india news/ સ્પેનમાં હાઉસિંગ ક્રાઈસિસ: 87 વર્ષના વૃદ્ધાને ઘર ખાલી કરાવવાના વિવાદે પકડ્યું ઉગ્ર સ્વરૂપ

સ્પેન (Spain) માં મકાનોના બેફામ વધતા ભાડા અને 87 વર્ષીય વૃદ્ધાને બળજબરીથી ઘર બહાર કાઢવાની ઘટના સામે મોટો વિરોધ ફાટી નીકળ્યો છે. હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે.

India Top Stories
Spain Housing Crisis

India News:સ્પેન (Spain)માં મોંઘવારી,ફુગાવો અને આકાશને આંબી રહેલા ભાડાના કારણે સર્જાયેલું રહેઠાણ સંકટ હવે ચરમસીમાએ પહોંચ્યું છે. છેલ્લા કેટલાક સમયથી મકાનોના ભાડામાં થઈ રહેલા બેફામ વધારા અને ગરીબ-મધ્યમ વર્ગની મુશ્કેલીઓ સામે લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. આ આંદોલનને મુખ્ય વેગ ત્યારે મળ્યો જ્યારે ૮૭ વર્ષીય એક વૃદ્ધ મહિલાને બળજબરીપૂર્વક તેમના ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા અને તેમને સ્ટ્રેચર પર લઈ જવાની તસવીરો વાયરલ થઈ. આ અમાનવીય ઘટના બાદ સમગ્ર દેશમાં ભારે આક્રોશ ફેલાયો છે

નવા માલિકે વધાર્યું ભાડું, સ્ટ્રેચર પર કાઢવા પડ્યા બહાર

મેરીકાર્મેન (Marycarmen)નામના આ ૮૭ વર્ષના વૃદ્ધા મેડ્રિડમાં છેલ્લા સાડા સાત દાયકા (લગભગ ૭૦ વર્ષથી વધુ સમય) થી એક જ મકાનમાં ભાડે રહેતા હતા. વર્ષ ૨૦૧૮માં આ ઇમારતની માલિકી બદલાઈ ગઈ હતી અને નવા માલિક દ્વારા ભાડામાં ભારે વધારો કરવામાં આવ્યો હતો. પોતાની મર્યાદિત આર્થિક સ્થિતિ અને વૃદ્ધાવસ્થાને કારણે તેઓ આ વધેલું ભાડું ચૂકવવામાં .અસમકર્થ હતા. પરિણામે, સપ્ટેમ્બર મહિનામાં પોલીસની હાજરીમાં તેમને ઘરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. તબિયત સારી ન હોવાને કારણે તેમને સ્ટ્રેચર પર ઘરની બહાર લઈ જવાયા હતા. આ હૃદયદ્રાવક દ્રશ્યોએ સમગ્ર સ્પેનને હચમચાવી દીધું અને આ ઘટના ભાડૂતોના શોષણનું પ્રતીક બની ગઈ.

span

સ્પેનમાં કેમ ભડક્યા લોકો? હજારો લોકોનું ઉગ્ર કેમ્પિંગ પ્રદર્શન

મેરીકાર્મેનની આ ઘટના બાદ સ્પેનની જનતાનો ગુસ્સો ફાટી નીકળ્યો હતો. મેડ્રિડના પ્રખ્યાત પુએર્ટા ડેલ સોલ ચોક પર લગભગ ૧,૦૦૦ જેટલા વિરોધ પ્રદર્શનકારીઓએ કેમ્પિંગ કરીને લાંબા સમય સુધી વિરોધ નોંધાવ્યો હતો. આંદોલનકારીઓની સ્પષ્ટ માંગ છે કે સરકાર ભાડૂતોના અધિકારોનું રક્ષણ (Protection of rights)કરવા માટે કડક અને નક્કર કાયદાકીય પગલાં ન ભરે ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહીં. આ પ્રકારના વિરોધ પ્રદર્શનો હવે બાર્સેલોના સહિત સ્પેનના અન્ય મોટા શહેરોમાં પણ ફેલાઈ રહ્યા છે. ભારે દબાણને કારણે અંતે તંત્ર દ્વારા કરાર હેઠળ તેમનું ભાડું તેમની આવકના ૩૦% સુધી મર્યાદિત કરવામાં આવ્યું છે અને તેઓ અગાઉની જેમ ૫૦૦ યુરો માસિક ભાડું ચૂકવતા રહેશે, પરંતુ આ વિરોધે વ્યાપક સ્વરૂપ લઈ લીધું છે.

છેલ્લા ૧૦ વર્ષમાં બમણા થયા ભાડા, ઘરો મોંઘા થવાના મુખ્ય કારણો

છેલ્લા એક દાયકામાં સ્પેનમાં સરેરાશ ભાડા લગભગ બમણા થઈ ગયા છે. વર્ષ ૨૦૧૬માં જે સરેરાશ ભાડું પ્રતિ ચોરસ મીટર આશરે ૮.૨૦ યુરો હતું, તે વધીને ૨૦૨૬માં આશરે ૧૫.૧૦ યુરો પર પહોંચી ગયું છે.સરકારી ડેટા મુજબ, સ્પેનમાં હાલ લગભગ ૨૬ ટકા ભાડૂઆતો (Tenants)પોતાની કુલ આવકનો ૪૦% જેટલો હિસ્સો માત્ર ભાડા અને ઘરના બિલ પાછળ ખર્ચવા મજબૂર છે.યુરોપિયન યુનિયન (EU) ના દેશોમાં સરકારી માલિકીના કે સસ્તા ભાડાના મકાનોની સરેરાશ ૮% છે, જ્યારે સ્પેનમાં આ પ્રમાણ ૨% કરતા પણ ઓછું છે.આ ગંભીર પરિસ્થિતિને કારણે ખાસ કરીને યુવાનો અને ઓછી આવક ધરાવતા પરિવારો માટે પોતાના જ દેશમાં રહેવું અત્યંત મુશ્કેલ બની ગયું છે.


આ પણ વાંચો:હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ પર હુમલો, 11 ભારતીય ઘાયલ; રેસ્ક્યૂ ઓપરેશન

આ પણ વાંચો:વાયદો છતાં કેસ પાછા ન ખેંચાતા નેપાળમાં યુવાનોનો પ્રચંડ વિરોધ

આ પણ વાંચો:ભયાનક વિમાન ક્રેશ: નાઇજીરીયામાં આકાશમાંથી કાળ ત્રાટક્યો