Food Recipe: હરિયાળી પનીર ચીલા (Hariyali Paneer Cheela)…જે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગવા ઉપરાંત હૅલ્થ માટે પણ ફાયદાકારક છે. એને બનાવવાનું અત્યંત સરળ છે.
વીક એન્ડના દિવસોમાં લોકો સવારે કંઇક એવું ખાવા ઈચ્છતા હોય છે જે સ્વાદિષ્ટ પણ હોય અને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ! આ માટે લોકો ઘણા વિકલ્પોની શોધ કરતા હોય છે અને કંઇ સમજમાં ન આવે તો એ જ બેસન, સોજીના ચીલા (Suji Cheela, Besan Cheela) બનાવી લે છે. પણ આ વખતે અમે તમારા માટે એક એવા ચીલાની રેસિપી લઇને આવ્યા છીએ જે સ્વાદિષ્ટ હોવા ઉપરાંત સ્વાસ્થ્યવર્ધક પણ હોય! અહિં વાત થઈ રહી છે હરિયાળી પનીર ચીલાની…જે ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગવા ઉપરાંત હૅલ્થ માટે પણ ફાયદાકારક છે. એને બનાવવાનું અત્યંત સરળ છે. આ વાનગી (Recipe) (Hariyali Paneer Cheela) બનાવવા માટે તમને મગની દાળ, ચોખા અને મગફળી ઉપરાંત પનીરની આવશ્યકતા રહેશે.
શી રીતે બનાવશો હરિયાળી પનીર ચીલા? (Hariyali Paneer Cheela Recipe)
હરિયાળી પનીર ચીલા (Hariyali Paneer Cheela) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

બેટર બનાવવાની સામગ્રી
1 કપ લીલી ફોતરાવાળી મગની દાળ
2 ચમચી ચોખા
2-3 ચમચી સીંગદાણા
1 કપ પાલખ અથવા કોથમીર
2 લીલા મરચાં
1 નાનો ટુકડો આદુ
સ્વાદાનુસાર મીઠું
1 ચપટી હીંગ
સ્ટફિંગ માટે
1 કપ પનીર (ઝીણું સમારેલું કે છીણેલું)
અડધો કપ ઝીણી સમારેલી ડુંગળી
પા કપ ઝીણા સમારેલા કેપ્સિકમ
અડધી ચમચી શેકેલો જીરા પાવડર
અડધી ચમચી ચાટ મસાલો
2 ચમચી બારીક સમારેલી કોથમીર
તેલ અથવા ઘી જરુર મુજબ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ મગની દાળ, ચોખા અને મગફળી (Moong Dal, Rice, Peanuts)ને ધોઇને 4-5 કલાક માટે પાણીમાં પલાળી રાખવા.
2. ત્યાર બાદ પાણીમાંથી બહાર કાઢીને મિક્સરમાં પીસી લેવા. એમાં પાલખ (Spinach), લીલા મરચાં, આદુ, હીંગ, મીઠું અને થોડું પાણી મિક્સ કરીને સ્મૂધ બેટર બનાવી લેવું.
3. પાલખના લીધે એમાં સરસ હરિયાળો રંગ આવશે!
4. હવે વારો છે પનીરનું સ્ટફિંગ (Paneer Stuffing) બનાવવાનો! એ માટે પનીર, ડુંગળી, કેપ્સિકમ, શેકેલો જીરા પાવડર, ચાટ મસાલો અને સ્વાદાનુસાર મીઠું ઉમેરો. તમારું સ્વાદિષ્ટ પનીરનું સ્ટફિંગ રેડી છે.
5. હવે એક નૉન-સ્ટિક તવાને મધ્યમ તાપે ગરમ કરો અને તેલથી ગ્રીસ કરી લો.
6. તવો ગરમ થાય એટલે એક મોટો ચમચો ભરીને બેટર ઉમેરો અને ઢોંસા (Dosa)ની જેમ ગોળ ફરતા ફેલાવો.
7. ચીલાની કિનારીઓ પર થોડું ઘી કે તેલ લગાવીને શેકી લો.
8. નીચેની સાઇડ હળવી સોનેરી અને ક્રિસ્પી બને પછી વચ્ચે તૈયાર સ્ટફિંગને ફેલાવો. ચીલાને બંને તરફથી વાળીને ગરમાગરમ સર્વ કરો.
તો તૈયાર છે તમારા હરિયાળી પનીર ચીલા (Hariyali Paneer Cheela)…જેને તમે વીક એન્ડની સવારે મજાથી બ્રેકફાસ્ટ અને લંચ એકસાથે અર્થાત્ બ્રન્ચ (Brunch)ની જેમ આરોગી શકો છો!
આ પણ વાંચો: પ્રોટીન લવર્સ માટે એક સ્પેશ્યલ હાઈ-પ્રોટીન સ્નેક…ચણા, મગફળી અને પનીરની ખાસ રેસિપી!
આ પણ વાંચો: બનાવો સૌની પસંદની રેસિપી…ઢાબા સ્ટાઇલ કડાઈ પનીર…એ જ મજાનો સ્વાદ ઘરે બેઠા..!
આ પણ વાંચો: સાંજના નાસ્તામાં બનાવો દહીં પનીર સેન્ડવિચ…પ્રોટિન તથા પ્રોબાયોટિક્સથી ભરપૂર રેસિપી…
