Not Set/ CWG 2018 : ચોથા દિવસે ભારતે લગાવી ગોલ્ડન હૈટ્રિક, ટેબલ ટેનિસની ટીમે જીત્યો ગોલ્ડ મેડલ

ગોલ્ડ કોસ્ટ, ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ મેડલની હૈટ્રિક નોંધાવી છે. રવિવારે ભારતીય ખેલાડીઓ વેઇટલિફ્ટિંગ, શુટિંગ બાદ ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ સિદ્ધ કરવામાં સફળ રહ્યા છે. ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટની ફાઈનલ મેચમાં ભારતે સિંગાપુરની ટીમને ૩-૧થી હરાવી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો હતો. આમ ભારતે […]

Top Stories

ગોલ્ડ કોસ્ટ,

ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં રમાઈ રહેલા ૨૧માં કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે ભારતીય ખેલાડીઓએ ગોલ્ડ મેડલની હૈટ્રિક નોંધાવી છે. રવિવારે ભારતીય ખેલાડીઓ વેઇટલિફ્ટિંગ, શુટિંગ બાદ ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ સિદ્ધ કરવામાં સફળ રહ્યા છે. ટેબલ ટેનિસની ટીમ ઇવેન્ટની ફાઈનલ મેચમાં ભારતે સિંગાપુરની ટીમને ૩-૧થી હરાવી સુવર્ણ ચંદ્રક પોતાના નામે કર્યો હતો. આમ ભારતે કોમનવેલ્થ ગેમ્સના ચોથા દિવસે ૩ ગોલ્ડ, એક સિલ્વર અને ૨ બ્રોન્ઝ મેડલ સાથે કુલ ૬ મેડલ પોતાના નામે કર્યાં છે.

https://twitter.com/ioaindia/status/982952712365948928?s=20

આ પહેલા ભારતને ૧૬ વર્ષની મનુ ભાકેરે મહિલાઓની ૧૦ મીટર એયર રાઈફલમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જયારે રવિવારે પૂનમ યાદવે વેઇટલિફ્ટિંગની ૬૯ કિગ્રા કેટેગરીમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ સાથે ભારતના ખાતામાં વેઇટલિફ્ટિંગમાં પાંચ, શુટિંગમાં એક અને ટેબલ ટેનિસમાં એક મળીને કુલ ૭ ગોલ્ડ મેડલ આવ્યા છે.

આ પહેલા રવિવારે મનુ ભાકેર ઉપરાંત ૧૦ મીટર એયર રાઈફલમાં હિના સિધ્ધુએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ફાઈનલમાં મનુને ૨૪૦.૯ પોઈન્ટ મળ્યા હતા જયારે હિનાને ૨૩૪ પોઈન્ટ મળ્યા હતા. ભારતના નિશાનેબાજ રવિ કુમારે પણ શાનદાર પ્રદર્શન કરતા ૧૦ મીટર એયર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. રવિએ ફાઈનલ મુકાબલામાં ૨૨૪.૧ પોઈન્ટ હાંસલ કર્યાં હતા અને તે ત્રીજા સ્થાને રહ્યો હતો.

આ ઉપરાંત વેઇટલિફ્ટિંગની ૯૪ કિગ્રા કેટેગરીમાં વિકાસ ઠાકુરે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો.

આ સાથે ભારતના ખાતામાં કુલ ૧૨ મેડલ આવ્યા છે જેમાં ૭ ગોલ્ડ, ૨ સિલ્વર અને ૩ બ્રૉન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારત કુલ ૧૨ મેડલ સાથે પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોચ્યું છે. ભારત કરતા ઓસ્ટ્રેલિયા ૮૩ મેડલ સાથે પ્રથમ, ઈંગ્લેંડ ૪૫ મેડલ સાથે બીજા અને કેનેડા ૩૨ મેડલ સાથે ત્રીજા સ્થાને યથાવત છે.