UPI Payment MDR Charges Controversy MP Petrol Pump: દેશના વિવિધ વિસ્તારોમાં UPI પેમેન્ટ પર લાગનારા MDR ચાર્જને લઈને ચર્ચા અને વિરોધ વચ્ચે મધ્ય પ્રદેશ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશને મોટો નિર્ણય જાહેર કર્યો છે. સંગઠનના જણાવ્યા મુજબ, જો સરકાર MDR અંગેનો નિર્ણય પાછો નહીં ખેંચે તો 16 ઓક્ટોબરથી ₹2,000થી વધુની પેટ્રોલ-ડીઝલ ખરીદી માટે UPI પેમેન્ટ(UPI Payment ) સ્વીકારવામાં નહીં આવે. આવા વ્યવહારો માટે ગ્રાહકોને રોકડમાં ચુકવણી કરવી પડશે.
ડીલર્સનું કહેવું- વધારાનો ખર્ચ ઉઠાવવો મુશ્કેલ
મધ્ય પ્રદેશ પેટ્રોલ પંપ ડીલર્સ એસોસિએશનના પ્રમુખ અજય સિંહના જણાવ્યા મુજબ, નવા MDRના(UPI Payment ) કારણે પેટ્રોલ પંપ સંચાલકો પર વધારાનો નાણાકીય બોજ પડશે. તેમના દાવા પ્રમાણે એક પેટ્રોલ પંપને દર મહિને આશરે ₹17,700 સુધીનો વધારાનો ખર્ચ થઈ શકે છે. ડીલર્સનું કહેવું છે કે પેટ્રોલ પંપનું માર્જિન પહેલેથી જ મર્યાદિત હોવાથી આ વધારાનો ખર્ચ સહન કરવો મુશ્કેલ છે.

₹2,000થી વધુના UPI પેમેન્ટ પર MDR
નવા નિયમ અંગે આપવામાં આવેલી માહિતી મુજબ, ₹2,000થી વધુના UPI વ્યવહારો(UPI Payment ) પર ચોક્કસ કેટેગરીના મર્ચન્ટ માટે MDR લાગુ થશે. સામાન્ય રીતે મોટા મર્ચન્ટ માટે દર 0.40% સુધી હોઈ શકે છે. જોકે પેટ્રોલ પંપ, રેલવે ટિકિટ, વીમા અને ટેલિકોમ જેવી આવશ્યક સેવાઓ માટે અલગ ફિક્સ્ડ ચાર્જની જોગવાઈ જણાવવામાં આવી છે. આ કેટેગરીમાં ₹2,000થી વધુના વ્યવહાર પર ₹5નો ફિક્સ MDR લાગુ થવાનો ઉલ્લેખ છે. મહત્વની વાત એ છે કે આ ચાર્જ ગ્રાહક પાસેથી સીધો વસૂલવાનો નથી, પરંતુ મર્ચન્ટ પર લાગવાનો છે.
નાના વેપારીઓ માટે MDR શૂન્ય
નવા માળખામાં નાના વેપારીઓ અને વેન્ડર્સને અલગ શ્રેણીમાં રાખવામાં આવ્યા છે. જેમના UPI QR કોડ મારફતે મહિનાના કુલ ડિજિટલ પેમેન્ટ્સ ₹1 લાખ સુધી હોય છે, તેમને P2PM કેટેગરીમાં રાખવામાં આવશે. આવા વેપારીઓ માટે MDR 0% રહેશે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે આ વ્યવસ્થાથી સામાન્ય ગ્રાહકો પર સીધો વધારાનો બોજ નાખવાનો ઉદ્દેશ નથી. ઉપલબ્ધ આંકડા મુજબ UPIના (UPI Payment ) મોટા ભાગના મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન ₹2,000 અથવા તેનાથી ઓછા હોય છે. સરકારનો દાવો છે કે નાના અને મધ્યમ વેપારીઓનો મોટો હિસ્સો આ ચાર્જના દાયરાથી બહાર રહેશે. હવે જો સરકાર અને પેટ્રોલ પંપ ડીલર્સ વચ્ચે MDR મુદ્દે સહમતિ નહીં બને, તો 16 Octoberથી મધ્ય પ્રદેશમાં ₹2,000થી વધુના પેટ્રોલ-ડીઝલ પેમેન્ટ માટે UPI સ્વીકારાશે કે નહીં, તે મહત્વનો મુદ્દો બનશે.
આ પણ વાંચો: UPI પર હવે ચાર્જ લાગશે? સરકારે સ્પષ્ટ કર્યું સત્ય, જાણો નવા કાયદામાં શું બદલાશે?
આ પણ વાંચો: UPI ટ્રાન્ઝેક્શન ચાર્જ પર અમેરિકાના દબાણમાં ભારત? GTRIએ સરકારને આપી કડક ચેતવણી
આ પણ વાંચો: UPI પેમેન્ટ પર ફરી ચાર્જની ચર્ચા, ₹2,000થી વધુના વેપારી વ્યવહારો પર લાગી શકે છે ફી
