Surat News: સુરત શહેરના અશ્વિનીકુમાર વિસ્તારમાં જર્જરિત ઇમારતમાં (Surat Ashwinikumar Building Collapse) સ્લેબ ધરાશાયી થતાં ગંભીર અકસ્માત સર્જાયો છે. સરસ્વતી એપાર્ટમેન્ટના ચોથા માળે અચાનક સ્લેબનો એક ભાગ તૂટી પડતાં ઘરમાં હાજર 19 વર્ષીય યુવક કાટમાળ નીચે દટાઈ ગયો હતો.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
બચાવ કામગીરી હાથ ધરી યુવકને કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.જોકે હોસ્પિટલમાં ફરજ પરના તબીબોએ યુવકને મૃત ( 19 Year Old Youth Death) જાહેર કર્યો હતો. આ ઘટનાને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.
ઇમારત જર્જરિત હોવા છતાં તેમાં લોકોનો વસવાટ
મળતી માહિતી મુજબ, અશ્વિનીકુમાર વિસ્તારમાં આવેલું સરસ્વતી એપાર્ટમેન્ટ આશરે 30 વર્ષ જૂનું છે. ઇમારત જર્જરિત હોવા છતાં તેમાં લોકો વસવાટ કરી રહ્યા હોવાના કારણે સલામતીને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.સુરત શહેરમાં જર્જરિત (Surat Slab Collapse) અને જોખમી ઇમારતોને લઈને તંત્ર દ્વારા અગાઉ નોટિસ સહિતની કાર્યવાહી કરવામાં આવી હોવા છતાં કેટલીક ઇમારતોમાં હજુ પણ લોકો રહેતા હોવાની સ્થિતિ સામે આવતી રહે છે.
જર્જરિત ઇમારતો સામે તંત્રની કાર્યવાહી પર સવાલ
ત્યારે આ દુર્ઘટનાએ ફરી એકવાર જૂની અને જર્જરિત ઇમારતોની સલામતી તથા તંત્રની કાર્યવાહી અંગે ચર્ચા જગાવી છે.આ અકસ્માત બાદ સ્થાનિક સ્તરે પણ જર્જરિત ઇમારતોમાં રહેતા લોકોની સુરક્ષા અને આવી ઇમારતો સામે કરવામાં આવતી કાર્યવાહી અસરકારક રીતે અમલમાં આવે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે.
આ પણ વાંચો: ગાંધીનગર કુડાસણમાં ક્રેન ધરાશાયી, 10થી 15 શ્રમિકો દબાયાની આશંકા
આ પણ વાંચો: અમદાવાદમાં મકાન ધરાશાયી: પાંચકૂવા પાસે 3 લોકો દટાયા, મહિલાનું મોત
