Surat News/ નવરાત્રિ પહેલા સુરતમાં ‘મિશન દુર્ગા’: દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ અપાઈ

સુરત (Surat)માં હાઇકોર્ટની ટકોર બાદ ‘મિશન દુર્ગા’ શરૂ, શાળા-કોલેજોમાં વિદ્યાર્થિનીઓને સ્વબચાવની તાલીમ

Gujarat Surat Mantavya Vishesh Breaking News
Surat

Surat News: રાજ્યમાં પોક્સોના કેસ અને બાળકીઓ પરના અત્યાચારની ઘટનાઓ વધતા ગુજરાત હાઇકોર્ટે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. આ ટકોર બાદ 18 વર્ષથી નાની વયની દીકરીઓની સુરક્ષા માટે ‘મિશન દુર્ગા’ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

Suratમાં શાળા-કોલેજોમાં સેલ્ફ ડિફેન્સની તાલીમ

surat
‘Mission Durga’ in Surat ahead of Navratri Self-defense training for girls.

નવરાત્રિ પહેલા તમામ સરકારી શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં વિદ્યાર્થિનીઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો હેતુ છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અને પોલીસની સંયુક્ત ટીમ શાળાઓમાં જઈને તાલીમ આપી રહી છે.

આ તાલીમમાં દીકરીઓના મનમાંથી ડર દૂર કરી તેમને કાયદાકીય તાકાતનો અહેસાસ કરાવાય છે. DLSAના જણાવ્યા મુજબ સ્વબચાવ માટે હેરપિન, સેફ્ટી પિન કે વાહનની ચાવીનો ઉપયોગ કરી શકાય છે. જરૂર પડે તો જોરદાર કીક મારવી પણ કાયદાની નજરે ગુનો ગણાતો નથી.

વાલીઓને અપીલ

સુરત જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શાળા, આંગણવાડી, કોલેજ અને સ્લમ વિસ્તારોમાં બાળકોને કાયદાની માહિતી આપી રહ્યા છે. ક્રાઇમ બ્રાન્ચનું IUCAW વર્ષ 2015થી શાળાઓમાં જાગૃતિ ફેલાવે છે. વાલીઓને અપીલ છે કે દીકરીઓને માત્ર દોઢિયા ક્લાસમાં મોકલીને અટકવું નહીં, સેલ્ફ ડિફેન્સની તાલીમ પણ અપાવવી.

ગરબામાં ‘શી ટીમ’ એક્શન મોડમાં

surat
‘Mission Durga’ in Surat ahead of Navratri Self-defense training for girls.

નવરાત્રિ દરમિયાન લુખ્ખા તત્વોને ડામવા પોલીસની ‘શી ટીમ (She Team)’ સક્રિય રહેશે. ટ્રેડિશનલ ડ્રેસમાં મહિલા પોલીસકર્મીઓ સામાન્ય ખેલૈયા બનીને ગરબા ગ્રાઉન્ડમાં ફરશે અને છેડતી કરનારા સામે કાયદેસર કાર્યવાહી કરશે.

પોલીસની સલાહ

રાત્રે વાહન બંધ પડે તો અજાણ્યા પાસેથી લિફ્ટ ન લેવી અને કોઈ ખાણીપીણી આપે તો સ્વીકારવી નહીં. વધુ હેરાનગતિ થાય તો મહિલા અભયમ 181 અને 112નો સંપર્ક કરી શકાય છે. શાળાઓમાં અપાતા ‘ગુડ ટચ-બેડ ટચ (Good Touch – Bad Touch)‘ના પાઠ અને પ્રેક્ટિકલ તાલીમથી વિદ્યાર્થિનીઓમાં આત્મવિશ્વાસ વધ્યો છે અને તેઓ છેડતીખોરોનો મક્કમતાથી સામનો કરવા માનસિક રીતે સજ્જ બની છે.


આ પણ વાંચો:અમદાવાદની નવરાત્રીમાં પોલીસનો નવો પ્લાન! NRI-Gen-Z માટે ખાસ પોલીસ ટીમ, 15 સ્થળે ટ્રાફિક બંદોબસ્ત

આ પણ વાંચો:અમદાવાદમાં નવરાત્રી આયોજનને લઈને પોલીસની બેઠક, ગરબા આયોજકો સાથે સુરક્ષા વ્યવસ્થા અંગે ચર્ચા

આ પણ વાંચો:રૂ.1000માં ગરબા પાર્ટનર? વાયરલ પોસ્ટે નવરાત્રી પહેલા મચાવ્યો હોબાળો