Rajkot News: રાજકોટ શહેરમાં ખાણીપીણીના ધંધાર્થીઓ દ્વારા સ્વચ્છતા અને ખાદ્ય ગુણવત્તાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની તપાસ માટે મહાનગરપાલિકાની આરોગ્ય શાખાએ સઘન (Rajkot Food Raid) કાર્યવાહી હાથ ધરી છે. મનપાની ટીમે શહેરના વિવિધ વિસ્તારોમાં 93 જેટલા ખાદ્ય ધંધાર્થીઓને ત્યાં અચાનક ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન 115 કિલો જેટલો વાસી અને અખાદ્ય ખોરાક મળી આવતા તેનો નાશ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ખાદ્ય સ્વચ્છતા અંગેની ક્ષતિઓ બદલ સંબંધિત ધંધાર્થીઓ પાસેથી કુલ રૂ.27 હજારનો વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવ્યો હતો.
Rajkot Food Raid: સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં પણ તપાસ
તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital Canteen) દર્દીને આપવામાં આવેલા ભોજનમાંથી જીવાત મળી હોવાની ઘટના સામે આવી હતી. ત્યારબાદ સિવિલ હોસ્પિટલની કેન્ટીનના ભોજન અને કિચનની સ્વચ્છતા અંગે સવાલો ઊભા થયા હતા.
આ મામલે મીડિયા અહેવાલ બાદ રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખાની (Rajkot Health Department) ટીમે સિવિલ હોસ્પિટલની કેન્ટીનમાં ચેકિંગ કર્યું હતું. તપાસ દરમિયાન અલગ-અલગ 6 ખાદ્ય વસ્તુઓના નમૂના લેવામાં આવ્યા હતા. સાથે જ કેન્ટીન સંચાલકોને સ્વચ્છતા અને હાઈજીન (Rajkot Food Safety) જાળવવા બાબતે કડક સૂચના સાથે નોટિસ આપવામાં આવી હતી.
પંજાબી અને ચાઈનીઝ સેન્ટરોમાંથી વાસી સામાન મળ્યો
મનપાની ટીમે શહેરના વિવિધ પંજાબી, ચાઈનીઝ તેમજ પિઝા (Rajkot Food Raid) સેન્ટરોમાં પણ તપાસ કરી હતી. આ દરમિયાન કેટલાક સ્થળોએ વાસી શાકભાજી, ખરાબ લોટ અને વાસી નૂડલ્સ સહિતનો જથ્થો મળી આવ્યો હતો.
મનપાની આરોગ્ય શાખાએ આવા અખાદ્ય જથ્થાને જપ્ત કરી તેનો નાશ કર્યો હતો. ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્થળની સ્વચ્છતામાં ખામી બદલ વેપારીઓ સામે વહીવટી કાર્યવાહી કરવામાં આવી હતી.
ખાદ્ય વેપારીઓમાં ફફડાટ
રાજકોટ મનપાની આરોગ્ય શાખાએ એકસાથે મોટી સંખ્યામાં ખાણીપીણીના એકમોમાં ચેકિંગ હાથ ધરતાં વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે. મનપા દ્વારા આગામી દિવસોમાં પણ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને હાઈજીન અંગે તપાસ ચાલુ રાખવામાં આવે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: ફૂડ શાખાનો 71 પેઢીઓ પર સપાટો, 45 કિલો અખાદ્ય તેલ અને 75 કિલો વાસી ખોરાકનો નાશ
આ પણ વાંચો: આરોગ્ય શાખા દ્વારા 12 કિલો વાસી અને અખાદ્ય ખોરાકના જથ્થાનો નાશ કરવામાં આવ્યો
