Ahmedabad News: અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં સાયબર છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 26 વર્ષીય યુવકને અજાણ્યા નંબર પરથી ન્યૂડ વીડિયો કોલ (Nude Video Blackmail) આવ્યા બાદ તેના વીડિયો રેકોર્ડ થઈ ગયાનો દાવો કરી બ્લેકમેઇલિંગ શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગઠિયાઓએ પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી અને યુટ્યૂબના અધિકારી તરીકે આપી યુવકને પોલીસ કાર્યવાહી અને ધરપકડનો ડર બતાવ્યો (Sextortion Scam) હોવાની ફરિયાદ છે.
આ રીતે અલગ-અલગ કારણો આપીને યુવક પાસેથી કુલ રૂ.49.78 લાખ ટ્રાન્સફર કરાવી લેવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ, યુવતીએ ન્યૂડ અવસ્થામાં દેખાતા કોલ કટ કર્યો
ફરિયાદ મુજબ, ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકને 3 સપ્ટેમ્બર, 2026ની રાત્રે વોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવ્યો હતો. યુવકે કોલ રિસીવ કરતાં સામે એક યુવતી ન્યૂડ અવસ્થામાં જોવા મળી હતી. આ જોઈને યુવકે તરત જ કોલ કટ કરી દીધો (Ahmedabad Cyber Crime) હતો અને નંબર બ્લોક કરી દીધો હતો.
થોડા સમય બાદ અન્ય નંબર પરથી ફરી વીડિયો કોલ આવ્યો હતો. આ વખતે સામેની વ્યક્તિએ યુવકને કહ્યું હતું કે તેનો વીડિયો રેકોર્ડ થઈ ગયો છે અને તેને વાઇરલ થતો અટકાવવો હોય તો પૈસા ચૂકવવા પડશે. યુવકે કોલ કટ કરીને નંબર પણ બ્લોક કરી દીધો હતો. દરમિયાન મોકલવામાં આવેલો એક વીડિયો પણ તેણે ડિલીટ કરી દીધો હતો.
Nude Video Blackmail: ‘તમારા વિરુદ્ધ કાર્યવાહી થશે’ કહી ડરાવવાનું શરૂ કર્યું
ફરિયાદ મુજબ, 27 સપ્ટેમ્બરે યુવકને ફરી અજાણ્યા નંબર પરથી વોટ્સએપ કોલ આવ્યો હતો. સામેની વ્યક્તિએ પોતાની ઓળખ દિલ્હી સાયબર ક્રાઇમ બ્રાન્ચના અધિકારી સંજય અરોરા તરીકે આપી હતી. ન્યૂડ વીડિયો સંબંધિત મામલે યુવક વિરુદ્ધ પોલીસ કાર્યવાહી થઈ શકે છે તેમ કહી તેને ડરાવવામાં આવ્યો હતો.
કથિત અધિકારીએ યુવકને સજા અને ધરપકડની વાત કરી વધુ ભય પેદા કર્યો હતો. ત્યારબાદ અમદાવાદ પોલીસની મદદથી કાર્યવાહી થઈ શકે છે તેમ કહી યુવકને યુટ્યૂબના અધિકારી સાથે વાત કરવાનું કહેવામાં આવ્યું હતું.
યુટ્યૂબ અધિકારીના નામે પણ પૈસા માગ્યા
ત્યારબાદ યુવકની વાત હેમંત મલહોત્રા નામના વ્યક્તિ સાથે કરાવવામાં આવી હતી. ફરિયાદ મુજબ, આ વ્યક્તિએ યુવકના નામે બે ન્યૂડ વીડિયો હોવાનું કહી તેને દૂર કરાવવા માટે રૂ.71,250નો ચાર્જ હોવાનું જણાવ્યું હતું.
પોલીસ અને યુટ્યૂબ અધિકારી તરીકે ઓળખ આપનારા લોકોની વાતથી યુવક ગભરાઈ ગયો હતો. સમગ્ર મામલામાંથી બહાર નીકળવા માટે તેણે પૈસા ચૂકવવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ (Nude Video Blackmail) ગઠિયાઓએ અલગ-અલગ કારણો આપી તેની પાસેથી વધુ રકમ ટ્રાન્સફર કરાવવાનું શરૂ કર્યું હોવાનો આક્ષેપ છે.
ધરપકડ અને કારકિર્દી બરબાદ કરવાની ધમકીનો આક્ષેપ
ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીઓ યુવકને સતત ન્યૂડ વીડિયો વાઇરલ કરવાની અને તેની કારકિર્દી બરબાદ કરવાની ધમકી આપતા હતા. સાથે જ પોલીસ કાર્યવાહી અને ધરપકડનો ભય (Online Blackmail) બતાવી અલગ-અલગ બેંક ખાતામાં રૂપિયા જમા કરાવવામાં આવ્યા હતા.
આ રીતે અલગ-અલગ તબક્કામાં યુવક પાસેથી કુલ રૂ.49.78 લાખ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હોવાની ફરિયાદમાં વિગતો આપવામાં આવી છે.
વધુ પૈસાની માગણી થતાં યુવકને છેતરપિંડીનો ખ્યાલ આવ્યો
લાખો રૂપિયા ટ્રાન્સફર (Cyber Fraud) કરાવ્યા બાદ પણ કથિત પોલીસ અધિકારી તરફથી વધુ પૈસાની માગણી કરવામાં આવી હતી. ત્યારબાદ યુવકને સમગ્ર મામલો સાયબર છેતરપિંડીનો હોવાની શંકા ગઈ હતી.
આખરે તેણે સાયબર ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. યુવક પાસેથી રૂપિયા કયા-કયા બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવવામાં આવ્યા, આ ખાતાઓ કોના નામે છે અને સમગ્ર કૌભાંડમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે સહિતની બાબતોની તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: પાટણમાં રૂ.2.58 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ, 3 શખ્સ સામે ગુનો
આ પણ વાંચો: કરોડોના સાયબર ફ્રોડનો આરોપી દુબઈથી મુંબઈ આવતા જ ઝડપાયો, સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી
આ પણ વાંચો: OTP વગર જ નિવૃત્ત શિક્ષકના SBI ખાતામાંથી રૂપિયા 1.85 લાખ ઉપડી ગયા, કડીમાં સાયબર ફ્રોડની ફરિયાદ
