New Delhi/ PM મોદી-ટ્રમ્પની ફોન પર વાતચીત: ભારત-અમેરિકા ભાગીદારી આગળ વધારવા ચર્ચા

PM મોદી અને ટ્રમ્પ વચ્ચે ટેલિફોનિક વાતચિત

India Breaking News
PM

New Delhi : વડાપ્રધાન (PM)નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે ફોન પર વાતચીત થઈ. PM મોદી અને ટ્રમ્પએ આ વાતચીતને ઉત્પાદક ગણાવી હતી. બંને નેતાઓએ ભારત-અમેરિકા દ્વિપક્ષીય સહયોગની સમીક્ષા કરી. તેમાં વેપાર, સંરક્ષણ, ઊર્જા અને મહત્વપૂર્ણ ટેક્નોલોજી સહિતના ક્ષેત્રોનો સમાવેશ થયો હતો.

PM અને ટ્રમ્પે બંને દેશો વચ્ચે ભાગીદારી વધારવા કરી ચર્ચા

વાતચીત દરમિયાન India US Partnershipને વધુ આગળ વધારવા માટે સતત સંપર્ક જાળવી રાખવા બંને નેતાઓએ સહમતિ દર્શાવી. મોદીએ જણાવ્યું કે બંને દેશોની વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવા માટે નજીકનો સંપર્ક જાળવવામાં આવશે.

પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા

બંને નેતાઓએ પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વિકાસ અંગે પણ વિચારોનું આદાનપ્રદાન કર્યું. ખાસ કરીને વૈશ્વિક શાંતિ અને સુરક્ષાને આગળ વધારવા ચાલી રહેલા પ્રયાસો અંગે ચર્ચા થઈ હોવાનું જણાવાયું છે.

2026માં ચોથી વખત ફોન પર વાતચીત

આ વાતચીત 2026માં મોદી અને ટ્રમ્પ વચ્ચેની ચોથી ફોન વાતચીત હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. અગાઉ 2 ફેબ્રુઆરી, 24 માર્ચ અને 14 એપ્રિલે બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી. જૂનમાં બંને નેતાઓની G7 સમિટ દરમિયાન મુલાકાત થવાની હતી, જોકે તે બેઠક થઈ શકી નહોતી.

બંને દેશો વચ્ચે વેપાર અને અન્ય વ્યૂહાત્મક ક્ષેત્રોને લઈને ચર્ચાઓ ચાલુ હોવાના સંદર્ભમાં આ ફોન વાતચીત થઈ છે. તાજેતરની વાતચીતમાં બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને વૈશ્વિક મુદ્દાઓ અંગે સંપર્ક જાળવી રાખવા પર ભાર મૂક્યો છે.


આ પણ વાંચો: કોનું કામ બોલશે, કોના પર સવાલ? MODI એ બોલાવ્યો મંત્રીઓનો ‘ક્લાસ’

આ પણ વાંચો: 12 વર્ષ પૂર્ણ થતાં પીએમ Modiની ભાવુક પોસ્ટ- ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે’

આ પણ વાંચો: NEET પરીક્ષાના પેપરો વિમાનો દ્વારા મોકલાશે, સુરક્ષા વ્યવસ્થા પર PM Modi ની સીધી નજર