Gardening Tips: જ્યારે આપણે કોઈ શાકભાજી (Vegetables) બનાવીએ છીએ ત્યારે આપણે તેને ખરીદવા માટે બજારમાં જવું પડે છે. આજકાલ શાકભાજીને જલદી ઉગાડવા માટે કેમિકલ ફર્ટિલાઇઝર (Chemical Fertilizer)નો પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત, બજારમાં મળતા શાકભાજીને ઘરે લાવ્યા બાદ એક અથવા બે દિવસમાં તો કરમાઈ જાય છે અને એનો સ્વાદ પણ એટલો સારો નથી રહેતો!
આ સંજોગોમાં સૌથી બહેતર પદ્ધતિ એ છે કે, કેટલીક શાકભાજીને ઘરે જ ઉગાડવી (Grow Vegetables at Home)! જો તમે શિયાળામાં તાજી અને લીલીછમ શાકભાજી ખાવા માગતા હો તો એના બીજ લાવીને કૂંડા અથવા તો ગ્રો બેગ (Pot or Grow Bag)માં લગાવીને તૈયાર કરી શકો છો. આ માટે ઑક્ટોબરનો મહિનો (October Month) સૌથી બહેતરીન સાબિત થશે. આ દરમિયાન, તમે કોઈ પણ શાકભાજીના બીજ લગાવી શકો છો જે શિયાળા સુધી તૈયાર થઈ જશે!
ઘરે શાકભાજી ઉગાડી શકાય ખરી? ઘણાને આ બાબત અસંભવ લાગશે કારણકે શાકભાજીના બીજ જલદીથી અંકુરિત થતા નથી. પરંતુ બાગાયત નિષ્ણાતોના મતે આ અનોખો ઘરગથ્થુ નુસખો અપનાવીને આ સમસ્યાને ચપટી વગાડતા જ હલ કરી શકાય છે! કોઈપણ જાતના કેમિકલ અથવા મોંઘા હોર્મોનનો ઉપયોગ કર્યા વિના કેવળ આ ટિપ્સની મદદથી તમે શાકભાજીના બીજના મૂળ ઝડપથી ઊગાડી શકો છો.
શિયાળો આવતા સુધી જો તમે તાજી શાકભાજી ખાવા માગતા હો તો દર વખતે બજારમાં જવાની જરુર નથી. જો આ ઑક્ટોબર મહિનામાં કેટલીક શાકભાજીના બીજ વાવશો તો એમની ફસલ શિયાળા (Winter)માં આરામથી તૈયાર થઈ જશે! આ બીજને ગ્રો બેગમાં અથવા કૂંડામાં લગાવી શકાય છે. તો ચાલો જાણીએ એને લગાવવાની વિધિ અને એને સંલગ્ન માહિતી વિશે વિસ્તૃતપણે…

આ શાકભાજીના બીજ લગાવો (Plant 6 Vegetables in October)
1. પાલખ
2. કોથમીર
3. ગાજર
4. મૂળા
5. બીટ
6. વટાણા
જો આ ઑક્ટોબર મહિનામાં કેટલીક શાકભાજીના બીજ વાવશો તો એમની ફસલ શિયાળા (Winter)માં આરામથી તૈયાર થઈ જશે!
બીજ માટે માટીનું મિશ્રણ તૈયાર કરો (Make Soil for Seeds)
છોડવાઓના સારા વિકાસ માટે યોગ્ય માટીનું મિશ્રણ તૈયાર કરવું જરુરી છે. આ શાકભાજીના બીજ લગાવવા માટે 50 ટકા કોકોપીટ, 30 ટકા વર્મીકમ્પોસ્ટ અને 20 ટકા ફર્ટિલાઇઝરનું મિશ્રણ લઇને એને સારી રીતે મિક્સ કરી લો. આ મિશ્રણ હળવું અને પ્રોપર ડ્રેનેજ વાળું હોય એ જરુરી છે. જેથી બીજને અંકુરિત થવામાં મદદ મળી શકે. જ્યારે આ બીજ સારી રીતે અંકુરિત થઈને મોટા થઇ જાય ત્યારે એમને સામાન્ય માટી વાળા કૂંડામાં વાવી શકાય છે.

બીજને પાણી આપવાની પદ્ધતિ (Watering Seeds)
ઑક્ટોબર મહિનામાં ઋતુકીય પરિવર્તન જોવા મળે છે. ચોમાસા (Monsoon) બાદ સવાર-સાંજની હળવી ગુલાબી ઠંડી પણ મહેસૂસ થાય છે. આ સંજોગોમાં છોડને વધુ પાણી આપવાથી બીજ અંકુરિત થવામાં સમસ્યા ઉત્પન્ન થઈ શકે છે. આથી જ માટીમાં હળવો ભેજ રહે એ સુનિશ્ચિત કરવું અને પાણીનો છંટકાવ એક અથવા બે દિવસમાં કરવો. માટીને પૂર્ણ રીતે સુકાવા દેવી નહિં, આ ઉપરાંત વધુ પાણી પણ ન આપો જેથી બીજ ગળીને નષ્ટ થઈ શકે છે. જે પણ ટ્રે અથવા ગ્રો બેગમાં બીજ લગાવ્યા હોય એમાં પ્રોપર ડ્રેનેજની વ્યવસ્થા હોવી જોઇએ.
આ બાબતોનું ધ્યાન રાખવું
બીજના બહેતર ગ્રોથ માટે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઇએ. તમે જે પણ શાકભાજીના બીજ વાવતા હો એની ક્વૉલિટી (Seed Quality) અવશ્ય ચૅક કરો. કૂંડા અથવા ટ્રેમાં વાવેલા બીજને એવી જગ્યાએ રાખવા જ્યાં એને પૂરતો તડકો મળી શકે. ભેજ જાળવી રાખવો અને વધુ તીવ્ર તાપથી બીજનું રક્ષણ કરવું.
છોડને કૂંડામાં ક્યારે લગાવવા?
બીજ જ્યારે છોડ (Plant) બની જાય તો એમને મોટા કૂંડામાં ટ્રાન્સફર કરવાથી એના મૂળ સારી રીકે ફેલાય છે. એમ કરવાથી છોડનો ગ્રોથ બહેતર રીતે થાય છે. જ્યારે અંકુરિત છોડમાં કેટલાક પાન આવી જાય ત્યારે એને તમે ગ્રો બેગ અથવા કૂંડામાં વાવી શકો છો. અંકુરિત બીજના નાના છોડને કૂંડામાં ટ્રાન્સફર કરવા માટે સવાર કે સાંજનો સમય પસંદ કરવો. છોડ કૂંડામાં લગાવ્યા બાદ એને યોગ્ય રીતે પાણી આપવું જરુરી છે.
આ પણ વાંચો: ડુંગળીમાં લવિંગ નાખીને માટીમાં દબાવી દો…15 દિવસમાં લવિંગનો છોડ મ્હોરી ઉઠશે..!
આ પણ વાંચો: કૂંડામાં શી રીતે ઉગાડશો ફ્રેન્ચ મેરીગોલ્ડ? બાલ્કની કે ટેરેસ પર આ રંગબેરંગી ફૂલોનો છોડ વાવવાની ટિપ્સ..!
આ પણ વાંચો: ચોમાસું વિદાય લે એ પહેલા ઘરે કેળ વાવો, શિયાળો આવતા તો ફળથી લચી પડશે!
