Anand News/ આણંદ-બોરસદ રોડ પર બે બાઇક સામસામે અથડાઈ, 3 યુવકોના મોત

આણંદ-બોરસદ રોડ પર વાંસખીલીયા ગામની સીમમાં બે બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત (Anand Borsad Road Accident)માં 3 યુવાનોના મોત થયા છે, જ્યારે 3 ગંભીર રીતે ઘાયલ થયા છે. પોલીસે તપાસ શરૂ કરી.

Top Stories Gujarat Others Breaking News
Anand Borsad Road Accident: બે બાઇકની ટક્કરમાં 3 જિંદગી ખતમ, આણંદ-બોરસદ રોડ પર અરેરાટી

Anand News: આણંદ-બોરસદ રોડ પર વાંસખીલીયા ગામની સીમમાં બે બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માત (Anand Borsad Road Accident)માં ત્રણ યુવાનોના મોત થયા છે, જ્યારે અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને ટુ-વ્હીલર અથડાયા બાદ રોડ પર ફંગોળાઈ ગયા હતા અને બાઇકોને પણ ભારે નુકસાન થયું હતું.

મળતી માહિતી મુજબ, આ અકસ્માત નિજાનંદ રિસોર્ટ નજીક સર્જાયો હતો. બે બાઇક સામસામે અથડાતા તેમાં સવાર યુવાનો રોડ પર પટકાયા હતા. અકસ્માત (Anand Borsad Road Accident) બાદ આસપાસના લોકો અને ત્યાંથી પસાર થતા વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ પોલીસ અને એમ્બ્યુલન્સને કરવામાં આવી હતી.

Anand Borsad Road Accident
Anand Borsad Road Accident

ત્રણ યુવાનોના મોત

અકસ્મતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા નાપા વાંટા ગામના 19 વર્ષીય અરમાન રફીક રાણા, સમીર રાજેશ રાણા તેમજ બોરસદના અંસાર ઝુબેર બેલીમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. સારવાર દરમિયાન ત્રણેયના મોત થયાનું સામે આવ્યું છે. એક જ અકસ્માતમાં ત્રણ યુવાનોના મોત થતાં નાપા વાંટા, બોરસદ સહિત આસપાસના વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ છે. મૃતકોના પરિવારજનોને અકસ્માતની જાણ થતાં તેઓ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.

Anand Borsad Road Accident
Anand Borsad Road Accident

ત્રણ યુવાનો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

આ અકસ્માતમાં અન્ય ત્રણ યુવાનોને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોમાં નાપા વાંટાના તનવીર રાણા તેમજ બોરસદના અસલમખાન અને ઝુબેર કાઝીનો સમાવેશ થાય છે. ઈજાગ્રસ્તોને અકસ્માત બાદ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને તેમને કરમસદ સ્થિત મેડિકલ કોલેજ અને આણંદની જનરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

Anand Borsad Road Accident
Anand Borsad Road Accident

હોસ્પિટલમાં ગમગીન માહોલ

અકસ્માતની જાણ થતાં મૃતકો અને ઈજાગ્રસ્તોના પરિવારજનો તથા સગા-સંબંધીઓ મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં ગમગીન માહોલ જોવા મળ્યો હતો.

પોલીસે તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં આણંદ ગ્રામ્ય પોલીસ (Anand Rural Police)ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માત કયા સંજોગોમાં સર્જાયો અને બંને બાઇક વચ્ચે ટક્કર કેવી રીતે થઈ તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.

હાલ અકસ્માતના ચોક્કસ કારણ અંગે પોલીસ તપાસ ચાલી રહી છે. તપાસ બાદ જ અકસ્માત પાછળના સમગ્ર સંજોગો સ્પષ્ટ થશે.


આ પણ વાંચો: આણંદમાં નશાની હાલતમાં PI ઝડપાયા, બેફામ કાર હંકારી અનેક અકસ્માત સર્જ્યાનો આરોપ

આ પણ વાંચો: આણંદ-તારાપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, 4 શ્રમિકોના કમકમાટીભર્યા મોત

આ પણ વાંચો: આણંદ-તારાપુર હાઇવે પર ભયાનક અકસ્માત, ત્રણના કરુણ મોત