MANTAVYA Vishesh/ એક સંદેશ… પછી સંપૂર્ણ સન્નાટો! Bermuda Triangleમાં કેનેડિયન વિમાનનું શું થયું?

Bermuda Triangle Mystery: બર્મુડાથી બોસ્ટન જઈ રહેલા કેનેડિયન હવાઈ એમ્બ્યુલન્સ વિમાનમાં 6 લોકો સવાર હતા. પાઇલટે ‘મને કંઈ દેખાતું નથી’ કહ્યા બાદ વિમાનની ઊંચાઈ ઝડપથી ઘટી અને ત્યારબાદ રેડિયો-રડાર સંપર્ક તૂટી ગયો.

Mantavya Vishesh Breaking News
Bermuda Triangle Mystery: Bermuda Triangleમાં ફરી 1 વિમાન ગાયબ? ‘મને કંઈ દેખાતું નથી’ બાદ શું થયું?

Mantavya Vishesh: એક વિમાન… છ લોકો… અને એટલાન્ટિક મહાસાગરનું એવું આકાશ, જ્યાં પાઇલટે કંટ્રોલ રૂમને માત્ર એક જ વાત કહી….“મને કંઈ દેખાતું નથી…”અને ત્યાર બાદ… રેડિયો બંધ… રડાર બંધ… અને વિમાન જાણે દરિયાની વિશાળ (Bermuda Triangle Mystery) અજાણી દુનિયામાં ગાયબ! સૌથી મોટો સવાલ એ છે કે આ માત્ર એક દુર્ઘટના હતી… કે પછી ફરી એકવાર બર્મુડા ટ્રાયએન્ગલે પોતાના રહસ્યનો દરવાજો ખોલ્યો છે?

Bermuda Triangle Mystery: ફરી વિમાન ગાયબ? ‘મને કંઈ દેખાતું નથી’ બાદ શું થયું?

2 અને 3 ઑક્ટોબરની વચ્ચેની રાત્રે બર્મુડા દ્વીપના એલ.એફ. વેડ એરપોર્ટ પરથી કેનેડાની એક હવાઈ એમ્બ્યુલન્સ ઉડી(Canada Air Ambulance). વિમાનમાં કુલ 6 લોકો હતા….બે પાઇલટ, બે તબીબી કર્મચારી, એક દર્દી અને તેનો સંબંધિત. વિમાનને બોસ્ટન પહોંચવામાં હજુ સમય હતો અને તે લગભગ 24 હજાર ફૂટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું. પરંતુ અચાનક તેની ઊંચાઈ ઝડપથી ઘટવા લાગી. માત્ર બે મિનિટમાં વિમાન લગભગ 13 હજાર ફૂટ નીચે (Bermuda Plane Disappearance) આવી ગયું. અને પછી આવ્યો એ સંદેશ… “મને કંઈ દેખાતું નથી.” હવાઈ ટ્રાફિક નિયંત્રકે ફરી પૂછ્યું….શું તમે કોઈ દૃશ્યતા વિના આવી રહ્યા છો? શું વિમાન મુશ્કેલીમાં છે? પરંતુ… સામે કોઈ જવાબ નહોતો.

Bermuda Triangle Mystery: Bermuda Triangleમાં ફરી વિમાન ગાયબ? ‘મને કંઈ દેખાતું નથી’ બાદ શું થયું?
Bermuda Triangle Mystery: Bermuda Triangleમાં ફરી વિમાન ગાયબ? ‘મને કંઈ દેખાતું નથી’ બાદ શું થયું?

વિમાન થોડો સમય આગળ વધ્યું… પરંતુ પછી તેનો રેડિયો અને રડાર બંને બંધ થઈ ગયા. સૌથી ચોંકાવનારી વાત એ હતી કે વિમાન બોસ્ટનથી માત્ર થોડા અંતરે હતું. અમેરિકન શોધ અને બચાવ તંત્ર સક્રિય થયું. થોડા કલાકો બાદ દરિયામાં કેટલાક કાટમાળ જેવું દેખાયું. તેને આ જ વિમાનનો કાટમાળ માનવામાં આવી રહ્યો છે, જોકે ગુમ થયેલા છ લોકો અંગે હજુ કોઈ નિશ્ચિત માહિતી નથી. હવે અહીંથી શરૂ થાય છે સૌથી મોટું રહસ્ય….આ વિમાન બર્મુડાથી ઉડ્યું હતું… તો શું તે બર્મુડા ટ્રાયએન્ગલનો શિકાર બન્યું?

બર્મુડા ટ્રાયએન્ગલનું (Bermuda Triangle Theory) નામ સાંભળતા જ આંખ સામે એક એવો દરિયો આવે છે, જ્યાં જહાજો અને વિમાનો અચાનક ગાયબ થઈ જાય છે. ફ્લોરિડા, બર્મુડા અને પ્યુર્ટો રિકોને જોડવાથી બનતો આ વિશાળ દરિયાઈ વિસ્તાર વર્ષોથી રહસ્યનું કેન્દ્ર રહ્યો છે. ક્રિસ્ટોફર કોલંબસના સમયથી અહીં અસામાન્ય કંપાસ અને દરિયામાં અજાણી ઘટનાઓની વાતો મળે છે. ત્યારબાદ પેટ્રિયટ જહાજ, યુએસએસ સાયક્લોપ્સ અને 1945ની પાંચ વિમાનોની તાલીમ ઉડાન જેવી ઘટનાઓએ આ રહસ્યને વધુ ગાઢ બનાવ્યું. ખાસ કરીને 1945માં પાંચ વિમાનો ગાયબ થયા અને તેમને શોધવા ગયેલા બે વિમાનો પણ પાછા ન ફર્યા….એ ઘટનાએ બર્મુડા ટ્રાયએન્ગલની કહાનીને દુનિયાભરમાં પ્રસિદ્ધ કરી.

Bermuda Triangle Mystery: Bermuda Triangleમાં ફરી વિમાન ગાયબ? ‘મને કંઈ દેખાતું નથી’ બાદ શું થયું?

તો પછી અહીં એવું શું છે? વર્ષોથી અનેક થિયરી સામે આવી. કોઈ કહે છે કે વિશાળ વાદળોમાંથી (Bermuda Triangle Mystery) અત્યંત શક્તિશાળી પવન પેદા થાય છે. કોઈ સમુદ્રની નીચે રહેલા મિથેન ગેસને જવાબદાર માને છે. કોઈ ચુંબકીય અસરોની વાત કરે છે. તો કોઈ ‘ઇલેક્ટ્રોનિક ધુમ્મસ’ અને સમય સાથે જોડાયેલી વિચિત્ર થિયરી રજૂ કરે છે. અને હા… કેટલાક દાવા તો બર્મુડા ટ્રાયએન્ગલની નીચે એલિયન્સનું અંતરિક્ષયાન અથવા એટલાન્ટિસની અદ્યતન ટેક્નોલોજી હોવા સુધી પહોંચે છે. પરંતુ અહીં એક સવાલ છે….આમાંથી ખરેખર કેટલું વિજ્ઞાન છે અને કેટલું માત્ર રહસ્યની કહાની?

હવે આવે છે સૌથી મોટો વળાંક. 2026માં વૈજ્ઞાનિકોના એક સંશોધનમાં બર્મુડા દ્વીપની નીચે પૃથ્વીના અંદરના ભાગમાં એક અસામાન્ય ભૂગર્ભ માળખું હોવાનું સામે આવ્યું. સંશોધકોએ ભૂકંપની તરંગોના આધારે લગભગ 20 માઈલ નીચેનો વિસ્તાર તપાસ્યો અને એક જાડું, હળવું ખડકનું સ્તર શોધ્યું. વૈજ્ઞાનિકોના મતે આ અસામાન્ય સ્તર બર્મુડા દ્વીપને લાંબા સમયથી સમુદ્રની સપાટી ઉપર ટકાવી રાખવામાં (Bermuda Triangle Mystery) મદદ કરે છે. પરંતુ અહીં ફરી એક મોટું રહસ્ય છે….આ સંશોધન માત્ર બર્મુડા દ્વીપના ભૂગર્ભ વિશે છે. સમગ્ર બર્મુડા ટ્રાયએન્ગલનો વિસ્તાર તેની સરખામણીમાં અતિ વિશાળ છે અને સંશોધનમાં વિમાનો ગાયબ થવા અંગે કોઈ સીધો સંબંધ સાબિત થયો નથી.

Bermuda Triangle Mystery: Bermuda Triangleમાં ફરી વિમાન ગાયબ? ‘મને કંઈ દેખાતું નથી’ બાદ શું થયું?

એટલે કે… કેનેડિયન જેટની ઘટના બર્મુડા ટ્રાયએન્ગલના રહસ્યનો પુરાવો છે એવું કહેવું હાલ શક્ય નથી. હકીકતમાં નિષ્ણાતોનો મોટો વર્ગ માને છે કે અહીંની દુર્ઘટનાઓ પાછળ (Aviation Accident) ખરાબ હવામાન, નેવિગેશનની ભૂલો અને માનવીય ભૂલો જેવા સામાન્ય કારણો હોઈ શકે છે. પરંતુ કદાચ બર્મુડા ટ્રાયએન્ગલનું સૌથી મોટું રહસ્ય કોઈ અલૌકિક શક્તિ નથી… પણ એ છે કે સામાન્ય દરિયાઈ અને હવાઈ દુર્ઘટનાઓને વર્ષોથી રહસ્યની ચાદર કેવી રીતે ઓઢાડવામાં આવી.અને હવે કેનેડિયન જેટના આ કેસમાં તપાસ શું બહાર લાવે છે… એ નક્કી કરશે કે આ માત્ર એક દુર્ઘટના હતી… કે બર્મુડા ટ્રાયએન્ગલની કહાનીમાં ખરેખર એક નવું પાનું ઉમેરાયું છે.


આ પણ વાંચો: પ્લેનેટ ગોળ જ શાથી હોય છે?…ચોરસ અથવા પિરામિડ આકારના કેમ નહિં? જાણો શી રીતે કામ કરે છે ગ્રેવિટી?

આ પણ વાંચો: રૂ.379ના ઓર્ડર પર રૂ.744 ડિલિવરી ચાર્જ! વાયરલ સ્ક્રીનશોટ જોઈ યુઝર્સ ભડક્યા, કહ્યું- ‘ખાવાનું પ્લેનમાં મોકલશો?’

આ પણ વાંચો: કારગિલ નહીં, હવે પેસેન્જર પ્લેનની કમાન! જાણો કેવી રીતે ફાઇટર પાઇલટ બની શકે કમર્શિયલ કેપ્ટન