Beauty Tips/ ગરમીમાં ચહેરાને તરત જ મળશે ઠંડક…હળદરના આઇસ ક્યૂબ્સ બનાવવાની સહેલી રીત..!

હળદરના આઈસ ક્યુબ્સ (Turmeric Ice Cubes) ત્વચાના બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવે છે અને તરત જ ફ્રેશનેસ આપે છે. તો ચાલો જાણી લઈએ…

Trending Tips & Tricks Fashion & Beauty Lifestyle
Turmeric Ice Cubes...મુરઝાયેલા ચહેરાને કરશે Amazing તરોતાજા! કેવળ 4 વસ્તુઓથી બનશે આ Powerful Beauty Remedy!

Beauty Tips: બરફ સાથે હળદરનો ઉપયોગ કરવામાં આવે છે તો એ ત્વચાના બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવે છે અને તરત જ ફ્રેશનેસ આપે છે. તો ચાલો જાણી લઈએ હળદરના આઈસ ક્યુબ્સ (Turmeric Ice Cubes) શી રીતે તૈયાર કરવા?

ગરમીની અને બફારાની આ ઋતુમાં તાપ, પરસેવો, ભેજ અને ધૂળ-માટી આ તમામને કારણે ત્વચા નિર્જીવ, થાકેલી અને મુરઝાયેલી જણાય છે. આ સંજોગોમાં સ્કિનને એક્સ્ટ્રા કેર અને ઠંડકની જરુર હોય છે. ચહેરા પર ઠંડક પ્રસરાવવા માટે લોકો આઇસ ક્યુબની મદદ લે છે અને એલોવેરા જેલનો પણ ઉપયોગ કરે છે. પરંતુ હળદરનો આઇસ ક્યુબ તમારી સ્કિન માટે વરદાન સાબિત થઇ શકે છે. હળદર એના એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ના ગુણો માટે જાણીતી છે. એ ત્વચાની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. જ્યારે બરફ (Ice) સાથે એનો ઉપયોગ કરવામાં આવે છે તો એ ત્વચાના બ્લડ સર્ક્યુલેશનને બહેતર બનાવે છે અને તરત જ ફ્રેશનેસ આપે છે. તો ચાલો જાણી લઈએ હળદરના ક્યુબ્સ શી રીતે તૈયાર કરવા?

સ્કિન માટે વરદાન સમાન

શું તમે પણ ગ્લોઇંગ અને ઝગારા મારતી સ્કિન મેળવવા ઇચ્છો છો? બ્યુટી પાર્લરમાં મોંઘીદાટ ટ્રીટમેન્ટ કરાવો છો? વાસ્તવમાં, કુદરતે આપણને એવી ઘણી બક્ષિસો આપેલી છે જેનો ઉપયોગ કરીને આપણું જીવન અને પર્સનાલિટી બહેતર બની શકે છે. આવી જ એક કુદરતી બક્ષિસનું નામ છે હળદર!

હળદર (Turmeric)માં એન્ટિ-ઓક્સિડન્ટ્સ, વિટામિન સી તથા કર્ક્યુમિન નામનું વિશેષ ઘટક હાજર હોય છે. હળદરને પીળો રંગ પ્રદાન કરવા ઉપરાંત કર્ક્યુમિન ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે. આટલી ગુણકારી હળદર સમગ્ર શરીર માટે ફાયદાકારક હોય તો પછી ત્વચા માટે શા માટે નહિં? તો ચાલો જાણીએ, આવી આસાનીથી ઉપલબ્ધ વસ્તુઓથી ત્વચાને શી રીતે ફાયદો મળશે એ માટેની ટિપ…

ત્વચાના નિખારમાં સુધારો લાવવા માટે તમે આ સામગ્રી વડે કેમિકલ ફ્રી હળદરના આઈસ ક્યુબ્સ (Turmeric Ice Cubes) બનાવી શકો છો. જો તમારી સ્કિન પર તડકાને લીધે કે પછી સ્વિમિંગ કરવાથી ટેનિંગ થઇ ગયુ છે તો, તમારા માટે આ ફેસપૅક અકસીર સાબિત થશે. જો તમારા ચહેરા પર ડાઘા કે ઝાંય પડી છે તો, આ ઉપરાંત હળદરનો લેપ લગાવવાથી તે ઝાંખા થઇ શકે છે અને નિયમિત ઉપયોગથી લગભગ દૂર પણ થઇ શકે છે. સર્વાંગી રીતે જોઇએ તો ફક્ત 3 ચીજવસ્તુઓથી બનેલા આ હળદરના આઈસ ક્યુબ્સના ઔષધીય ગુણો તમારી ત્વચા (Skin) માટે વરદાન સાબિત થઇ શકે છે.

હળદરના આઇસ ક્યુબના ફાયદા

હળદરના આઈસ ક્યુબના ફાયદા (Turmeric Ice Cubes Recipe)

1. ત્વચાને ઠંડક આપે

બરફ ત્વચાના તાપમાન (Skin Temperature)ને ઓછું કરે છે જેથી ગરમી અને પરસેવાથી થતા ઇરિટેશનમાં તરત રાહત મળે છે.

2. ખીલ અને લાલાશમાં રાહત

હળદરના એન્ટીબેક્ટેરિયલ (Anti-Bacterial) ગુણ ખીલ ઉત્પન્ન કરનારા બેક્ટેરિયા (Bacteria)નો નાશ કરે છે અને ખીલ થતા અટકાવે છે.

3. સોજા ઓછા કરે

હળદરના એન્ટીઇન્ફ્લેમેટરી (Anti-inflammatory) ગુણો ચહેરાના સોજા ઓછા કરે છે.

શી રીતે હળદરના આઇસ ક્યુબ્સ બનાવશો?

હળદરના આઇસ ક્યુબ્સ બનાવવા માટે તમને આટલી સામગ્રીની આવશ્યકતા રહેશે.

હળદરના આઇસ ક્યુબ્સ બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

હળદર પાવડર 1 નાની ચમચી

ગુલાબજળ અડધો કપ

એલોવેરા જૅલ 2 મોટી ચમચી

અડધો કપ સાદુ પાણી

1 આઈસ ટ્રે

બનાવવાની વિધિ

1. એક સ્વચ્છ બાઉલમાં અડધો કપ સાદુ પાણી અને અડધો કપ ગુલાબ જળ મિક્સ કરવું.

2. એમાં 1 નાની ચમચી હળદર અને 2 મોટી ચમચી એલોવેરા જૅલ મિક્સ કરવી.

3. આ તમામ સામગ્રીને જ્યાં સુધી હળદર અને એલોવેરા (Aloe vera gel) પાણીમાં પૂર્ણ રીતે મિક્સ ન થઈ જાય ત્યાં સુધી સરસ રીતે મિક્સ કરવી.

4. આ તૈયાર મિશ્રણને એક આઈસ ટ્રેમાં રેડો અને 4 થી 5 કલાક માટે ફ્રીઝરમાં જામવા માટે રાખી દો.

તો તૈયાર છે તમારા હળદરના આઈસ ક્યુબ્સ…જેને શી રીતે વાપરવા એ હવે જોઇશું.

Turmeric Ice Cubes Usage

વપરાશની વિધિ

સૌપ્રથમ ચહેરાને ફેસવૉશ દ્વારા ધોઈને લૂછી લો. ત્યાર બાદ હળદરના આઇસ ક્યુબ (Turmeric Ice Cubes)ને કોઈ પાતળા સુતરાઉ કપડા કે મલમલના રુમાલમાં લપેટી લો અને એને ચહેરા કે ગરદન પર હળવા હાથે 2 થી 3 મિનિટ સુધી ગોળ-ગોળ ફેરવો અને મસાજ કરો. મસાજ કર્યા બાદ 5 મિનિટ રાહ જુઓ. ત્યાર બાદ પાણી વડે ચહેરો ધોઈ લો અને હળવું મોઇશ્ચરાઈઝર લગાવી લો.

Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.


આ પણ વાંચો: સંતરાની છાલથી બનાવો ઘરગથ્થુ ફેસપેક…એને લગાવવાથી વધી જશે તમારી ત્વચાનો નિખાર..!

આ પણ વાંચો: હળદરનો ફેસપૅક ત્વચાને બનાવશે ગ્લોઇંગ…માત્ર 3 વસ્તુઓથી બની જશે!

આ પણ વાંચો: શું તમારી ત્વચા સંવેદનશીલ અને શુષ્ક છે? સાવધાની સહિત લગાવો ચોખાના લોટનો ફેસપૅક…