Gujarat News/ ભાવનગરમાં અપશબ્દો બોલવાની ના પાડતાં દાદા, પૌત્રી અને પાડોશી મહિલા પર છરીથી હુમલો

ભાવનગર (Bhavnagar)ના કુંભારવાડામાં અપશબ્દો બોલવાની ના પાડતાં દાદા, પૌત્રી અને પાડોશી મહિલા પર હુમલો કરનાર બે શખસોને બોરતળાવ પોલીસે ઝડપી પાડ્યા છે.

Gujarat Others
Bhavnagar Three people attacked with a knife

ભાવનગર (Bhavnagar)શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મારુતિનગરમાં ઘર પાસે ગાળો બોલવાની ના પાડવા જેવી બાબતે ઉશ્કેરાઈને વૃદ્ધ, તેમની પૌત્રી અને એક પાડોશી મહિલા પર જીવલેણ હુમલો કરનારા બે આરોપીઓને બોરતળાવ પોલીસે ઝડપી લીધા છે.

Bhavnagar : શું હતો સમગ્ર બનાવ?

મારુતિનગર (Marutinagar)ના પ્લોટ નંબર 16 માં રહેતા 66 વર્ષીય રમેશભાઈ કાનજીભાઈના ઘર પાસે બે દિવસ પહેલા રાત્રે ગૌરાંગ ભનુભાઈ ભીમાણી અને તેનો મિત્ર નવીન ભરતભાઈ ગોહેલ જાહેર રસ્તા પર અપશબ્દો બોલી રહ્યા હતા. રમેશભાઈએ તેમને ઘર નજીક ગાળો બોલવાની ના પાડતાં જ બંને શખસોએ ઉશ્કેરાઈને તીક્ષ્ણ છરી વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં રમેશભાઈ, તેમની પૌત્રી રીંકલબેન અને બહાર બેઠેલા પાડોશી મહિલા હંસાબેન માંડલિયાને છરીના ઘા વાગતાં ત્રણેય ગંભીર રીતે ઘવાયા હતા.

પોલીસે ગુનો નોંધી કરી ધરપકડ

બનાવ અંગે બોરતળાવ પોલીસ (Bortala Police Station)મથકમાં ફરિયાદ નોંધાતાં પોલીસે BNS ની વિવિધ કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને હુમલો કરનાર ગૌરાંગ ભીમાણી અને નવીન ગોહેલ (બંને રહે. ઠક્કરબાપા સોસાયટી, ભાવનગર) ની ધરપકડ કરી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.


આ પણ વાંચો :અંબાજીમાં ભક્તોનો મહાસાગર, બે દિવસમાં 8.63 લાખ ભક્તોએ કર્યા મા અંબાના દર્શન

આ પણ વાંચો :અમદાવાદમાં ગણેશ વિસર્જનને લઈને ટ્રાફિક જાહેરનામું, જાણો કયા રસ્તા બંધ રહેશે

આ પણ વાંચો :બાપુનગરમાં ચોરીના મોબાઇલના સ્પેરપાર્ટ્સનું નેટવર્ક ઝડપાયું, રૂ.14 લાખનો મુદ્દામાલ જપ્ત