Himmatnagar news/ હિંમતનગરમાં ભમરાઓનો આતંક! વનભ્રમણ દરમિયાન NSSના 20 જેટલા વિદ્યાર્થીઓને ડંખ

Himmatnagar Beetle attack: હિંમતનગરના રાજેન્દ્રનગરમાં વનભ્રમણ દરમિયાન NSSના વિદ્યાર્થીઓ પર ભમરાઓના ઝુંડે હુમલો કર્યો. આશરે 20 વિદ્યાર્થીઓ અને 3 ફોરેસ્ટ કર્મચારીઓને ડંખ મારતા હોસ્પિટલ ખસેડાયા.

Top Stories Gujarat Others Breaking News
Himmatnagar Beetle attack: વનભ્રમણ દરમિયાન NSSના 20 જેટલા વિદ્યાર્થીઓને ડંખ

Himmatnagar News: રાજેન્દ્રનગર વિસ્તારમાં વનભ્રમણ માટે પહોંચેલા NSSના વિદ્યાર્થીઓ પર અચાનક ભમરાઓના ઝુંડે (Himmatnagar Beetle attack) હુમલો કરતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનામાં આશરે 20 જેટલા વિદ્યાર્થીઓને ભમરાઓએ ડંખ માર્યા હોવાની માહિતી સામે આવી છે.

મળતી માહિતી મુજબ, NSSના વિદ્યાર્થીઓ રાજેન્દ્રનગર વિસ્તારમાં (Rajendranagar) વનભ્રમણના કાર્યક્રમ માટે ગયા હતા. કાર્યક્રમ દરમિયાન થયેલા અવાજ અને હલચલ વચ્ચે અચાનક ભમરાઓનું ઝુંડ બહાર આવ્યું હતું. ત્યારબાદ ભમરાઓએ વિદ્યાર્થીઓને ડંખ મારવાનું શરૂ કરતાં વિદ્યાર્થીઓમાં નાસભાગ મચી ગઈ હતી.

વિદ્યાર્થીઓને બચાવવા ફોરેસ્ટ ટીમ દોડી આવી

વિદ્યાર્થીઓ (NSS Students) પર ભમરાઓના હુમલાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે, વિદ્યાર્થીઓને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી દરમિયાન ફોરેસ્ટ વિભાગના ત્રણ કર્મચારીઓ પણ ભમરાઓના ડંખનો ભોગ બન્યા હતા.

Himmatnagar Beetle attack: ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા

ઘટના બાદ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે ગાંભોઈ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. બીજી તરફ ભમરાના ડંખથી અસરગ્રસ્ત ત્રણ ફોરેસ્ટ (Himmatnagar Forest) કર્મચારીઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.અચાનક બનેલી ઘટનાથી વનભ્રમણ માટે આવેલા વિદ્યાર્થીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં ફોરેસ્ટ વિભાગે પણ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ ઇજાગ્રસ્તોને જરૂરી સારવાર આપવામાં આવી રહી છે.

@દિપકસિંહ રાઠોડ


આ પણ વાંચો: અરવલ્લી બચાવવા હાઈપાવર કમિટી મેદાનમાં! લાલોડામાં ડુંગરો પર થયેલા ખોદકામનું રૂબરૂ નિરીક્ષણ

આ પણ વાંચો: અરવલ્લી ગિરિમાળાને લઈને સુપ્રીમ કોર્ટની કમિટી મેદાનમાં, સ્થાનિકો અને અધિકારીઓ સાથે કરશે બેઠક

આ પણ વાંચો: સુરતમાં 30 લાખની ખંડણી માટે વેપારીના પુત્રનું અપહરણ! 150થી વધુ CCTVથી ભેદ ઉકેલાયો