Gandhinagar News/ ‘Invitation Card’ની APK ફાઇલ ખોલવી પડી ભારે, ગાંધીનગરમાં વેપારીના રૂ.6.18 લાખ સેરવાયા

Invitation Card Scam: કલોલના છત્રાલના લોટના હોલસેલ વેપારીને વોટ્સએપ પર Invitation Card અને APK ફાઇલ મોકલી ફોન હેક કર્યાનો આક્ષેપ છે. બે દિવસમાં બેંક ખાતામાંથી રૂ.6.18 લાખ સેરવાયા.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Invitation Card Scam: APK ફાઇલથી વેપારીના રૂ.6.18 લાખ સેરવાયા

Gandhinagar News: ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છત્રાલ ગામમાં સાયબર ઠગાઈનો (Kalol Cyber Fraud) ચોંકાવનારો કિસ્સો સામે (Invitation Card Scam) આવ્યો છે. લોટનો હોલસેલ વેપાર કરતા એક વેપારીને વોટ્સએપ પર અજાણ્યા નંબરથી ‘Invitation Card’ અને ‘GB Instagram APK File’ મોકલવામાં આવી હતી. વેપારીએ શંકાસ્પદ ફાઇલ ખોલ્યા બાદ તેમના મોબાઈલ સાથે ચેડાં થયા હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ બે દિવસમાં તેમના બેંક ખાતામાંથી કુલ રૂ.6,18,975ની રકમ ઓનલાઈન ટ્રાન્સફર થઈ ગઈ હતી.

Invitation Card Scam: બેંકમાંથી પૈસા કપાવાના મેસેજ આવતા વેપારી ચોંક્યા

કલોલના બોરીસણા રોડ પર આવેલા બલારામ પાર્કમાં રહેતા અને છત્રાલમાં ગરબી ચોક નજીક લોટનો હોલસેલ વેપાર કરતા સંજયકુમાર નટવર પટેલ 27 સપ્ટેમ્બરની સાંજે ઘરે હાજર હતા. આ દરમિયાન તેમના મોબાઈલ પર બેંક ખાતામાંથી રકમ ડેબિટ થવાના મેસેજ આવવા લાગ્યા.

વેપારીએ કોઈ નાણાકીય વ્યવહાર કર્યો ન હોવા છતાં ખાતાનું બેલેન્સ ઘટતું જોઈ તેઓ ચોંકી ઉઠ્યા હતા. તપાસ કરતાં પ્રથમ તબક્કામાં તેમના એચડીએફસી બેંક ખાતામાંથી રૂ.2,76,975ની રકમ ઉપડી હોવાનું સામે આવ્યું હતું.

1930 પર ફરિયાદ કર્યા બાદ પણ બીજા દિવસે ફરી પૈસા ઉપડ્યા

ખાતામાંથી અજાણ્યા વ્યવહારની જાણ થતાં વેપારીએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. જોકે, બીજા દિવસે એટલે કે 28 સપ્ટેમ્બરે તેમના ખાતામાંથી ફરી રૂ.3.50 લાખની રકમ ઉપડી ગઈ હતી.આ પછી વેપારીએ ફરી સાયબર ક્રાઈમ હેલ્પલાઈનનો સંપર્ક કર્યો હતો. બંને દિવસમાં કુલ રૂ.6,18,975ની રકમ તેમની જાણ બહાર ટ્રાન્સફર થઈ હોવાનું સામે આવ્યું હતું.

વોટ્સએપ પર આવેલી APK ફાઇલથી શંકા

સમગ્ર ઘટનાની તપાસ દરમિયાન વેપારીના મોબાઈલ પર વોટ્સએપ મારફતે (WhatsApp Scam) અજાણ્યા નંબરથી ‘Invitation Card’ અને ‘GB Instagram APK File’ મોકલવામાં (APK File Scam) આવી હોવાનું સામે આવ્યું હતું.વેપારીએ આ શંકાસ્પદ APK ફાઇલ ઓપન કરી હતી. ફરિયાદ મુજબ, ત્યારબાદ મોબાઈલ સાથે ચેડાં થયા અને સાયબર ઠગોએ તેમના બેંકિંગ વ્યવહારો પર કાબૂ મેળવી લીધો હોવાની આશંકા છે.

ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમમાં ગુનો

આ મામલે ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા શંકાસ્પદ નંબર, ફાઇલ, બેંક ટ્રાન્ઝેક્શન અને રકમ કયા ખાતામાં ટ્રાન્સફર થઈ તેની સહિતની વિગતોની તપાસ હાથ ધરવામાં આવી છે.આ ઘટના ફરી એક વખત ચેતવણી આપે છે કે અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર આવતી APK અથવા અન્ય શંકાસ્પદ ફાઇલ ડાઉનલોડ કે ઓપન કરતા પહેલાં સાવચેતી રાખવી જરૂરી છે.


આ પણ વાંચો: અમદાવાદથી અમેરિકામાં સાયબર ઠગાઈનો ખેલ! 7 સભ્યોની ગેંગ ઝડપાઈ

આ પણ વાંચો: અમદાવાદમાં ક્રેડિટ કાર્ડ રિવોર્ડ પોઇન્ટના નામે ₹1.85 લાખની સાયબર ઠગાઈ, વેપારી બન્યા શિકાર

આ પણ વાંચો: ગૂગલ મેપથી હોટેલ બુકિંગ કરો છો? સાવધાન! નકલી વેબસાઇટ બનાવી સાયબર ઠગાઈ કરતી ગેંગ સક્રિય