MANTAVYA Vishesh/ ગરબાના ગ્રાઉન્ડમાં VHPનો નિયમ કે સરકારનો કાયદો?

VHP Garba Guidelines: નવરાત્રી પહેલાં VHP અને બજરંગ દળની ગરબા આયોજકો માટે 12 મુદ્દાની ગાઈડલાઈન ચર્ચામાં છે. ગેરહિન્દુઓના પ્રવેશથી લઈને બાઉન્સર, કેટરિંગ, સાઉન્ડ અને અન્ય સ્ટાફ અંગેની શરતો વચ્ચે મોટો સવાલ..શું VHPની ગાઈડલાઈન કાયદેસર રીતે ફરજિયાત છે? સરકાર અને પોલીસના સત્તાવાર નિયમો શું કહે છે?

Gujarat Mantavya Vishesh
VHP Garba Guidelines: 12 મુદ્દાની ગરબા ગાઈડલાઈન: શું જનતા માનવા બંધાયેલી છે?

Mantavya Vishesh: નવરાત્રી હજુ શરૂ પણ નથી થઈ… પરંતુ ગરબાના ગ્રાઉન્ડમાં નિયમોની ગરમાગરમી શરૂ (VHP Garba Guidelines) થઈ ગઈ છે! એક તરફ સરકાર અને પોલીસની કાયદો-વ્યવસ્થાની જવાબદારી… અને બીજી તરફ VHP-બજરંગ દળની 12 મુદ્દાની ગાઈડલાઈન! ગરબા આયોજકોને શું કરવું, કોને પ્રવેશ આપવો, સુરક્ષા કેવી રાખવી અને ગરબા સાથે જોડાયેલા સ્ટાફ અંગે પણ સંગઠન દ્વારા સૂચનાઓ (Bajrang Dal Garba Rules) આપવામાં આવી છે. પરંતુ અહીંથી જ સૌથી મોટો સવાલ ઊભો થાય છે….આ સૂચનાઓ માત્ર સંગઠનની માંગ છે કે પછી ગરબા આયોજકો અને જનતા માટે ફરજિયાત નિયમ?

VHP Garba Guidelines: શું જનતા માનવા બંધાયેલી છે? કાયદો શું કહે છે?

VHPનું કહેવું છે કે નવરાત્રી ધાર્મિક આસ્થાનો પવિત્ર તહેવાર છે અને ગરબા સ્થળે સુરક્ષા તથા પવિત્રતા જળવાઈ રહેવી જોઈએ. એટલે ઓળખપત્રની તપાસ, છેડતી અને અયોગ્ય વીડિયોગ્રાફી સામે નજર અને અન્ય સુરક્ષા વ્યવસ્થા જેવી બાબતો પર ભાર મૂકાયો છે. પરંતુ સાથે જ ગેરહિન્દુઓના પ્રવેશ (Garba Entry Rules) અને ગરબા સાથે જોડાયેલા બાઉન્સર, કેટરિંગ, સાઉન્ડ સહિતના સ્ટાફ અંગે પણ ધાર્મિક ઓળખ આધારિત શરતોની વાત સામે આવી છે. અહીં સવાલ એ છે કે સુરક્ષા માટેના નિયમ અને કોઈ વ્યક્તિની ધાર્મિક ઓળખ આધારિત શરત….શું બંનેને એક જ રીતે જોઈ શકાય?

VHP Garba Guidelines: 12 મુદ્દાની ગરબા ગાઈડલાઈન: શું જનતા માનવા બંધાયેલી છે?
VHP Garba Guidelines: 12 મુદ્દાની ગરબા ગાઈડલાઈન: શું જનતા માનવા બંધાયેલી છે?

હવે આવો મૂળ વાત પર… સરકારના નિયમો શું (Garba Law Gujarat) કહે છે? કાયદો-વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ અને પ્રશાસનની છે. કોઈ ગરબા સ્થળે છેડતી થાય, ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય કે સુરક્ષાનો પ્રશ્ન ઊભો થાય તો કાર્યવાહી કાયદા મુજબ થાય છે. એટલે કોઈ વ્યક્તિ ગુનો કરે તો તેની સામે કાર્યવાહી થવી જોઈએ….પરંતુ માત્ર કોઈ સંગઠને પોતાની ગાઈડલાઈન જાહેર કરી છે એટલે તે આપમેળે સરકારી કાયદો બની જતી નથી. VHPની ગાઈડલાઈન અને સરકારનો સત્તાવાર નિયમ….બંને વચ્ચેનો આ ફરક સમજવો સૌથી જરૂરી છે.

VHP Garba Guidelines: 12 મુદ્દાની ગરબા ગાઈડલાઈન: શું જનતા માનવા બંધાયેલી છે?

અને એટલે જ હવે સવાલ માત્ર VHPને નહીં, પરંતુ સરકાર અને ગરબા આયોજકોને પણ છે. જો VHPની કોઈ શરત સરકારી નિયમો સાથે મેળ ખાતી હોય તો આયોજકો તેને વ્યવસ્થાના ભાગરૂપે અપનાવી શકે છે. પરંતુ જો કોઈ શરત કાયદા સાથે ટકરાય, તો અંતિમ ધોરણ સંગઠનની ગાઈડલાઈન નહીં, લાગુ પડતો કાયદો અને સત્તાવાર પ્રશાસનિક આદેશ રહેશે. જનતા VHPના દરેક સૂચનને કાયદેસર રીતે માનવા માટે બંધાયેલી છે એવું સીધું કહી શકાય નહીં.

તો આ નવરાત્રીમાં સૌથી મોટો સવાલ ગરબાના તાલનો નહીં… ‘નિયમ કોનો?’ એનો છે! VHP પોતાની વાત અને ચિંતાઓ સામે મૂકી શકે છે, આયોજકો પોતાની વ્યવસ્થા બનાવી શકે છે, પરંતુ જાહેર કાર્યક્રમમાં અંતે કઈ શરત લાગુ પડશે તે કાયદો, સત્તાવાર પરવાનગી અને પ્રશાસનની સત્તા નક્કી કરશે. એટલે નવરાત્રી પહેલાં હવે જોવાનું એ છે….VHPની ગાઈડલાઈન અને સરકારના કાયદા વચ્ચેની લક્ષ્મણરેખા ક્યાં ખેંચાય છે?


આ પણ વાંચો: ગુજરાતમાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી? અંબાલાલ પટેલે 26 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર સુધીનું અનુમાન આપ્યું

આ પણ વાંચો: ગરબા રમવા 2.04 લાખ? ફાલ્ગુની પાઠકના નવરાત્રી પાસના ભાવ જોઈ સોશિયલ મીડિયા પર મચ્યો હોબાળો

આ પણ વાંચો: કોંગ્રેસની ‘ચૌદશ’ જીતે તો નવરાત્રી પર અસર: હર્ષ સંઘવી