All India Weather Update Heavy Rain Alert: દેશના અનેક વિસ્તારોમાંથી ચોમાસું હવે પરત ફરવાની શરૂઆત કરી ચૂક્યું છે, પરંતુ કેટલાક રાજ્યોમાં વરસાદી સિસ્ટમ હજુ સક્રિય છે. હવામાન વિભાગે 22 સપ્ટેમ્બર માટે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઝારખંડ, ગુજરાત સહિત 13 રાજ્યોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન કેટલાક વિસ્તારોમાં 60થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા છે. પહાડી વિસ્તારોમાં વરસાદને કારણે ભૂસ્ખલન અને કાટમાળ પડવાનું જોખમ પણ યથાવત છે.
બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ
હવામાન(Heavy Rain) વિભાગના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું લો-પ્રેશર આગામી 48 કલાકમાં પહેલા ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધીને 23 સપ્ટેમ્બરની આસપાસ ઉત્તર આંધ્રપ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકાંઠા નજીક પહોંચી શકે છે. આ સિસ્ટમની અસરથી 24 સપ્ટેમ્બરે ઓડિશા અને છત્તીસગઢમાં ભારે વરસાદની સ્થિતિ બની શકે છે. 22 સપ્ટેમ્બરે રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, કેરળ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ સહિતના રાજ્યોમાં વરસાદની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ સાથે ઝડપી પવન અને ગાજવીજની સ્થિતિ સર્જાઈ શકે છે.
દિલ્હીમાં વરસાદની શક્યતા ઓછી
રાજધાની દિલ્હીમાં આજે મોટા વરસાદની શક્યતા ઓછી છે. 22થી 24 સપ્ટેમ્બર દરમિયાન મોટાભાગે આકાશ સ્વચ્છ રહેવાની આગાહી છે. આજે મહત્તમ તાપમાન 34થી 36 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23થી 25 ડિગ્રી વચ્ચે રહી શકે છે. ઉત્તર પ્રદેશમાં ગોરખપુર, દેવરિયા, કુશીનગર, મહારાજગંજ, વારાણસી, જૌનપુર, ગાઝીપુર, મિર્ઝાપુર, પ્રયાગરાજ સહિત પૂર્વી ભાગના અનેક જિલ્લાઓમાં હળવા વરસાદની શક્યતા છે. 24 સપ્ટેમ્બરથી રાજ્યમાં વરસાદી પ્રવૃત્તિ વધવાની શક્યતા છે.
ઝારખંડમાં ભારે વરસાદનું એલર્ટ
ઝારખંડમાં આજે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ(Heavy Rain) સાથે ગાજવીજની શક્યતા છે. રાંચી, બોકારો, ધનબાદ, દેવઘર, દુમકા, ગઢવા, ગિરિડીહ, હઝારીબાગ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ સાવચેતી રાખવાની સલાહ આપી છે. ઉત્તરાખંડમાં 22થી 25 સપ્ટેમ્બર દરમિયાન અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. 25-26 સપ્ટેમ્બરે વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં આજે કેટલાક સ્થળોએ હળવો વરસાદ થઈ શકે છે.
ચોમાસાની વિદાયની શરૂઆત
21 સપ્ટેમ્બરથી(Heavy Rain) રાજસ્થાન, હરિયાણા અને પંજાબના કેટલાક ભાગોમાંથી ચોમાસું પાછું ફરવાનું શરૂ થયું છે. આગામી 2થી 3 દિવસમાં દિલ્હી, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશના કેટલાક ભાગોમાંથી પણ ચોમાસાની વિદાય માટે અનુકૂળ સ્થિતિ બનવાની શક્યતા છે.
22 સપ્ટેમ્બરના કેટલાક શહેરોના તાપમાન
| શહેર | મહત્તમ | લઘુત્તમ |
| દિલ્હી | 35°C | 25°C |
| મુંબઈ | 31°C | 27°C |
| ચેન્નાઈ | 33°C | 28°C |
| કોલકાતા | 32°C | 26°C |
| લખનઉ | 34°C | 26°C |
| પટણા | 34°C | 27°C |
| રાંચી | 29°C | 23°C |
| ભોપાલ | 31°C | 24°C |
| જયપુર | 35°C | 24°C |
| શિમલા | 25°C | 14°C |
| નૈનીતાલ | 24°C | 17°C |
હવામાન વિભાગે વરસાદ(Heavy Rain) અને ઝડપી પવનની સ્થિતિને ધ્યાનમાં રાખીને લોકોને સ્થાનિક હવામાન અપડેટ પર નજર રાખવા અને ખાસ કરીને પહાડી વિસ્તારોમાં સાવચેતી રાખવાની સલાહ આપી છે.
આ પણ વાંચો:દેશમાં ફરી વરસાદી માહોલ, 14 રાજ્યોમાં ભારે વરસાદ-આંધીનું એલર્ટ; ખેડૂતો માટે ખાસ ચેતવણી
આ પણ વાંચો:આજે દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 65 કિમીની ઝડપે પવનની આગાહી
આ પણ વાંચો:El Ninoનો કહેર! ક્યાંક સૂકાની માર તો ક્યાંક અતિશય વરસાદ, ચોમાસાની વિચિત્ર સ્થિતિ
