Food Recipe/ એક એવો નાસ્તો જેને ખાઈને લાંબુ જીવી શકાય…તબીબોનો દાવો…સરળ રેસિપી!

જો તમે પણ લાંબો સમય સ્વસ્થ રહેવા માગતા હો તો પ્રથમ ભોજન અર્થાત્ બ્રેકફાસ્ટને હૅલ્ધી (Healthy Breakfast) બનાવો. તમને આજે એવા નાસ્તાની રેસિપી જણાવવા …

Trending Food Health & Fitness Lifestyle
Healthy Breakfast ખાઓ અને લાંબુ સ્વસ્થ જીવન જીવો..!

Food Recipe: લાંબો સમય સ્વસ્થ રહેવું હોય તો તમારે સવારનો નાસ્તો હૅલ્ધી (Healthy Breakfast) પસંદ કરવો જોઈએ. બ્લ્યૂ ઝોન (Blue Zone)માં રહેનારા લોકો આ પ્રકારનો નાસ્તો કરીને શરીર માટે આવશ્યક પોષક તત્વો સરળતાથી પ્રાપ્ત મેળવી શકે છે. વધુ મહેનત કર્યા વિના જ આ નાસ્તો તમે ઘરે જ બનાવી શકો છો…તો ચાલો જાણીએ એની રેસિપી…

સ્વસ્થ રહેવામાં ખાણી-પીણી (Diet)નો મહત્વપૂર્ણ રોલ

આપણા શરીરને સ્વસ્થ રાખવામાં ખાણી-પીણી (Diet)નો મહત્વપૂર્ણ રોલ છે. હૅલ્થ એક્સપર્ટ્સનું માનવું છે કે સારો આહાર લેવાથી શરીરને લાંબો સમય સ્વસ્થ રાખી શકાય છે. જીવન વિશે કોઈ આગાહી કરી શકાતી નથી પણ લાંબો સમય સ્વસ્થ (Long time Healthy) રહેવા માટે કેટલાય રિસર્ચ હાથ ધરવામાં આવ્યા છે અને બ્લ્યૂ ઝોનમાં રહેનારાની ડાયેટનું પણ અધ્યયન કરવામાં આવ્યું છે. આવા લોકો પ્રોટીન, ફાઈબર, વિટામિન, મિનરલ અને હૅલ્ધી ફેટ્સ (Protein, fiber, vitamins, minerals and healthy fats)થી ભરપૂર વસ્તુઓ ખાય છે અને આ બ્લ્યૂ ઝોનમાં રહેનારા 100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવી શકે છે અને રિસર્ચમાં એવા પરિણામો પ્રાપ્ત થયા છે.

જો તમે પણ લાંબો સમય સ્વસ્થ રહેવા માગતા હો તો પ્રથમ ભોજન અર્થાત્ બ્રેકફાસ્ટને હૅલ્ધી (Healthy Breakfast) બનાવો. તમને આજે એવા નાસ્તાની રેસિપી જણાવવા જઈ રહ્યાં છીએ જેને ખાઈને લાંબો સમય સ્વસ્થ રહેવામાં મદદ મળી શકે છે. સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આ નાસ્તો કોઈ જ વધારાની મહેનત વિના તમે સરળતાથી તૈયાર કરી શકો છો. આ માટે તમારે રાત્રે જ કેટલીક તૈયારી કરવાની રહેશે અને સવારે તમારો સુપર હૅલ્ધી નાસ્તો તૈયાર થઈ જશે!

Oats Healthy Breakfast Recipe

અઠવાડિયામાં 4-5 વાર આ હૅલ્ધી નાસ્તો ખાઓ (Healthy Breakfast)

આ માટે તમારે થોડા સ્ટીલ કટ ઓટ્સ (Oats) લેવાના રહેશે અને એને આખી રાત પલાળી રાખવા. બીજે દિવસે સવારે તમારે એના પર 2 ચમચી ચિયા સીડ્સ અને 3-4 ચમચી સોયા મિલ્ક (Chia seeds & Soya Milk) ઉમેરી દેવું. હવે એમાં 2 ચમચી હાઈ પ્રોટીન ગ્રીક યોગર્ટ (Greek Yogurt) અથવા કોઈ પણ દહીં ફેંટીને ઉમેરી દો. ઉપર નાની અડધી ચમચી તજનો પાવડર ઉમેરી દો. હવે આ તમામ સામગ્રીને મિક્સ કરી લો.

તૈયાર છે તમારો સુપર હૅલ્ધી બ્રેકફાસ્ટ…જેને તમે અઠવાડિયામાં 4-5 વાર ખાઈ શકો છો. એમાંથી શરીરને ભરપૂર પ્રોટીન તથા ફાઈબર (Fiber) પ્રાપ્ત થશે. આ નાસ્તો કાર્બોહાઈડ્રેટ ડાયેટ છે. આ નાસ્તાનો ગ્લાયસેમિક ઈન્ડેક્સ લૉ હોય છે. આનાથી તમારુ પેટ પણ લાંબો સમય સુધી ભરેલું રહે છે. આને વધુ હૅલ્ધી બનાવવા માટે તમે એમાં પલાળેલા બદામ અને અખરોટ (Almond & Walnut) પણ ઉમેરી શકો છો. આ નાસ્તો ખાવામાં વધારે હૅલ્ધી બની જશે.

Protein rich Breakfast

પ્રોટીનથી ભરપૂર નાસ્તો (Protein rich Breakfast)

બીજો પ્રોટીનથી ભરપૂર નાસ્તો (Protein rich Breakfast) જો તમારે ખાવો હોય તો બેસનના ચિલા, ચણા અને ફણગાવેલા મગ ખાઈ શકો છો. આની સાથે જો તમે ખાતા હો તો 1 ઈંડુ (Egg) પણ ખાઈ શકો છો.

આ નાસ્તાને તમે લાંબો સમય ખાશો તો તમારુ વજન પણ કંટ્રોલમાં રહેશે અને એનાથી શરીરને તમામ આવશ્યક પોષક તત્વો સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો:

આ પણ વાંચો: પ્રોટીન પાઉડર ભૂલી જશો: શરીરને મજબૂત અને ઉર્જાવાન બનાવતા ગામડાના 5 દેશી સુપરફૂડ્સ

આ પણ વાંચો: સવારના નાસ્તામાં બનાવો હાઈ-પ્રોટીનથી સભર મલ્ટીગ્રેઈન ઢોંસા…સ્વાદ અને સ્વાસ્થ્યની સંભાળ એકસાથે!