Ahmedabad News: પનીર ખાતા ગ્રાહકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણ એટલે કે FSSAIએ દૂધમાંથી ન બનેલા પનીર (FSSAI Paneer Ban) જેવા વિકલ્પ પ્રોડક્ટ્સને ‘Paneer’ નામથી વેચવા, લેબલ કરવા અથવા માર્કેટિંગ કરવા સામે કડક નિયમ લાવવાનો ડ્રાફ્ટ પ્રસ્તાવ રજૂ કર્યો છે. આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ ગ્રાહકોને પ્રોડક્ટની સાચી રચના અને ગુણવત્તા અંગે ગેરમાર્ગે દોરાતા અટકાવવાનો છે.
FSSAIની 24 સપ્ટેમ્બર 2026ની સત્તાવાર નોટિફિકેશનમાં Food Safety and Standards (Prohibition and Restrictions on Sales) Amendment Regulations, 2026 અંગેનો ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. તેમાં ખાસ કરીને દૂધમાંથી ન બનેલા ઘટકો વડે તૈયાર કરવામાં આવતા પનીર (FSSAI Paneer Ban) જેવા પ્રોડક્ટ્સને ‘Paneer’ તરીકે રજૂ કરવા અંગે પ્રતિબંધનો પ્રસ્તાવ છે.

‘Paneer’ શબ્દના ઉપયોગ પર શું બદલાશે?
ડ્રાફ્ટ મુજબ, જે પ્રોડક્ટ્સ હાલ ‘Analogue in Dairy Context’ કેટેગરી હેઠળ લાઇસન્સ અથવા રજિસ્ટર્ડ છે, તેમને પોતાના પ્રોડક્ટના નામ, લેબલિંગ અથવા માર્કેટિંગમાં ‘Paneer’ શબ્દનો ઉપયોગ બંધ કરવો પડશે, જો નિયમ અંતિમ સ્વરૂપે અમલમાં આવે. એટલે કે, દૂધમાંથી બનેલા પરંપરાગત પનીર (FSSAI Paneer Ban) અને દૂધના વિકલ્પ તરીકે બનાવવામાં આવતા એનાલોગ પ્રોડક્ટ વચ્ચે ગ્રાહકને સ્પષ્ટ તફાવત દેખાય તે દિશામાં નિયમન લાવવાનો પ્રયાસ છે.
FSSAI Paneer Ban: એનાલોગ પનીર શું છે?
‘Analogue in Dairy Context’ એવા પ્રોડક્ટ્સ માટે વપરાતી કેટેગરી છે જે દેખાવ, ટેક્સચર અથવા ઉપયોગમાં ડેરી પ્રોડક્ટ જેવા હોઈ શકે છે, પરંતુ તેમાં દૂધમાંથી મળતા ઘટકોના બદલે અન્ય ઘટકોનો ઉપયોગ થઈ શકે છે. FSSAIના અગાઉના કન્સલ્ટેશન પેપરમાં ડેરી એનાલોગના સંદર્ભમાં રેસ્ટોરન્ટ અને ફૂડ સર્વિસ સેક્ટરને ગ્રાહકોને સ્પષ્ટ માહિતી આપવા માટે ‘Non-dairy’ અથવા ‘Analogue’ જેવા શબ્દોના ઉપયોગ અંગે સૂચનો કરવામાં આવ્યા હતા.
હોટલ અને રેસ્ટોરન્ટ માટે પણ મહત્વનો નિયમ
આ મુદ્દો માત્ર પેકેટમાં વેચાતા પ્રોડક્ટ સુધી મર્યાદિત નથી. FSSAIના એપ્રિલ 2026ના જાહેરનામામાં પણ ચીઝ એનાલોગને ‘Paneer’ તરીકે વેચવા અથવા વાનગીમાં તેનો ઉપયોગ કરીને મેનૂમાં તેને પનીર (FSSAI Paneer Ban) તરીકે દર્શાવવાનું નિયમવિરુદ્ધ ગણાવવામાં આવ્યું હતું. ફૂડ સર્વિસ સંસ્થાઓને આવતી કાચી સામગ્રીની ચકાસણી, ખરીદીના રેકોર્ડ જાળવવા અને જ્યાં ચીઝ એનાલોગનો ઉપયોગ થાય ત્યાં ગ્રાહકોને યોગ્ય માહિતી આપવા સૂચના આપવામાં આવી હતી.

FSSAI શા માટે આ પગલું લઈ રહ્યું છે?
FSSAIના જણાવ્યા અનુસાર, આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ ફૂડ લેબલિંગમાં પારદર્શિતા વધારવાનો અને ગ્રાહકોને પ્રોડક્ટની વાસ્તવિક પ્રકૃતિ તથા રચના અંગે યોગ્ય માહિતી આપવાનો છે. સરળ ભાષામાં કહીએ તો, ગ્રાહક જ્યારે ‘Paneer’ નામ જોઈને કોઈ પ્રોડક્ટ ખરીદે ત્યારે તે દૂધ આધારિત પનીર (FSSAI Paneer Ban) છે કે કોઈ વિકલ્પ પ્રોડક્ટ છે, તે અંગે ગેરસમજ ન રહે તે માટે નિયમ વધુ સ્પષ્ટ બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
શું આ નિયમ અત્યારે જ લાગુ થઈ ગયો છે?
ના. આ મુદ્દે સૌથી મહત્વની વાત એ છે કે હાલ આ ડ્રાફ્ટ પ્રસ્તાવ છે. FSSAIએ ડ્રાફ્ટ અંગે હિતધારકો અને સામાન્ય લોકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. સત્તાવાર PIB માહિતી મુજબ, ગેઝેટ નોટિફિકેશન જાહેર થયા બાદ 60 દિવસનો સમયગાળો પૂર્ણ થયા પછી મળેલા વાંધા-સૂચનોને ધ્યાનમાં લેવામાં આવશે. ત્યારબાદ નિયમને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે.
‘પનીર’ માટે હાલનું ધોરણ શું કહે છે?
FSSAIના હાલના ફૂડ સ્ટાન્ડર્ડમાં Chhana અથવા Paneerને ગાય અથવા ભેંસના દૂધ અથવા બંનેના સંયોજનમાંથી દૂધને જમાવીને તૈયાર થતી વસ્તુ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તેમાં દૂધના ઘટકો અંગે નિર્ધારિત ધોરણો પણ છે. આ કારણે નવા ડ્રાફ્ટનો ઉદ્દેશ ‘Paneer’ નામ અને દૂધ આધારિત પનીર (FSSAI Paneer Banv) વચ્ચેનું નિયમન વધુ સ્પષ્ટ બનાવવાનો છે.
ગ્રાહકો માટે તેનો શું અર્થ?
જો આ ડ્રાફ્ટ અંતિમ નિયમ તરીકે અમલમાં આવે તો ગ્રાહકોને પેકેટના નામ અને લેબલિંગ પરથી પ્રોડક્ટની ઓળખ કરવામાં વધુ સરળતા થઈ શકે છે. બીજી તરફ, એનાલોગ પ્રોડક્ટ બનાવતી કંપનીઓ અને ફૂડ બિઝનેસ માટે નામકરણ, લેબલિંગ અને માર્કેટિંગમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે. અંતિમ નિયમ જાહેર થયા બાદ જ તેની ચોક્કસ અમલ તારીખ અને તમામ વિગત સ્પષ્ટ થશે.
આ પણ વાંચો:દેશભરમાં સિન્થેટિક પનીર પર લાગશે પ્રતિબંધ! FSSAIનો મોટો નિર્ણય
આ પણ વાંચો:પનીરની ડિશમાં હવે ફેરફાર નહીં થાય, FSSAIએ લેબલ આપવાનું કર્યુ ફરજીયાત
આ પણ વાંચો:ફૂડ શોખીન માટે સુવર્ણ તક, FSSAI ફૂડ એનાલિસ્ટ પરીક્ષા 2025ની નોંધણી શરૂ….
