Surat News: સુરત પોલીસે નશીલા પદાર્થો સામેની કાર્યવાહી દરમિયાન પુણા વિસ્તારમાંથી એક યુવકને 3.26 ગ્રામ મેફેડ્રોન (Surat MD Drug Case) સાથે ઝડપી પાડ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, આરોપી નાસ્તાની લારી ચલાવે છે અને તેની પાસેથી ડ્રગ્સ ઉપરાંત ડિજિટલ વજનકાંટો, મોબાઇલ અને રોકડ સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો.
પોલીસના (Pune Police Surat) જણાવ્યા મુજબ, બાતમીના આધારે પુણા પોલીસની ટીમે ન્યુ એપીએમસી ફ્રુટ માર્કેટ નજીક વોચ ગોઠવી હતી. આ દરમિયાન શંકાસ્પદ રીતે મોપેડ પર પસાર થતા યુવકને રોકીને તપાસ કરવામાં આવી હતી.
Surat MD Drug Case: પેન્ટના ખિસ્સામાંથી MD મળી આવ્યું
પોલીસના જણાવ્યા પ્રમાણે, પકડાયેલા યુવકની ઓળખ મોહંમદ રેહાન જમીલ અહમદ અંસારી, ઉંમર 28 વર્ષ, તરીકે થઈ છે. તે ભાઠેના વિસ્તારમાં રહે છે અને નાસ્તાની લારી ચલાવે છે.અંગઝડતી દરમિયાન તેના પેન્ટના ખિસ્સામાંથી પારદર્શક બેગમાં સફેદ-પીળા રંગનો પાવડર મળી (Drug Raid Surat) આવ્યો હતો. મોપેડની ડીકીમાંથી ડિજિટલ વજનકાંટો, મોબાઇલ ફોન, રોકડ રૂ.300 અને ઓળખપત્ર પણ મળ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે.
FSLના પ્રાથમિક પરીક્ષણમાં મેફેડ્રોન હોવાનું જણાવાયું
પોલીસે ઘટનાસ્થળે FSL ટીમને બોલાવી હતી. પ્રાથમિક પરીક્ષણમાં મળી આવેલો પાવડર મેફેડ્રોન હોવાનું સામે આવ્યું હોવાનો પોલીસનો દાવો છે.વજન કરતાં કુલ 3.26 ગ્રામ જથ્થો મળ્યો હતો, જેની કિંમત આશરે રૂ.9,780 હોવાનું પોલીસે જણાવ્યું છે. ડ્રગ્સ, મોપેડ, મોબાઇલ અને અન્ય સામાન સહિત કુલ રૂ.70,180નો મુદ્દામાલ કબજે કરવામાં (Drug Seizure Surat) આવ્યો છે.

સપ્લાયર અંગે પણ તપાસ
પોલીસ પૂછપરછમાં આરોપીએ આ જથ્થો નવસારી બજાર વિસ્તારમાં ‘નદીમ’ નામના શખસ પાસેથી મેળવ્યો હોવાની માહિતી આપી હોવાનું જણાવાયું છે. આ માહિતીના આધારે પોલીસે કથિત સપ્લાયરની શોધખોળ શરૂ કરી છે.આ મામલે પુણા પોલીસે NDPS Act હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
2024ના ડ્રગ્સ કેસમાં પણ નામ આવ્યું હતું
પોલીસના વર્તમાન દાવા મુજબ, રેહાનનું નામ અગાઉ 2024માં સુરત SOG દ્વારા કરવામાં આવેલી MD ડ્રગ્સની કાર્યવાહી દરમિયાન પણ સામે આવ્યું હતું. તે કેસમાં રાજસ્થાનથી સુરત લાવવામાં આવેલા આશરે 354.91 ગ્રામ MD, જેની કિંમત રૂ.35.49 લાખ હતી, તે અંગે તપાસ થઈ હતી. અહેવાલ મુજબ, રેહાનને તે કેસમાં ઓગસ્ટ 2024માં ઝડપી પાડવામાં આવ્યો હતો.હાલના કેસમાં પોલીસ આરોપી પાસેથી મળેલા પદાર્થના સ્ત્રોત, સપ્લાયર અને અન્ય સંભવિત કડીઓ અંગે તપાસ કરી રહી છે.
આરોપી સામેના આક્ષેપો પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી અને નોંધાયેલા કેસ પર આધારિત છે. કેસની અંતિમ હકીકત કોર્ટની કાર્યવાહી બાદ નક્કી થશે.
આ સમાચાર પણ વાંચો:
ગુજરાત ATS અને ભારતીય તટરક્ષક દળ (ICG)એ અરબ સાગરમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ તસ્કરીના નેટવર્ક સામે મોટી કાર્યવાહી કરી છે. 25 સપ્ટેમ્બરે લક્ષદ્વીપની પશ્ચિમે મધ્ય સમુદ્રમાં શંકાસ્પદ ઈરાની બોટને અટકાવી 526 કિલો હાઈ-ગ્રેડ નશીલા પદાર્થો જપ્ત કરવામાં આવ્યા હતા. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જથ્થાની કિંમત ₹3,000 કરોડથી વધુ હોવાનો અંદાજ છે. ઓપરેશન દરમિયાન બોટમાં સવાર 5 પાકિસ્તાની નાગરિકોની ધરપકડ કરવામાં આવી છે.
ગુજરાત ATSને દરિયાઈ માર્ગે મોટા પ્રમાણમાં ડ્રગ્સની હેરાફેરી થવાની બાતમી મળી હતી. માહિતી મળ્યા બાદ ભારતીય તટરક્ષક દળે અરબ સાગરમાં જહાજો તેમજ સર્વેલન્સ વિમાનોની મદદથી શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવાનું શરૂ કર્યું હતું. સઘન સર્વેલન્સ દરમિયાન 25 સપ્ટેમ્બરે અરબ સાગરમાં એક શંકાસ્પદ ઈરાની બોટ નજરે પડી હતી. કોસ્ટ ગાર્ડના જહાજે બોટનો પીછો શરૂ કરી હોટ પર્સ્યુટ હાથ ધર્યું હતું. દરિયાની વચ્ચે બોટને ઘેરી લીધા બાદ કમાન્ડોએ બોટ પર ચઢીને તેની તલાશી લીધી હતી.(સંપૂર્ણ સમાચાર વાંચો)
આ પણ વાંચો: ડ્રગ્સ સામે પોલીસની કાર્યવાહી, બે કેસમાં 2 આરોપી ઝડપાયા
આ પણ વાંચો: ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારી 40 હજારની લાંચ લેતા ઝડપાયા
આ પણ વાંચો: અમદાવાદના દાણીલીમડામાં 76 ગ્રામથી વધુ એમડી ડ્રગ્સ ઝડપાયું, બે પેડલરની ધરપકડ
