sports news/ ભારતનો જાપાન સામે 2 રનથી રોમાંચક વિજય, બેટિંગ નિષ્ફળ રહી પણ બોલરોએ બચાવી લાજ

T20 Match: ભારતે જાપાન સામેની T20 મેચમાં 22ને રોમાંચક વિજય મેળવ્યો છે. ભારતીય બોલરોના શાનદાર પ્રદર્શનથી ટીમ ઈન્ડિયા મોટા ઉલટફેરનો શિકાર થતા બચી ગઈ છે.

Top Stories Trending Sports
T20 Match

India vs Japan T20 Match Shreyas Iyer Washington Sundar:  ભારતીય ક્રિકેટ ટીમે જાપાન સામેની એકમાત્ર T20 મેચમાં માત્ર 2 રનથી જીત મેળવી છે. ભારતીય બેટિંગ નિષ્ફળ રહેતાં ટીમ મોટા અપસેટનો શિકાર બની શકે તેવી સ્થિતિમાં પહોંચી ગઈ હતી, પરંતુ બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને ભારતને મુશ્કેલીમાંથી બહાર કાઢ્યું. વરસાદના કારણે મેચમાં બંને ટીમોને માત્ર 5-5 ઓવર રમવાની તક મળી હતી.

ભારતે માત્ર 32 રન બનાવ્યા

ટોસ જીતીને ભારતે પ્રથમ બેટિંગ(T20 Match ) કરવાનો નિર્ણય લીધો હતો. વરસાદને કારણે મેચમાં વિલંબ થયો અને ઓવરો ઘટાડીને 5 કરી દેવામાં આવ્યા. ભારતની શરૂઆત જ ખરાબ રહી હતી. અભિષેક શર્મા પ્રથમ બોલ પર જ ખાતું ખોલ્યા વિના આઉટ થઈ ગયા હતા. ત્યારબાદ સંજુ સેમસન 7 બોલમાં 9 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્રીજા ક્રમે આવેલા ઈશાન કિશન પણ 6 બોલમાં માત્ર 3 રન બનાવી શક્યા હતા. કેપ્ટન શ્રેયસ અય્યરે 12 બોલમાં 16 રનની ઇનિંગ રમી હતી. તેના આધારે ભારતે 5 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 32 રન બનાવ્યા હતા. ભારત તરફથી શ્રેયસ સૌથી વધુ રન બનાવનાર બેટર રહ્યા.

જાપાનને જીતવા માટે 33 રનનો ટાર્ગેટ

33 રનના નાના લક્ષ્યાંકનો (T20 Match ) પીછો કરવા ઉતરેલી જાપાનની ટીમ શરૂઆતમાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. લચલન 4 બોલમાં 1 રન બનાવીને રનઆઉટ થયા હતા, જ્યારે ઈબ્રાહિમ 3 બોલમાં 4 રન બનાવીને આઉટ થયા હતા. ત્યારબાદ કેન્ડેલ અને બેન્જામિને જાપાનની ઇનિંગ્સને(T20 Match ) સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જાપાન જીત તરફ આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ ભારતીય બોલરોએ દબાણ જાળવી રાખ્યું હતું. વોશિંગ્ટન સુંદરે કેન્ડેલને યશ ઠાકુરના હાથે કેચ કરાવીને ભારતને મહત્વની વિકેટ અપાવી હતી. કેન્ડેલે 12 બોલમાં 12 રન બનાવ્યા હતા. આખરે જાપાનની ટીમ 5 ઓવરમાં 30 રન સુધી જ પહોંચી શકી અને ભારતે 2 રનથી મેચ જીતી લીધી.

શ્રેયસ અય્યરની કેપ્ટનશિપ પર પણ નજર

શ્રેયસ અય્યર આ વર્ષે ભારતીય T20 ટીમના(T20 Match ) કેપ્ટન બન્યા છે. કેપ્ટન તરીકે તેમની શરૂઆતની શ્રેણીમાં આયર્લેન્ડ સામે ભારત 0-2થી હાર્યું હતું. ત્યારબાદ ઈંગ્લેન્ડ સામેની શ્રેણી પણ ભારતે ગુમાવી હતી. જાપાન સામેની જીતથી ટીમને રાહત મળી છે, જોકે બેટિંગ પ્રદર્શન ચોક્કસપણે ચર્ચાનો વિષય બન્યું છે. આ મુકાબલાની સૌથી આશ્ચર્યજનક બાબત એ રહી કે સમગ્ર મેચમાં એક પણ છગ્ગો લાગ્યો નહોતો. ભારત અને જાપાન બંને ટીમોએ માત્ર 2-2 ચોગ્ગા ફટકાર્યા હતા. એટલે કે ભારતીય ક્રિકેટના મોટા હિટર્સથી ભરેલી ટીમ હોવા છતાં આ મેચમાં એક પણ સિક્સર જોવા મળી નહોતી.


આ પણ વાંચો :ભારતનો જાપાન સામે 2 રનથી રોમાંચક વિજય, બેટિંગ નિષ્ફળ રહી પણ બોલરોએ બચાવી લાજ

આ પણ વાંચો :સોનમ મસ્કરની એશિયન ગેમ્સની સિલ્વર જીત પાછળ પિતાનો મોટો ત્યાગ, રાઇફલ માટે જમીન વેચી

આ પણ વાંચો :એશિયન ગેમ્સ-2026માં ભારતને પહેલો ગોલ્ડ, મહિલા ક્રિકેટ ટીમે શ્રીલંકાને 147 રનથી હરાવ્યું