Ahmedabad News/ અમદાવાદ રેલવે ડિવિઝન માલામાલ! એક જ મહિનામાં 852 કરોડની કમાણી

પશ્ચિમ રેલવેના અમદાવાદ રેલવે (Railway) ડિવિઝને સપ્ટેમ્બર 2026 આશરે 852 કરોડની આવક મેળવી, જેમાં 208.60 કરોડની પેસેન્જર આવક 

Gujarat Ahmedabad Breaking News
Railway
Ahmedabad News: પશ્ચિમ રેલવે (Railway)ના અમદાવાદ ડિવિઝન એ સપ્ટેમ્બર 2026માં કોમર્શિયલ અને પેસેન્જર સેવાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. ડિવિઝને સપ્ટેમ્બર દરમિયાન માલભાડું , પેસેન્જર અને પાર્સલમાંથી કુલ આશરે 852 કરોડની આવક મેળવી છે.

તેમાં 636.08 કરોડ માલભાડું, 208.60 કરોડ પેસેન્જર અને 7.40 કરોડ પાર્સલ આવકનો સમાવેશ થાય છે. ખાસ કરીને પેસેન્જર આવક ડિવિઝનના ઇતિહાસમાં એક મહિનાની સર્વોચ્ચ આવક બની છે.

Railwayને પેસેન્જર આવકમાં 34.54 ટકાનો ઉછાળો

સપ્ટેમ્બર 2025માં અમદાવાદ ડિવિઝનની પેસેન્જર આવક (Passenger Revenue) 155.05 કરોડ હતી, જે સપ્ટેમ્બર 2026માં વધીને 208.60 કરોડ થઈ છે. એટલે કે એક વર્ષમાં 53.55 કરોડનો વધારો અને 34.54 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે.

માલભાડાની આવક પણ સપ્ટેમ્બર 2025ની 595.16 કરોડની સરખામણીએ વધીને 636.08 કરોડ થઈ છે. તેમાં 6.88 ટકાનો વધારો થયો છે. પાર્સલ આવક (Parcel Revenue) 7.40 કરોડ થઈ, જે ગયા વર્ષની સરખામણીએ 20 ટકા વધારે છે.

કંડલા અને નરોડા ગુડ્સ શેડમાં નવી વ્યવસ્થા

કંડલા પોર્ટ  ગુડ્સ શેડ (Goods Shed)ને 30 સપ્ટેમ્બરથી કન્ટેનર રેલ ટર્મિનલ તરીકે જાહેર કરવામાં આવ્યું છે અને અહીં 24 કલાક કામગીરી થશે. જ્યારે નરોડા ગુડ્સ શેડને 16 સપ્ટેમ્બરથી કાંકરિયા (Kankaria) માટે વૈકલ્પિક ગુડ્સ શેડ તરીકે જાહેર કરાયું છે.

ખાંડ, કોલસો અને બામ્બુ પલ્પની રેકથી વધારાની આવક

ગાંધીધામ (Gandhidham)થી વિવિધ સ્થળોએ ખાંડ (Sugar)ની 5 BCN રેક (Rake) લોડ કરવામાં આવી હતી, જેના થકી 2.85 કરોડની વધારાની આવક થઈ હતી. કંડલા પોર્ટ ડોક રેલ ટર્મિનલથી દાધદેવી, કોટા માટે આયાતી સ્ટીમ કોલસા (Coal)ની 3 રેકથી 2.12 કરોડની આવક થઈ. કાંકરિયાથી મિર્ઝા, રંગિયા માટે મિશ્ર કમોડિટીની 3 મિની રેકથી 97.18 લાખની આવક થઈ હતી. આ ઉપરાંત વિવિધ સ્થળોએ ખાતર અને બામ્બુ પલ્પની રેક પણ મોકલવામાં આવી હતી.


આ પણ વાંચો:20 વર્ષ જૂના લાંચ કેસમાં મોટો વળાંક, સુપ્રીમ કોર્ટે રેલવે અધિકારીને કર્યો નિર્દોષ જાહેર

આ પણ વાંચો:ભાદરવી પૂનમ મેળા માટે રેલવેની મોટી સુવિધા, અસારવા-ખેડબ્રહ્મા વચ્ચે 13 દિવસ સ્પેશિયલ ટ્રેન

આ પણ વાંચો:નર્મદામાં રેલવે બ્રિજની દિવાલ સાથે બાઇક અથડાતા બે યુવકોનાં મોત