Gandhinagar News/ ગુજરાતની સરકારી ઇમારતો પર સોલારનો મોટો પ્લાન, 15 હજાર બિલ્ડિંગ પર સિસ્ટમ લગાવાશે

Government Buildings Solar: ગુજરાતમાં 6,014 સરકારી ઇમારતો પર અત્યાર સુધીમાં 95 મેગાવોટ ક્ષમતાની રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત થઈ છે. હવે વર્ષ 2026-27માં વધુ 15 હજાર સરકારી ઇમારતો પર સોલાર લગાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જેના માટે રૂ.314 કરોડની જોગવાઈ કરાઈ છે.

Gujarat Gandhinagar Top Stories Breaking News
Government Buildings Solar: 6,014 બાદ હવે 15 હજાર બિલ્ડિંગ પર નજર

Gandhinagar News: ગુજરાતમાં સરકારી ઇમારતોનો ઉપયોગ હવે માત્ર વહીવટી કામગીરી પૂરતો સીમિત નહીં રહે, પરંતુ રિન્યુએબલ ઊર્જાના (Government Buildings Solar) ઉત્પાદન માટે પણ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 6,014 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે, જેની કુલ સ્થાપિત ક્ષમતા 95 મેગાવોટ સુધી પહોંચી છે.

હવે રાજ્ય સરકારે વર્ષ 2026-27 દરમિયાન વધુ 15,000 સરકારી ઇમારતો પર સોલાર રૂફટોપ સિસ્ટમ સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ વિસ્તરણ પૂર્ણ થયા બાદ અંદાજે 65 મેગાવોટ નવી સોલાર ક્ષમતા ઉમેરાવાની શક્યતા છે.

Government Buildings Solar: 2011-12થી સોલાર સ્થાપનનું કામ

ક્લાઇમેટ ચેન્જ વિભાગ હેઠળ ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) દ્વારા વર્ષ 2011-12થી સરકારી ઇમારતો પર રિન્યુએબલ ઊર્જા સિસ્ટમ સ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. તેનો મુખ્ય હેતુ સરકારી સંસ્થાઓમાં સ્વચ્છ ઊર્જાનો ઉપયોગ વધારવા અને પરંપરાગત વીજળી (Gujarat Solar Energy) પરની નિર્ભરતા ઘટાડવાનો છે.

ક્લાઇમેટ ચેન્જ મંત્રી અર્જુન મોઢવાડિયાના જણાવ્યા મુજબ, વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની 1,377 સરકારી ઇમારતો પર રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી હતી. તેના થકી 17.1 મેગાવોટ રિન્યુએબલ એનર્જી ક્ષમતાનો ઉમેરો થયો હતો.માર્ચ 2026 સુધીમાં સોલાર રૂફટોપ ધરાવતી સરકારી ઇમારતોની સંખ્યા 6,014 થઈ છે.

15 હજાર ઇમારતો માટે રૂ.314 કરોડની જોગવાઈ

ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમના વિસ્તરણ માટે મોટું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 15,000 ઇમારતોને સોલાર સાથે જોડવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

આ માટે વર્ષ 2026-27માં કુલ રૂ.314 કરોડની બજેટ જોગવાઈ કરવામાં આવી છે. જેમાં સામાન્ય સરકારી ઇમારતો માટે રૂ.278 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે રૂ.3 કરોડ અને આદિજાતિ વિકાસ વિભાગ માટે રૂ.33 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

GEDAના નિયામક ધર્મેન્દ્ર પટેલના જણાવ્યા મુજબ, યોજના હેઠળ સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ સ્થાપવા માટે આબોહવા પરિવર્તન વિભાગની વાર્ષિક બજેટ જોગવાઈમાંથી 100 ટકા મૂડી ખર્ચની સહાય આપવામાં આવે છે.

સરકારી વીજ બિલમાં ઘટાડાની શક્યતા

સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમ સ્થાપિત થવાથી દિવસ દરમિયાન (Government Buildings Solar) વીજળીની જરૂરિયાતનો એક હિસ્સો સોલાર ઊર્જાથી પૂરો થઈ શકે છે. પરિણામે પરંપરાગત વીજળીના વપરાશમાં ઘટાડો થવાની સાથે સરકારી કચેરીઓના વીજ ખર્ચમાં પણ ઘટાડો થવાની શક્યતા છે.

ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણ માળીના જણાવ્યા મુજબ, આ પહેલથી પરંપરાગત વીજ ઉત્પાદન પરની નિર્ભરતા ઘટશે અને તેની સાથે સંકળાયેલા પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકે છે.

હવે સોલાર અને પવન સિસ્ટમ પર ‘સ્માર્ટ’ મોનિટરિંગ

ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી (Gujarat Renewable Energy) સિસ્ટમની કામગીરી પર નજર રાખવા માટે હવે ટેક્નોલોજીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. આ વર્ષથી IIoT આધારિત રિન્યુએબલ એનર્જી મોનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

આ વ્યવસ્થામાં સ્માર્ટ મીટર, સેન્સર, GPRS, 4G અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા IoT ગેટવેનો ઉપયોગ થાય છે. સિસ્ટમ દર 15 મિનિટે ડેટા એકત્રિત કરે છે, એટલે કે એક દિવસમાં આશરે 96 રીડિંગ્સ મેળવી શકાય છે.સિસ્ટમમાં ઓટોમેટેડ રિમોટ એલર્ટની સુવિધા પણ છે, જેથી સિસ્ટમની કામગીરીમાં કોઈ અસામાન્યતા જણાય તો તેના અંગે જાણકારી મેળવી શકાય. હાલમાં આ મોનિટરિંગ વ્યવસ્થા 142.5 મેગાવોટ સોલાર અને 68.3 મેગાવોટ પવન ઊર્જા સહિતની ક્ષમતાની દેખરેખ કરી રહી છે.

રિન્યુએબલ એનર્જીમાં ગુજરાતનું મોટું વિસ્તરણ

કેન્દ્રીય નવી અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રાલયના તાજેતરના આંકડા મુજબ, ગુજરાતની સ્થાપિત રિન્યુએબલ એનર્જી ક્ષમતા 47,178 મેગાવોટ સુધી પહોંચી છે. આ આંકડા સાથે ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને પહોંચ્યું હોવાનું જણાવાયું છે.

સરકારી ઇમારતો પર સોલાર સિસ્ટમનું વિસ્તરણ, મોટા પાયે નવી સોલાર ક્ષમતા ઉમેરવાનું આયોજન અને રિન્યુએબલ ઊર્જાના મોનિટરિંગ માટે સ્માર્ટ ટેક્નોલોજીનો ઉપયોગ..આ ત્રણેય પહેલથી ગુજરાતમાં સરકારી ક્ષેત્રમાં સ્વચ્છ ઊર્જાનો વ્યાપ (Solar Rooftop System) વધુ વધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે.


આ પણ વાંચો: કચ્છના નાના રણમાં શિક્ષણનો ઉજાસ, અગરિયાના બાળકો માટે સોલાર પાવર્ડ ‘મોબાઈલ રણશાળા’

આ પણ વાંચો: બેટ-દ્વારકાના સુદર્શન સેતુ પર સોલાર કેબલમાં આગ, ધુમાડા વચ્ચે પણ વાહનવ્યવહાર ચાલુ રહેતા સવાલો ઉઠ્યા

આ પણ વાંચો: સોલાર પેનલ નાખ્યા બાદ વીજ બિલ 5 ગણું વધી જતાં પરિવાર આશ્ચર્યમાં, બે મહિનાનું બિલ 3000થી વધી સીધુ 16000 આવતા PGVCLમાં ફરિયાદ