auto and tech/ Harvard ની ચોંકાવનારી સ્ટડી, વિદ્યાર્થીઓએ બમણી ઝડપે શીખ્યું!

હાર્વર્ડની સ્ટડીમાં (AI) ટ્યુટર અને શિક્ષકોની દેખરેખ હેઠળ ભણતા 194 વિદ્યાર્થીઓની સરખામણી કરવામાં આવી. શરૂઆતના પરિણામોમાં (AI) ટ્યુટરથી વિદ્યાર્થીઓએ લગભગ બમણી ઝડપે શીખ્યું હોવાનું સામે આવ્યું.

Tech & Auto

Auto & Tech: AI Tutor vs Teachers ની ચર્ચા હાલમાં શિક્ષણ ક્ષેત્રમાં ઝડપથી વધી રહી છે. ChatGPT, Gemini જેવા જનરેટિવ AI ઉપરાંત હવે ખાસ વિદ્યાર્થીઓ માટે ડિઝાઇન કરાયેલા( AI )ટ્યુટર્સ પણ ઉપલબ્ધ છે. આવી સ્થિતિમાં સવાલ ઉઠી રહ્યો છે કે શું ભવિષ્યમાં AI શિક્ષકોનું સ્થાન લઈ શકે છે?

હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ AI ટ્યુટર અને વિદ્યાર્થીઓના લર્નિંગને લઈને એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં 194 વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા હતા. શરૂઆતના વિશ્લેષણમાં AI ટ્યુટરનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓએ શિક્ષકની દેખરેખ હેઠળની એક્ટિવ લર્નિંગ ક્લાસની સરખામણીએ લગભગ  (બમણી ઝડપે શીખ્યું ) હોવાનું સામે આવ્યું હતું.

AI ટ્યુટર સાથે વિદ્યાર્થીઓએ કેવી રીતે અભ્યાસ કર્યો?

AI Tutor vs Teachers: હાર્વર્ડની સ્ટડીમાં 2 ગણા ઝડપી લર્નિંગનો ખુલાસો
AI Tutor vs Teachers: હાર્વર્ડની સ્ટડીમાં 2 ગણા ઝડપી લર્નિંગનો ખુલાસો

આ અભ્યાસમાં હાર્વર્ડના (Physical Sciences 2) કોર્સના 194 વિદ્યાર્થીઓ સામેલ થયા હતા. વિદ્યાર્થીઓને બે અલગ પ્રકારની લર્નિંગ પદ્ધતિમાંથી પસાર કરવામાં આવ્યા હતા.

એક જૂથે શિક્ષક ની દેખરેખ હેઠળ એક્ટિવ લર્નિંગ ક્લાસમાં ભાગ લીધો, જ્યારે બીજા જૂથે ઘરે AI ટ્યુટર સાથે અભ્યાસ કર્યો. ત્યારબાદ બંને જૂથોએ આગળના અઠવાડિયામાં પોતાની લર્નિંગ પદ્ધતિ બદલી હતી.

સંશોધકોએ વિદ્યાર્થીઓની સમજ અને પ્રગતિ માપવા માટે (Pre-Test અને Post-Test)નો ઉપયોગ કર્યો. આ ઉપરાંત વિદ્યાર્થીઓના જોડાણ, પ્રેરણા, અભ્યાસમાં રસ અને Growth Mindset અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી હતી.

AI Tutor vs Teachersમાં AI ટ્યુટરથી શું ફાયદો થયો?

AI Tutor vs Teachers: હાર્વર્ડની સ્ટડીમાં 2 ગણા ઝડપી લર્નિંગનો ખુલાસો
AI Tutor vs Teachers: હાર્વર્ડની સ્ટડીમાં 2 ગણા ઝડપી લર્નિંગનો ખુલાસો

અભ્યાસના શરૂઆતના વિશ્લેષણમાં AI ટ્યુટરનો ઉપયોગ કરનારા વિદ્યાર્થીઓમાં કેટલાક મહત્વપૂર્ણ તફાવતો જોવા મળ્યા.

1. લગભગ બમણી ઝડપે લર્નિંગ

AI ટ્યુટર સાથે અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓએ પરંપરાગત એક્ટિવ લર્નિંગ ક્લાસની સરખામણીએ લગભગ બમણી ઝડપે અને વધુ ઊંડાણપૂર્વક શીખ્યું હોવાનું શરૂઆતના પરિણામોમાં સામે આવ્યું.

2. વિદ્યાર્થીઓનું જોડાણ વધ્યું

AI ટ્યુટરનો ઉપયોગ કરતી વખતે વિદ્યાર્થીઓએ વધુ (Engagement અને Motivation) અનુભવ્યા હોવાનું સંશોધનમાં નોંધાયું. AI વિદ્યાર્થીની ગતિ પ્રમાણે જવાબ આપી શકે છે અને કોઈ ચોક્કસ વિષય સમજવામાં મુશ્કેલી પડે તો ફરીથી સમજાવી શકે છે.

3. 24×7 મદદ ઉપલબ્ધ

શિક્ષકની જેમ AI ટ્યુટર માટે કોઈ નિશ્ચિત ક્લાસરૂમ સમયની જરૂર નથી. વિદ્યાર્થી પોતાની અનુકૂળતા પ્રમાણે પ્રશ્ન પૂછી શકે છે અને તરત જવાબ મેળવી શકે છે. આ સુવિધા ખાસ કરીને મુશ્કેલ કોન્સેપ્ટને વારંવાર સમજવા માટે ઉપયોગી બની શકે છે.

શું AI શિક્ષકોની નોકરી લઈ લેશે?

AI Tutor vs Teachers: હાર્વર્ડની સ્ટડીમાં 2 ગણા ઝડપી લર્નિંગનો ખુલાસો
AI Tutor vs Teachers: હાર્વર્ડની સ્ટડીમાં 2 ગણા ઝડપી લર્નિંગનો ખુલાસો

AI Tutor vs Teachers ની ચર્ચાનો સૌથી મોટો સવાલ એ જ છે કે શું (AI) ભવિષ્યમાં શિક્ષકોનું સ્થાન લઈ શકે છે? હાર્વર્ડના સંશોધકોના જણાવ્યા મુજબ AI ટ્યુટરનો હેતુ શિક્ષકોને રિપ્લેસ કરવાનો નહીં, પરંતુ તેમની મદદ કરવાનો છે.

AI ટ્યુટર વિદ્યાર્થીઓને કોન્સેપ્ટ સમજાવવા, પ્રશ્નોના જવાબ આપવા અને વ્યક્તિગત અભ્યાસમાં મદદ કરી શકે છે. બીજી તરફ શિક્ષકો ક્લાસરૂમમાં મુશ્કેલ પ્રશ્નોના ઉકેલ, પ્રોજેક્ટ, ગ્રુપ ડિસ્કશન અને પ્રેક્ટિકલ પ્રવૃત્તિઓ પર વધુ ધ્યાન આપી શકે છે.

AI ટ્યુટર શિક્ષક દ્વારા તૈયાર કરવામાં આવેલા જ્ઞાન અને સૂચનાઓના આધારે કામ કરે છે. પરંતુ શિક્ષકની ભૂમિકા માત્ર માહિતી આપવાની નથી. વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવું, તેમની મુશ્કેલી સમજવી, યોગ્ય માર્ગદર્શન આપવું અને માનવીય જોડાણ જાળવી રાખવું પણ શિક્ષણનો મહત્વનો ભાગ છે.

AI શિક્ષણ માટે તક પણ છે અને પડકાર પણ

AI Tutor vs Teachers: હાર્વર્ડની સ્ટડીમાં 2 ગણા ઝડપી લર્નિંગનો ખુલાસો
AI Tutor vs Teachers: હાર્વર્ડની સ્ટડીમાં 2 ગણા ઝડપી લર્નિંગનો ખુલાસો

હાર્વર્ડના સંશોધકોના જણાવ્યા મુજબ AIનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તેના આધારે તે લર્નિંગને મજબૂત પણ બનાવી શકે છે અને નબળું પણ કરી શકે છે. જો વિદ્યાર્થી દરેક પ્રશ્નનો જવાબ મેળવવા માટે AI પર સંપૂર્ણ નિર્ભર થઈ જાય તો તેની (Critical Thinking) પર અસર થઈ શકે છે.

તેથી AIનો ઉપયોગ વિદ્યાર્થીઓને વિચારવાનું બંધ કરાવવા માટે નહીં પરંતુ તેમને વધુ સારી રીતે વિચારવામાં મદદ કરવા માટે થવો જોઈએ. શિક્ષકો AIનો ઉપયોગ એક સહાયક સાધન તરીકે કરે તો ક્લાસરૂમમાં વ્યક્તિગત લર્નિંગ અને ચર્ચા માટે વધુ સમય મળી શકે છે.

AI અને શિક્ષક સાથે મળીને શિક્ષણનું નવું મોડલ

AI Tutor vs Teachers ને માત્ર AI અને શિક્ષક વચ્ચેની સ્પર્ધા તરીકે જોવાને બદલે બંનેની ભૂમિકાને અલગ રીતે સમજવી જરૂરી છે. AI ઝડપી માહિતી, વ્યક્તિગત પ્રેક્ટિસ અને (24×7) સહાય આપી શકે છે, જ્યારે શિક્ષક વિદ્યાર્થીઓના માનવીય અને શૈક્ષણિક વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

હાર્વર્ડના આ અભ્યાસના શરૂઆતના પરિણામો AI આધારિત શિક્ષણની સંભાવનાઓ દર્શાવે છે, પરંતુ તેના આધારે શિક્ષકોની નોકરીઓ સમાપ્ત થઈ જશે એવો નિષ્કર્ષ કાઢવો યોગ્ય નથી. AI શિક્ષણ પદ્ધતિને બદલી શકે છે, પરંતુ તેનો ઉપયોગ કેવી રીતે અને ક્યાં કરવામાં આવે છે તે વધુ મહત્વનું રહેશે.


આ પણ વાંચો:National Technology Day: વિજ્ઞાન અને ટેકનોલોજી રાષ્ટ્રની પ્રગતિની ચાવી છે: પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ

આ પણ વાંચો:અમેરિકા લાવી રહ્યું છે ‘AI ફોર્સ’: ગ્લોબલ AI રેસમાં ચીનને માત આપવા ડોનાલ્ડ ટ્રમ્પનો માસ્ટરપ્લાન

આ પણ વાંચો:પેટ્રોલનો ખર્ચ થશે અડધો: Volvo ની નવી પ્લગ-ઇન હાઇબ્રિડ SUV આપશે 200 KM ની ઇલેક્ટ્રિક રેન્જ