jammu news/ કઠુઆમાં CISF જવાને સાથીઓ પર ગોળી ચલાવી, આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 4 જવાનના મોત

કઠુઆના બસોહલી કેમ્પમાં CISF જવાને સાથીઓ પર ગોળીબાર કરતાં 4 જવાનના મોત, આરોપી હેડ કોન્સ્ટેબલની ધરપકડ.

Breaking News India
CISF

Jammu News: જમ્મુ-કાશ્મીરના કઠુઆ સ્થિત બસોહલી કેમ્પમાં CISF જવાને પોતાના સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ સહિત 4 જવાન મોત થયા છે. કઠુઆ પોલીસે આરોપી જવાનની ધરપકડ કરી લીધી છે.

બસોહલી  CISF  કેમ્પમાં ફાયરિંગ

જમ્મુ-કાશ્મીરના કઠુઆ (Kathua) સ્થિત બસોહલી કેમ્પમાં સીઆઈએસએફ જવાને પોતાના સાથીઓ પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગ (Firing)માં 4 સીઆઈએસએફ જવાનોના મોત થયા છે. મૃત્યુ પામેલાઓમાં એક આસિસ્ટન્ટ કમાન્ડન્ટ પણ સામેલ છે.

શહીદ જવાનોની ઓળખ

શહીદ જવાનોની ઓળખ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (Assistant Commandant) અંકિત કુમાર પાંડે, એસઆઈ લક્ષ્મણ સિંહ, કોન્સ્ટેબલ રફીક અહમદ અને કોન્સ્ટેબલ સંદીપ કુમાર તરીકે થઈ છે. આ જવાનો હિમાચલ પ્રદેશની સરહદને અડીને આવેલા બસોહલી (Basohli)ના મશકા ગામમાં સેવા-III પાવર પ્રોજેક્ટની સુરક્ષામાં તૈનાત હતા.

વિવાદ બાદ અંધાધૂંધ ફાયરિંગ

કોઈ વાતને લઈને બે જવાનો વચ્ચે વિવાદ થયો હતો. આ દરમિયાન તેમાંથી એક જવાને અંધાધૂંધ ફાયરિંગ કરી દીધું હતું. કઠુઆ પોલીસ (Police)એ આરોપી જવાનની ધરપકડ કરી લીધી છે. સીઆઈએસએફના વરિષ્ઠ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

આરોપી પાસે AK-47 અને 150 રાઉન્ડ ગોળીઓ હતી

સૂત્રોના જણાવ્યા અનુસાર, આરોપી હેડ કોન્સ્ટેબલ અવધેશ કુમાર સિંહે ઑફિસના પરિસરમાં ઘૂસીને પોતાની સરકારી AK-47 રાઇફલથી અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. તેની પાસે 150 રાઉન્ડ ગોળીઓ હતી. તમામ સુરક્ષા દળોના જવાનો વચ્ચે અંદરો-અંદર ઝઘડા અને વિવાદોને કારણે અવારનવાર ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે.

12 વર્ષથી બંધ પ્રોજેક્ટની સુરક્ષામાં હતા તૈનાત

જે જગ્યાએ જવાનોની તૈનાતી હતી, તે સેવા-3 પ્રોજેક્ટ બસોહલી તહસીલમાં રાવી નદી (Ravi River) પર બનેલો છે. તેને 1993માં શરૂ કરવામાં આવ્યો હતો. 2013ના પૂર (Flood) દરમિયાન તેનો 300 મીટર લાંબો હિસ્સો તણાઈ ગયો હતો. ત્યારથી આ પ્રોજેક્ટ સંપૂર્ણપણે બંધ છે.


આ પણ વાંચો: દિલ્હી મેટ્રોમાં સીઆઈએસએફ જવાન સાથે મુસાફરોની ઝપાઝપી, યુવતીના ફોટા લેવાનો આરોપ

આ પણ વાંચો: એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરનો હંગામો: વિન્ડો પર મુક્કા મારી નુકસાન પહોંચાડ્યું, CISFએ ઝડપી લીધો

આ પણ વાંચો: રાષ્ટ્રની સુરક્ષામાંસીઆઈએસએફ નું કેટલું યોગદાન? જાણીએ…આ વર્ષની વિશેષ થીમ, મહત્વ અને ઇતિહાસ અંગે…