિવસે જ વિસર્જન (Ganesh Visarjan 2026) કરી દેવાય છે. જ્યારે મંદિરો અને ગણેશ પંડાલોમાં સ્થાપિત કરાયેલી મૂર્તિઓનું વિસર્જન મોટાભાગે અનંત ચતુર્દશીના દિવસે જ કરવામાં આવે છે. તો ચાલો જાણીએ…ગણેશ વિસર્જનના શુભ મુહૂર્ત અને વિધિ અંગે…
અનંત ચતુર્દશી 2026 ના રોજ ગણેશ વિસર્જનનું મુહૂર્ત (Ganesh Visarjan 2026 Date & Mahurat)
ચતુર્દશી તિથિનો પ્રારંભ- સપ્ટેમ્બર 24, 2026 ના રોજ 11:18 PM વાગ્યે થશે.
ચતુર્દશી તિથિની સમાપ્તિ- સપ્ટેમ્બર 25, 2026 ના રોજ 11:06 PM વાગ્યે થશે.
25 સપ્ટેમ્બર 2026ના રોજ અનંત ચતુર્દશી છે જે ગણેશ વિસર્જન (Ganesh Visarjan 2026) માટેનો સૌથી મહત્વપૂર્ણ દિવસ માનવામાં આવે છે. આ દિવસના મુહૂર્ત આ પ્રમાણે છે.
સવારના મુહૂર્ત- (ચર, લાભ, અમૃત) 06:11 AM થી 10:42 AM
બપોરના મુહૂર્ત
શુભ- 12:13 PM થી 01:43 PM
ચર- 04:44 PM થી 06:14 PM
રાત્રિના મુહૂર્ત
લાભ- 09:14 PMથી 10:43 PM
શુભ, અમૃત, ચર- 12:13 PM થી 04:42 AM, સપ્ટેમ્બર 26

ગણેશ વિસર્જન કરવાની વિધિ (Ganesh Visarjan 2026 Vidhi)
ગણેશજીની પ્રતિમાને વિસર્જીત કરતા અગાઉ એમની પૂજા તથા આરતી કરવામાં આવે છે. એમને ફૂલથી વધાવવામાં આવે છે અને પ્રસાદ (Prasad) ચડાવવામાં આવે છે. ત્યાર બાદ, ઢોલ-નગારા સહિત ધૂમધામથી ગણપતિ બાપ્પાની મૂર્તિને નદી અથવા તળાવ સુધી લઈ જવામાં આવે છે. પછી ભગવાન ગણેશને જયનાદ સાથે ‘ગણપતિ બાપ્પા મોરયા’ અને ‘ગણેશ મહારાજની જય’ બાલતા-બાલતા વિદાય આપવામાં આવે છે.
સામાન્ય રીતે ગણેશ વિસર્જનનો ઉત્સવ (Ganesh Visarjan 2026) આખી રાત અને આગલા દિવસે સવાર સુધી ચાલે છે. જો કે, ગણેશજીની મૂર્તિનું વિસર્જન (Ganesh Visarjan 2026) ઘરે પણ કરી શકાય છે. નાની ઈકો-ફ્રેન્ડલી મૂર્તિની સ્થાપના કરીને એને ઘરે જ એક સ્વચ્છ ટબ અથવા મોટા પીપડામાં ગણપતિ વિસર્જન કરવામાં આવે છે. આ માટે પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરવું શુભ છે. ત્યાર બાદ એમાં ફૂલ નાખવા અને પૂર્ણ શ્રધ્ધાથી બાપ્પાની મૂર્તિને જળમાં વિસર્જીત કરવી જોઈએ.
આજના સાંપ્રત સમયમાં સમજદાર શ્રદ્ધાળુ ભક્તજનો આ જ રીતે વિસર્જન કરે છે. એ વિસર્જીત પાણી અને માટીને બગીચા કે કૂંડામાં રાખીને તુલસી, જાસૂદ (Tulsi Plant or Hibiscus Plant) કે અન્ય છોડ ઉગાડી શકાય છે. આ ઉપરાંત, મંદિરો અને પંડાલો (Temples or Ganesh Pandal)ની ભવ્ય પ્રતિમાઓનું વિસર્જન નદી કે તળાવમાં કરવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: શું મહાભારત લખતી વખતે શ્રી ગણેશની કલમ તૂટી ગઈ હતી? ગણપતિ બાપ્પાને શાથી કહે છે ‘એકદંત’..?
આ પણ વાંચો: ભદ્ર-માલવ્ય યોગ…5 રાશિઓને ધન-કેરિયરમાં લાભ…ગણેશ ચતુર્થીએ 200 વર્ષો બાદ અનોખો સંયોગ…!
આ પણ વાંચો: ચાંદીના ગણેશજી ઘરમાં લાવશે બરકત…એમની સ્થાપનાથી કૌટુંબિક કલહમાંથી મળશે છૂટકારો!
