Entertainment News/ જયા પ્રદાએ ‘ધ કપિલ શર્મા શો’માં ખોલ્યા બોલીવુડના મોટા રાજ

‘ધ કપિલ શર્મા શો’માં અભિનેત્રી જયા પ્રદા (Jaya Prada)એ ધર્મેન્દ્રના ફ્લર્ટિંગ અંદાજ અને રાજેશ ખન્નાના સેટ પર મોડા આવવાના રસપ્રદ કિસ્સાઓ શેર કર્યા છે.

Entertainment
Jaya Prada major revelation about Dharmendra

Entertainment News : બોલીવુડની એવરગ્રીન અભિનેત્રી જયા પ્રદાનો એક જૂનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. ‘ધ કપિલ શર્મા શો’ (The Kapil Sharma Show)માં ખાસ મહેમાન તરીકે પહોંચેલી જયા પ્રદા (Jaya Prada)એ પોતાના જમાનાના દિગ્ગજ સુપરસ્ટાર્સ સાથે કામ કરવાના અનુભવો અને સેટ પરના કિસ્સાઓ શેર કર્યા હતા. કપિલ શર્મા સાથેની મનોરંજક વાતચીતમાં તેમણે ધર્મેન્દ્ર (Dharmendra)અને રાજેશ ખન્ના (Rajesh Khanna)જેવા મહાન કલાકારોના કેટલાક રસપ્રદ રહસ્યો પરથી પડદો ઊંચક્યો હતો.

Jaya Prada : “ધર્મેન્દ્ર સૌથી વધુ ફ્લર્ટ કરતા હતા”

શો દરમિયાન જ્યારે કપિલ શર્માએ મસ્તીમાં પૂછ્યું કે, “તે જમાનામાં તમામ કલાકારોમાંથી સેટ પર સૌથી વધુ ફ્લર્ટ કોણ કરતું હતું?” ત્યારે જયા પ્રદાએ હસતાં હસતાં તરત જ ધર્મેન્દ્રનું નામ લીધું હતું. આ ઉપરાંત જ્યારે સૌથી મોડા આવનારા એક્ટર અંગે સવાલ થયો, ત્યારે તેમણે સુપરસ્ટાર રાજેશ ખન્નાનો કિસ્સો સંભળાવ્યો હતો. તેમણે કહ્યું કે તેઓ પોતે સવારે 7 વાગ્યે સેટ પર પહોંચી જતાં, જ્યારે રાજેશ ખન્ના સાંજે 8 વાગ્યે આવીને વડાપાઉં ખાધા પછી માત્ર એક શોટ આપીને 9 વાગ્યે પેક-અપ કરી લેતા હતા.

દિવસમાં 5 શિફ્ટ અને ફ્લાઈટમાં જ મેકઅપ કરવાની મજબૂરી

પોતાના સંઘર્ષ અને વ્યસ્ત શિડ્યુલને યાદ કરતા જયા પ્રદાએ જણાવ્યું કે કરિયરના પ્રારંભિક તબક્કામાં તેઓ રોજની 5 શિફ્ટમાં કામ કરતી હતી. સાઉથથી લઈને બોલીવુડમાં એન.ટી. રામારાવ અને ડૉ. રાજકુમાર જેવા આઈકન્સ સાથે 16-17 વર્ષની નાની ઉંમરે કામ કરતી વખતે તેઓ ખૂબ ડરતી હતી. ‘શરાબી’ ફિલ્મના શૂટિંગ માટે ઊટીથી ટ્રેનમાં ચેન્નાઈ પહોંચવું, એરપોર્ટ પર સ્નાન કરવું અને ફ્લાઈટની અંદર જ મેકઅપ પતાવીને કોઈમ્બતૂર પહોંચવું એ તે સમયે તેમની દિનચર્યાનો ભાગ બની ગયું હતું.


આ પણ વાંચો :‘મહાભારત’ના ભીમ સૌરવ ગુર્જરની ધરપકડ, મહિલા શોષણનો આરોપ

આ પણ વાંચો :‘બિગ બોસ 20’માં કોણ બન્યું દર્શકોનું ચહીતું? આ અઠવાડિયે આ 5 કન્ટેસ્ટન્ટ્સે પોપ્યુલારિટી ચાર્ટમાં મારી બાજી

આ પણ વાંચો :શાહરૂખ ખાનની ‘કિંગ’માં થઈ આ અભિનેતાની ધમાકેદાર એન્ટ્રી