Gujarat Rain: હવામાન વિભાગે ચોમાસું વિદાય લેતા જ આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં 28 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.તે સાથે જ આજે સોમવારે (23 સપ્ટેમ્બર) નવસારી અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 25 સપ્ટેમ્બરે વલસાડ અને 26 સપ્ટેમ્બરે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવો જાણીએ કેવો વરસાદ પડશે.
આગામી બે દિવસ વરસાદની આગાહી
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં 24 સપ્ટેમ્બરે ભારે વરસાદ બાદ યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. જ્યારે 25 સપ્ટેમ્બરે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ બાદ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સુરત, તાપી, નવસારી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના સાત જિલ્લા અને સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે. ભારે વરસાદને કારણે નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને ભારે વરસાદને કારણે ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
27 સપ્ટેમ્બરે સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ સહિત અમદવાદા, આણંદ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે 28 સપ્ટેમ્બરે અમદાવાદ, આણંદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:રાજ્યમાં મેઘરાજાના વધુ એક રાઉન્ડ, આજે આ જીલ્લામાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો:નવરાત્રી પહેલા જ વરસાદની આગાહી, અહીં યલો એલર્ટ અપાયું
આ પણ વાંચો:રાજ્યમાં બફારાનો માહોલ, આગામી દિવસોમાં હળવા વરસાદની આગાહી
