New Delhi/ CEC જ્ઞાનેશ કુમાર વિવાદ: NDA ગઠબંધનમાં જ ઉઠ્યા અસંતોષના સૂર

વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) વિવાદ મામલે NDA ના સહયોગી પક્ષો ચિરાગ પાસવાન, ઉપેન્દ્ર કુશવાહા અને TDP એ ચૂંટણી પંચ (Election Commission)પાસે સ્પષ્ટતા માંગી લોકશાહીમાં પારદર્શિતા પર ભાર મૂક્યો છે.

India Trending
Election Commission ની કાર્યપ્રણાલી પર સવાલ

New Delhi : મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના નેતૃત્વ હેઠળ ચાલી રહેલા વિશેષ સઘન પુનરીક્ષણ (SIR) ના વિવાદે હવે શાસક પક્ષની અંદર જ રાજકીય હલચલ મચાવી દીધી છે. ભાજપની આગેવાની હેઠળના NDA ના ત્રણ મહત્વપૂર્ણ સહયોગી દળોએ ચૂંટણી પંચ (Election Commission)ની કાર્યપ્રણાલી સામે સવાલો ઉઠાવતા સ્પષ્ટતાની માંગણી કરી છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના વડા ચિરાગ પાસવાન, રાષ્ટ્રીય લોક મોરચાના નેતા ઉપેન્દ્ર કુશવાહા અને તેલુગુ દેશમ પાર્ટી (TDP) દ્વારા આ મામલે નિવેદનો આપીને જનતાના મનમાં રહેલો ભ્રમ દૂર કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

જ્ઞાનેશ કુમાર

Election Commission : સહયોગી પક્ષોની મુખ્ય માંગણીઓ અને નિવેદનો

ચિરાગ પાસવાન (Chirag Paswan): કેન્દ્રીય મંત્રી અને LJP ના વડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ચૂંટણી પંચ એક સ્વતંત્ર બંધારણીય સંસ્થા છે, જેને કોઈ સરકારના સમર્થનની આવશ્યકતા નથી. જો ચૂંટણી પ્રક્રિયાને લઈને નાગરિકોમાં શંકાઓ પેદા થતી હોય, તો પંચે જાતે આગળ આવીને સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. તેમણે ઉમેર્યું કે લોકશાહીની મજબૂતી માટે જનતાનો ચૂંટણી તંત્ર પરનો ભરોસો અકબંધ રહેવો અનિવાર્ય છે.

Upendra Kushwaha

ઉપેન્દ્ર કુશવાહા (Upendra Kushwaha): રાષ્ટ્રીય લોક મોરચાના પ્રમુખે પણ SIR પ્રક્રિયાને લઈને ઊભી થયેલી અસમંજસતા પર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે તાત્કાલિક ધોરણે વાસ્તવિક પરિસ્થિતિ જાહેર કરવા માટે પંચને અપીલ કરી હતી.

TDPનું વલણ: આંધ્ર પ્રદેશના સંદર્ભમાં વાત કરતા TDP નેતા લાવુ શ્રીકૃષ્ણ દેવરાયાલુ (Sri Krishnadevarayalu)એ જણાવ્યું કે જોકે તેમના રાજ્યમાં આ પ્રક્રિયા નિયમો મુજબ પારદર્શક રહી હતી, છતાં કોઈપણ જગ્યાએ સવાલો ઉઠે ત્યારે ચૂંટણી પંચે ખુલાસો કરીને સંસ્થાની વિશ્વસનીયતા જાળવી રાખવી જોઈએ.

Upendra Kushwaha

વિવાદની પૃષ્ઠભૂમિ અને ચૂંટણી પંચનો પક્ષ

આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે ચૂંટણી પંચના અન્ય બે કમિશનરો દ્વારા છેલ્લા કેટલાક સમય દરમિયાન SIR સંબંધિત નિર્ણયો પર વાંધા નોંધાવવામાં આવ્યા હતા. જોકે, આ મામલે ચૂંટણી પંચ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈપણ સંસ્થામાં અલગ વિચારો અને મંતવ્યો હોવા એ સામાન્ય પ્રક્રિયાનો ભાગ છે અને તાજેતરના તમામ અંતિમ નિર્ણયો સર્વસંમતિથી જ લેવામાં આવ્યા છે.


આ પણ વાંચો:શું ચૂંટણી પંચના આંતરિક મતભેદો લોકશાહી માટે ખતરો છે કે મજબૂતી? સમજો આખી કહાની

આ પણ વાંચો:18 વર્ષના યુવા મતદારોની એન્ટ્રીમાં વિલંબ, ચૂંટણી પંચમાં મતભેદની ચર્ચા

આ પણ વાંચો:SIR પ્રક્રિયા વચ્ચે ચૂંટણી પંચમાં 14 વખત વાંધા