international news/ યમનમાં હુથીઓનો મોટો કબજો! તાઈઝ તરફ વધ્યો ખતરો

ઈરાન સમર્થિત હુથી વિદ્રોહી (Houthi Rebels)ઓએ યમનમાં ફરી એકવાર પોતાની સ્થિતિ મજબૂત કરી છે

World Top Stories
ઈરાન સમર્થિત હુથી વિદ્રોહી (Houthi Rebels)ઓએ યમનમાં ફરી એકવાર પોતાની સ્થિતિ મજબૂત કરી છે

International News :  ઈરાન સમર્થિત હુથી વિદ્રોહી (Houthi Rebels)ઓએ યમનમાં ફરી એકવાર પોતાની સ્થિતિ મજબૂત કરી છે. દક્ષિણ-પશ્ચિમ યમનના તુરબા શહેર પર કબજો મેળવ્યા બાદ હવે હુથી લડવૈયાઓ વ્યૂહાત્મક શહેર તાઈઝ (Taiz City) તરફ આગળ વધી રહ્યા છે. આ ઘટનાથી યમનના ગૃહયુદ્ધમાં ફરી તણાવ વધ્યો છે.

Houthi Rebels : તુરબા પર હુથીઓનો કબજો

હુથીઓએ રવિવારે તુરબા શહેર પર નિયંત્રણ મેળવી લીધું હતું. તુરબા (Turbah)તાઈઝને યમન (Yemen)સરકારના કાર્યકારી મુખ્ય મથક અદન સાથે જોડતા મહત્વના માર્ગ પર આવેલું છે. લાંબા સમયથી આ વિસ્તાર તાઈઝની સુરક્ષા કરી રહેલા સરકારી દળો માટે મહત્વપૂર્ણ ગણાતો રહ્યો છે.

તુરબા પર કબજો મેળવ્યા બાદ હુથીઓની તાઈઝ તરફની પહોંચ વધુ સરળ બની છે. અગાઉ પણ બળવાખોરોએ તાઈઝની આસપાસના અનેક ગામો અને વિસ્તારોમાં પોતાનું નિયંત્રણ વધાર્યું હતું.

તાઈઝ પર વધ્યો ખતરો

તાઈઝ યમન (Yemen)નું ત્રીજું સૌથી મોટું શહેર છે અને વ્યૂહાત્મક રીતે ખૂબ મહત્વ ધરાવે છે. આસપાસના વિસ્તારોમાં હુથીઓની સતત પ્રગતિને કારણે શહેરને ઘેરી લેવાનો ખતરો વધી ગયો છે.

સપ્ટેમ્બરની શરૂઆતથી હુથીઓએ પશ્ચિમ લાલ સમુદ્ર કિનારે પણ ઝડપી આગળ વધવાનું શરૂ કર્યું હતું. તેમણે મોખા સહિત કેટલાક વ્યૂહાત્મક વિસ્તારો અને લાલ સમુદ્રના ટાપુઓ પર નિયંત્રણ મેળવ્યું હોવાનું સામે આવ્યું છે.

સાઉદી અરેબિયાની મોટી તૈયારી

હુથીઓની વધતી ગતિવિધિઓ વચ્ચે યમન (Yemen)ની આંતરરાષ્ટ્રીય સ્તરે માન્ય સરકાર પણ એક્શનમાં આવી છે. સરકારના નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં સૈનિકોની તૈનાતી અને સંસાધનો એકત્ર કરવાની જાહેરાત કરવામાં આવી છે.

રાષ્ટ્રપતિ નેતૃત્વ પરિષદના વડા રશાદ અલ-અલીમીએ હુથી નિયંત્રણ હેઠળના વિસ્તારોને ફરી કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવાની વાત કરી છે. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને યમન સરકારને સમર્થન આપવા અપીલ કરી છે.

હુથીઓ સામે મોટું ઓપરેશન?

યમન સરકારની જાહેરાત બાદ સાઉદી અરેબિયાએ પણ કડક વલણ અપનાવ્યું છે. સાઉદી સૈન્યના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-મલિકીએ યમનના સરકારી દળોને સંપૂર્ણ ઓપરેશનલ સહયોગ આપવાની વાત કરી છે.

સાઉદી પક્ષનો દાવો છે કે હુથીઓ છેલ્લા કેટલાક સમયથી સાઉદી અરેબિયા અને યમનના સરકારી દળો સામે મિસાઇલ તથા ડ્રોન હુમલા કરી રહ્યા છે. હવે તુરબા (Turbah)બાદ તાઈઝ તરફ હુથીઓની આગળ વધતી ગતિવિધિઓથી યમનમાં ફરી મોટા સૈન્ય સંઘર્ષની આશંકા વધી છે.


આ પણ વાંચો: સાઉદી અરેબિયા હુથીઓ પર સીધો હુમલો કેમ નથી કરતું? હથિયારોની તાકાત છતાં અનેક પડકાર

આ પણ વાંચો: સાઉદી ઓઈલ પાઈપલાઈન સ્થગિત, બાબ અલ-મંદેબ પર હુથીઓનો દબદબો

આ પણ વાંચો: અમેરિકાએ 25 સેકન્ડમાં હુથીઓના જૂથને નષ્ટ કર્યું, ટ્રમ્પે બતાવ્યો વીડિયો, કહ્યું- તમે અમારા જહાજને ડૂબાડી શકશો નહીં