Surendranagar News/ મૂક-બધિર બાળકો સાથે શું થતું હતું? સુરેન્દ્રનગરની શાળાની તપાસમાં સામે આવી ગંભીર ગેરરીતિઓ

Surendranagar Student Abuse Case: સુરેન્દ્રનગરની માનવ સેવા સંઘ સંચાલિત મૂક-બધિર શાળામાં વિદ્યાર્થીઓને માર મારવા, ભૂખ્યા રાખવા, માલિશ અને ઘરકામ કરાવવાના આક્ષેપો સામે આવ્યા છે. તપાસ બાદ ગૃહમાતાની અટકાયત કરવામાં આવી.

Top Stories Gujarat Others Breaking News
Surendranagar Student Abuse Case: રાત્રે 12 વાગ્યા સુધી માલિશ અને ઘરકામ કરાવાતું

Surendranagar News: સુરેન્દ્રનગરની માનવ સેવા સંઘ સંચાલિત મૂક-બધિર (deaf and mute school) શાળામાં વિદ્યાર્થીઓ સાથે ગેરવર્તન અને શોષણ થયાના આક્ષેપોને (Surendranagar Student Abuse Case) પગલે તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. વઢવાણ પ્રાંત અધિકારી અને તેમની ટીમે શાળાની મુલાકાત લઈને સમગ્ર મામલે તપાસ કરી હતી. તપાસ બાદ શાળાની ગૃહમાતા સોનલબેન ચૌહાણની અટકાયત કરવામાં આવી છે.

પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ (school abuse case) આપવામાં આવતો હોવાના તેમજ માર મારવામાં આવતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે. કેટલાક વિદ્યાર્થીઓને પૂરતું ભોજન ન આપીને ભૂખ્યા રાખવામાં આવતા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. શાળામાં હાલમાં 15 કન્યાઓ અને 27 કુમારો સહિત કુલ 42 વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હોવાનું જણાવાયું છે.

Surendranagar Student Abuse Case: રાત્રે મોડા સુધી માલિશ અને ઘરકામ કરાવ્યાના આક્ષેપ

તપાસ દરમિયાન વિદ્યાર્થીઓ પાસે રાત્રિના સમયે માલિશ કરાવવામાં આવતી હોવાના આક્ષેપો (student exploitation)  પણ સામે આવ્યા છે. કેટલાક બાળકો પાસે રાત્રે 12 વાગ્યા સુધી માલિશ કરાવવાની સાથે ઘરકામ પણ કરાવવામાં આવતું હોવાની ફરિયાદો મળી હોવાનું જણાવાયું છે.

આ સમગ્ર મામલે બાળકો સાથે કેવું વર્તન કરવામાં આવતું હતું અને આક્ષેપોમાં કેટલું તથ્ય છે તે અંગે તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.

દાનની વસ્તુઓ વેચી દેવાના પણ આક્ષેપ

શાળાને દાતાઓ તરફથી મળતી રકમ અને વિવિધ વસ્તુઓ (human seva sangh school) અંગે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાથમિક તપાસમાં દાનમાં મળેલી કેટલીક વસ્તુઓ બારોબાર વેચી દેવામાં આવતી હોવાના પુરાવા મળ્યા હોવાનું જણાવાયું છે.આ ઉપરાંત શાળાના એટેન્ડન્ટ પ્રશાંત ભટ્ટ સામે પણ ફરિયાદો સામે આવી છે. તેમના પર દારૂ પીવાના તેમજ વિદ્યાર્થીઓ પાસે કામ કરાવવાના આક્ષેપોને પગલે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

તંત્રની તપાસ બાદ કાર્યવાહી

સમગ્ર મામલે કલેક્ટર અને એસડીએમ સ્તરે તપાસ કરવામાં આવી હોવાનું સંસ્થાના ટ્રસ્ટી સિદ્ધેશ મહેતાએ જણાવ્યું છે. તપાસમાં ગેરરીતિ સામે આવી હોવાનું સ્વીકારી તેમણે સમગ્ર મામલે યોગ્ય તપાસ કરવામાં આવશે તેમ જણાવ્યું છે.

હાલ સમગ્ર મામલો તપાસ હેઠળ છે. વિદ્યાર્થીઓ સાથે થયેલા આક્ષેપોની હકીકત, જવાબદારી નક્કી કરવા તેમજ સંસ્થામાં દાનની રકમ અને વસ્તુઓના વ્યવહાર અંગે પણ તપાસ આગળ વધારવામાં આવી રહી છે.


આ પણ વાંચો: કાગળ પર 75 વિદ્યાર્થીઓ, શાળામાં એક પણ નહીં! મેંદરડાની આશ્રમશાળા સામે યુવરાજસિંહ જાડેજાના ગંભીર આક્ષેપ

આ પણ વાંચો: વાવ-થરાદના માવસરી ગામની ગૌશાળામાં ₹1.24 કરોડની ઉચાપતનો આક્ષેપ, ભાજપ-કોંગ્રેસ સામસામે

આ પણ વાંચો: વડોદરામાં શિક્ષણના નામે વેપલો,શાળામાં જ ચાલી રહ્યો હતો જ્ઞાનમંજરીનો ટ્યુશન કલાસ