Ajab Gajab News: મહારાષ્ટ્રના બૈલપોલા તહેવાર દરમિયાન, થાળીમાં મૂકેલું લગભગ 3 તોલાનું મંગળસૂત્ર પણ બળદ (Bull) ગળી ગયો!! આ ઘટના બાદ, ખેડૂતનો પરિવાર સ્તબ્ધ રહી ગયો.
મહારાષ્ટ્રના માલેગાંવ તાલુકાના વનપત ગામ (Vanpat village, Malegaon taluka ,Maharashtra)માં બૈલપોલા તહેવારના દિવસે એક આશ્ચર્યચકિત્ કરી દેનારો અને અજીબ કિસ્સો બનવા પામ્યો છે. તહેવારના દિવસે પૂજા-અર્ચના દરમિયાન ખેડૂતે બળદને પ્રસાદ ધરાવ્યો અને એ પ્રસાદની સાથોસાથ થાળીમાં મૂકેલું લગભગ 3 તોલાનું મંગળસૂત્ર પણ એ ગળી ગયો (Bull Swallows Gold Chain)!! ઘટના બાદ, ખેડૂતનો પરિવાર સ્તબ્ધ રહી ગયો. જો કે, 15 દિવસ સુધી રાહ જોયા બાદ, પશુ ચિક્ત્સકની પાસે એક જટિલ સર્જરી કરાવીને એના પેટમાંથી સોનાની ચેઈન સુરક્ષિત બહાર કાઢવામાં આવી!

3 તોલાનું મંગળસૂત્ર પણ બળદ ગળી ગયો (Bull Swallows Gold Chain)
ઘટના અનુસાર, વનપત ગામના રહેવાસી ખેડૂત શિવાજી બોરસેએ બૈલપોલા તહેવાર (Bailpola Festival) નિમિત્તે પોતાના બંને બળદો (Bulls)ની વિધિ-વિધાન પૂર્વક પૂજા કરી હતી અને એની સામે નૈવેદ્ય (Prasad)ની થાળી પણ મૂકી હતી. આ થાળીમાં 3 તોલાની સોનાની ચેઈન (Gold Chain) પણ મૂકેલી હતી. પૂજાની ઉતાવળમાં એક બુલ પ્રસાદની સાથે-સાથે સોનાની ચેઇન પણ ગળી ગયો! જો કે ખેડૂત પાસે બે બળદો હતા આથી સૌ મૂંઝવણમાં પડી ગયા કે બંનેમાંથી કયો બળદ આ કિમતી ઘરેણાને ગળી ગયો છે?
મૂંઝવણમાં પડી ગયેલા ખેડૂત શિવાજી બોરસે (Shivaji Borse)એ તરત જ પોતાના બંને સાથીઓને સાથે લઈને ચાલીસગાંવ સ્થિત સરકારી પશુ હોસ્પિટલ (Veterinary Hospital) તરફ પ્રયાણ કર્યું. જ્યાં ડૉક્ટરોએ આધુનિક મેડિકલ ટેકનિકની મદદથી બંને જાનવરોનો એક્સ રે કાઢ્યો. આ રિપોર્ટમાં તરત જ સ્પષ્ટ થઈ ગયું કે કયા બળદના પેટમાં સોનાની ચેઈન ફસાયેલી છે!

સફળ સર્જરી બાદ ચેઈન નીકળી અને અન્ય કચરો પણ! (Removed Gold Chain)
પાચન તંત્રમાં સોનાની ચેઇનનું પરફેક્ટ લોકેશન ખબર પડ્યા પછી ડૉક્ટરોની ટીમે અત્યંત સાવધાનીપૂર્વક અને કુશળતાથી ઑપરેશનનો પ્લાન તૈયાર કર્યો. 15 દિવસ સુધી સતત તપાસ કર્યા બાદ ડૉક્ટરોની ટીમે બળદના પેટની સફળ સર્જરી (Bull Surgery) કરી અને એના પેટમાં ફસાયેલી આશરે 3 તોલા જેટલી સોનાની ચેઇન કોઈ પણ નુકસાન કર્યા વિના સુરક્ષિત બહાર કાઢી દીધી!
નવાઇની વાત તો એ છે કે એના પેટમાંથી સર્જરી દરમિયાન ફક્ત સોનાની ચેઇન જ નહિં પણ બે ટેનિસ બૉલના આકારના પ્લાસ્ટિકના બૉલ, નાયલોનનો તાર અને એક-એક રુપિયાના બે સિક્કા પણ નીકળ્યાં!!
બળદની હાલત સ્થિર
કુશળ પ્લાનિંગ અને આધુનિક ચિકિત્સા ટેકનિકની મદદથી આ જટિલ ઑપરેશન પૂર્ણ રીતે સફળ રહ્યું. સર્જરી બાદ બળદ પૂર્ણ રીતે સ્વસ્થ અને સ્થિર સ્થિતિમાં છે. યોગ્ય સમયે સાચી તપાસ અને ડૉક્ટરોની કાબેલિયતના કારણે ખેડૂત શિવાજી બોરસેને મોટી રાહત મળી છે કારણ કે, એની કિમતી સોનાની ચેઈન તો મળી ગઈ અને એના પ્રિય પ્રાણી બળદનો જીવ પણ બચી ગયો!
આ પણ વાંચો :
આ પણ વાંચો :
આ પણ વાંચો :
