Dharm & Bhakti: આચાર્ય ચાણક્ય એમની અચૂક નીતિઓ (Chanakya Niti Sutra) અને અગાધ જ્ઞાન માટે પ્રસિદ્ધ હતા અને આજે પણ છે. કેટલાય લોકો ચાણક્યની નીતિઓને પોતાના જીવનમાં ઉતારીને સફળતા મેળવી રહ્યાં છે. તેઓ એક મહાન શિક્ષણવિદ્ હોવાની સાથે-સાથે ધુરંધર અર્થશાસ્ત્રી પણ હતા. એવું કહેવાય છે કે, ચાણક્ય નીતિને અપનાવવી મુશ્કેલ હોય છે પરંતુ, એને જે કોઈ પોતાના જીવનમાં અપનાવી લે છે એ વ્યક્તિને સફળ થવાથી કોઈ પણ રોકી શકતું નથી!
આચાર્ય ચાણક્યને એક મહાન અર્થશાસ્ત્રી, નીતિશાસ્ત્રી અને શિક્ષણવિદ્ માનવામાં આવે છે. ચાણક્ય દ્વારા લીખિત નીતિશાસ્ત્રમાં, ધન અને સફળતા સાથે જોડાયેલી ઘણી નીતિઓનો ઉલ્લેખ મળે છે, જેનો આજની તારીખે પણ લોકો અમલ કરી રહ્યાં છે. એવું કહેવાય છે કે, ચાણક્ય નીતિને અપનાવવી મુશ્કેલ હોય છે પરંતુ, એને જે કોઈ પોતાના જીવનમાં અપનાવી લે છે એ વ્યક્તિને સફળ થવાથી કોઈ પણ રોકી શકતું નથી! તો ચાલો જાણીએ, સફળતા અને સંપત્તિની પ્રાપ્તિ વિશે શું કહે છે ચાણક્ય નીતિ?
કૌટિલ્ય ચાણક્ય (Chanakya) અર્થશાસ્ત્ર અને નીતિશાસ્ત્રના રચયિતા
ચાણક્યે ‘અર્થશાસ્ત્ર’ (Arthshastra) નામના વિશ્વપ્રસિદ્ધ ગ્રંથની રચના કરીને રાજ્ય કેવી રીતે ચલાવવું તેની નીતિઓ અંગે એમા સવિસ્તાર માર્ગદર્શન આપ્યું જે આજના સમયમાં પણ રાજનીતિ અને અર્થશાસ્ત્રમાં સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયુક્ત છે. તેમણે ‘નીતિશાસ્ત્ર’ (Nitishastra) જેવા મહાન ગ્રંથોની પણ રચના કરી, જેમાં જીવન શી રીતે જીવવું એની શિક્ષા અને ચાણક્ય નીતિસૂત્રો (Chanakya Niti Sutra) સામેલ છે. આજના અર્વાચીન સમયમાં પણ એ એટલા જ સુસંગત છે. સામ, દામ, દંડ અને ભેદ (Sam, Daam, Dand, Bhed) એ ચાર એમની નીતિના ચાર મુખ્ય સ્તંભ ગણાય છે.

વિષ્ણુગુપ્તનું ‘ચાણક્ય’ કે ‘કૌટિલ્ય’ નામ કેમ પડ્યું?
‘ચાણક્ય’ (Chanakya) નામાભિધાન એમના પિતા ચણકના નામ ઉપરથી થયેલું છે. ચાણક્યનો જન્મ મગધ રાજ્યની રાજધાની પાટલીપુત્રમાં થયો હતો. એ સમયે મગધ (Magadh) ખૂબ જ શક્તિશાળી રાજ્ય ગણાતું હતુ, જેમાં નંદ વંશ (Nand Vansh)નું શાસન હતું અને તેનો રાજા ધનનંદ એક અત્યંત અભિમાની અને સંકુચિત દ્રષ્ટિકોણ વાળો ક્રૂર સ્વાર્થી રાજા હતો.
કુટલના ગોત્રમાં જન્મ લેવાથી તે કૌટિલ્ય કહેવાતા હોવાનો મત છે. તેમની રાજનીતિ કુટિલ હતી તેથી તે કૌટિલ્ય કહેવાયા એ મત ઘણા વિદ્વાનોના મતે યથાર્થ નથી કારણ કે, વિષ્ણુગુપ્ત ચાણક્યે જે રાજનીતિ શીખવી એ નૈતિકતાવિહીન કે કુટિલ નથી. પ્રાચીન ભારતીય સંદર્ભોમાં તો તેઓ વિષ્ણુગુપ્ત, ચાણક્ય અને કૌટિલ્ય નામોથી પરિચિત છે.
Chanakya Niti Sutra- સફળ સંપન્ન વ્યક્તિ બનો
જે કોઈ પોતાના જીવનમાં આ 5 સૂત્રો અપનાવી લે છે એ વ્યક્તિને સફળ થવાથી કોઈ પણ રોકી શકતું નથી!

1. પડકારો માટે તૈયાર રહો-
ચાણક્ય નીતિ અનુસાર, જીવનમાં જો તમે સફળ (successful person) થવા ઇચ્છો છો તો પ્રથમ પોતાનું લક્ષ્ય નિર્ધારિત કરો, જેનાથી તમને એ ખ્યાલ આવશે કે તમારે કઇ દિશામાં તમારી ઊર્જા (Energy)ને કેન્દ્રિત કરવાની છે?
2. અધર્મના માર્ગને ના અપનાવો-
ચાણક્ય કહે છે કે, જીવનમાં પૈસા અને સફળતા મેળવવા માટે અધર્મનો રસ્તો અપનાવવો જોઇએ નહિં. અધર્મના માર્ગે જનારા વ્યક્તિને નુકસાન વેઠવું પડે છે. ધન પ્રાપ્ત કરવા માટે, ક્યારેય પણ દુશ્મન (Enemy) સાથે હાથ મિલાવવો જોઇએ નહિં.

3. ધનનો ઉચિત ઉપયોગ-
ચાણક્ય નીતિ અનુસાર, ફક્ત ધન (Wealth) કમાવું જ જરુરી નથી પરંતુ, એનો ઉચિત ઉપયોગ કરવો પણ અનિવાર્ય છે. જો પૈસાને યોગ્ય રીતે વાપરવામાં ન આવે તો પૈસો પાણીની જેમ વહી જાય છે. તેથી ધનનો યોગ્ય વપરાશ કરવો જોઇએ.
4. ખર્ચ પર નિયંત્રણ-
જો તમે તમારા ખર્ચાઓ (Expenditure) પર અંકુશ નહિં મૂકો તો વધારે કમાવા છતાંયે તમે ક્યારેય ધનવાન નહિં બની શકો! ચાણક્યનું કહેવું છે કે, જે પ્રમાણે વાસણમાં ઘણા દિવસો સુધી પાણી સંચિત કરીને મૂકી રાખવાથી એ બગડી જાય છે બરાબર એ જ રીતે, ખર્ચ પર નિયંત્રણ ન હોવાને કારણે વ્યક્તિ પાયમાલ થઇ જાય છે!
5. અત્યાધિક દાન-
શાસ્ત્રોક્ત રીતે દાન (Donation) આપવું શુભ માનવામાં આવે છે. પરંતુ, પોતાનો પણ વિચાર કર્યા વિના દાન આપવું તમારા માટે હાનિકારક સિદ્ધ થઇ શકે છે! ચાણક્ય (Chanakya Niti Sutra)ના મતે, તમે જેટલી કમાણી કરો, એ મુજબ બચત પણ કરવી જોઇએ અને જો લોકોની મદદ કરવી હોય તો, આ પાસાઓને ધ્યાનમાં રાખીને, સમજી વિચારીને પછી જ મદદ કરવી.
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કઠિન સમયમાં કામ આવશે આ 5 વસ્તુઓ, દરેક વ્યક્તિએ એનો સંગ્રહ અવશ્ય કરવો જોઇએ…
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર- આ વસ્તુ છે નારીની સૌથી મોટી તાકાત, દરેકે આ જાણવું જ જોઇએ…
આ પણ વાંચો: ચાણક્ય નીતિ સૂત્ર: કોઈ ગમે તેટલું અંગત કેમ ન હોય, ભૂલેચૂકેય ના ખોલશો આ 7 ભેદ…
