Jasdan News: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આંબરડી ગામમાં આવેલી જીવનશાળા હોસ્ટેલ (Jivanshala Hostel)માં ધોરણ-11માં અભ્યાસ કરતા 17 વર્ષીય વિદ્યાર્થીના મોતની કરૂણ ઘટના સામે આવી છે. વિદ્યાર્થી હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. બનાવની જાણ થતાં હોસ્ટેલ સંચાલકો તેમજ જસદણ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. મૃતક વિદ્યાર્થીની ઓળખ વિશાલ માનસુખભાઈ સોરાણી (ઉંમર 17 વર્ષ) તરીકે થઈ છે. તે મૂળ ચોટીલા તાલુકાના રાજપરા ગામનો રહેવાસી હતો અને આંબરડીની જીવનશાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતો હતો.
Jivanshala Hostelના રૂમમાં ઘટના બની
મળતી માહિતી મુજબ, વિદ્યાર્થી પોતાના હોસ્ટેલ (Jivanshala Hostel)ના રૂમમાં હતો ત્યારે આ કરૂણ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં હોસ્ટેલમાં ભારે ચકચાર મચી હતી. અન્ય વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં પણ શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. બનાવની જાણ થતાં જ જસદણ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓ સાથે ASP સહિતનો પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતદેહને PM માટે હોસ્પિટલ ખસેડાયો
પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. PM સહિતની કાયદેસરની કાર્યવાહી બાદ મોત અંગે વધુ વિગતો સામે આવવાની શક્યતા છે.
વિદ્યાર્થીએ કયા કારણોસર આ પગલું ભર્યું? તપાસ શરૂ
વિદ્યાર્થીના મોત પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટના અંગે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસ દ્વારા હોસ્ટેલ (Jivanshala Hostel)માં રહેતા અન્ય વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંચાલકો તેમજ પરિવારજનો પાસેથી જરૂરી માહિતી મેળવવામાં આવી રહી છે. વિદ્યાર્થીની છેલ્લી સ્થિતિ અને ઘટનાની પરિસ્થિતિ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
પરિવાર અને શાળા પરિવારમાં શોક
મૂળ ચોટીલા તાલુકાના રાજપરા ગામના રહેવાસી વિશાલના મોતના સમાચારથી પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે. બીજી તરફ આંબરડીની જીવનશાળા હોસ્ટેલ (Jivanshala Hostel) અને શાળા પરિવારમાં પણ કરૂણ માહોલ જોવા મળી રહ્યો છે. હાલ પોલીસની તપાસ પૂર્ણ થયા બાદ જ વિદ્યાર્થીના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ઘટનાને લઈને પોલીસ દ્વારા તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
આ પણ વાંચો:રાજકોટમાં મારવાડી યુનિવર્સિટીની હોસ્ટેલમાં વિદ્યાર્થિનીનું મોત, કારણ જાણવા પોલીસ તપાસ શરૂ
આ પણ વાંચો:રાજકોટમાં હૃદયદ્રાવક ઘટના! 15 વર્ષનો વિદ્યાર્થી ટ્યુશનથી પરત ફરતી વખતે મોતને ભેટ્યો
