Maharashtra News: રાજ્યમાં બાઇક ટેક્સી(Bike Taxi)નું ચલણ ઝડપથી વધતાં સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. હવે આ સેવા ચલાવતી તમામ કંપનીઓએ પોતાની પેટ્રોલ બાઇકો હટાવીને તેની જગ્યાએ ઇલેક્ટ્રિક વાહનો ઉતારવા પડશે. આ નિયમની સીધી અસર મુસાફરો તેમજ બાઇક ટેક્સી ચલાવીને રોજી રળતા ચાલકો પર પડશે.
Bike Taxiને લઈ નવા નિયમો
મહારાષ્ટ્ર (Maharashtra) સરકારે ઓલા (Ola), ઉબર (Uber) અને રેપિડો (Rapido) સહિતની તમામ બાઇક ટેક્સી કંપનીઓને પોતાનો આખો કાફલો ઇલેક્ટ્રિક બાઇક (Electric Bike)માં ફેરવવા જણાવ્યું છે. હાલ પેટ્રોલ બાઇક વાપરતી કંપનીઓએ તબક્કાવાર ઇલેક્ટ્રિક તરફ વળવું પડશે.
કેટલી મુદત મળી છે?
સામાન્ય રીતે કંપનીઓને આ ફેરફાર કરવા 6 મહિનાનો સમય અપાયો છે. જોકે બધી કંપનીઓ માટે મુદત સરખી નથી. કેટલીક કંપનીઓને વધારાની રાહત મળશે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નિર્દેશ પછી રાજ્યના પરિવહન વિભાગે RTO અને બાઇક ટેક્સી કંપનીઓને આ નિયમનો અમલ કરવા જણાવ્યું છે. એટલે આગામી સમયમાં રાજ્યમાં બાઇક ટેક્સી તરીકે પેટ્રોલ નહીં, ઇલેક્ટ્રિક બાઇક જ જોવા મળશે.
કઈ કંપનીઓને વધારાના 3 મહિના મળશે?
મહારાષ્ટ્ર બાઇક ટેક્સી નિયમો, 2025 મુજબ જે ઓપરેટરોએ પ્રોવિઝનલ લાઇસન્સ માટે અગાઉથી અરજી કરી દીધી છે, તેમને ઇલેક્ટ્રિક તરફ વળવા વધુ 3 મહિના મળશે. આમ આવા કિસ્સામાં કંપનીઓને કુલ 9 મહિના સુધીની મુદત મળી શકે છે.
સરકારનો હેતુ શું છે?
આ આદેશ પાછળનો મુખ્ય ઉદ્દેશ વધતા પ્રદૂષણને કાબૂમાં લેવાનો અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનો છે. રાજ્યમાં બાઇક ટેક્સીની સંખ્યા ઝડપથી વધી રહી છે, અને પેટ્રોલ બાઇકના વધતા વપરાશથી પ્રદૂષણ વધવાની શક્યતા રહે છે.
બીજી બાજુ, પેટ્રોલ બાઇકની સરખામણીમાં ઇલેક્ટ્રિક બાઇકનો ચલાવવાનો ખર્ચ ઓછો આવે છે. શરૂઆતમાં તેની કિંમત વધુ હોઈ શકે, પરંતુ લાંબા ગાળે બચત થાય છે. તેનાથી ચાલકોનો રોજિંદો ખર્ચ પણ ઘટી શકે છે.
બુકિંગ મોંઘું પડશે કે સસ્તું?
આ નિર્ણય પછી મુસાફરોને પ્રશ્ન થાય કે ભાડું વધશે કે નહીં. શરૂઆતમાં ભાડું વધી શકે છે, કારણ કે કંપનીઓએ નવી બાઇકો ખરીદવા ઉપરાંત ચાર્જિંગ વ્યવસ્થા માટે પણ ખર્ચ કરવો પડશે. જો શરૂઆતના તબક્કે બાઇકની સંખ્યા ઘટે, તો પણ ભાડામાં વધારો થવાની સંભાવના છે. જોકે લાંબા ગાળે સંચાલન ખર્ચ ઓછો રહેતાં બુકિંગ સસ્તું પણ થઈ શકે છે.
આ પણ વાંચો:તમે ક્યૂટ છો’ – Rapido રાઈડરનો યુવતીને મેસેજ, સોશિયલ મીડિયા પર ભારે આક્રોશ
આ પણ વાંચો:Rapidoના ડ્રાઈવરને Extra ભાડું ન મળતા મહિલા પર વરસી પડ્યો! અપશબ્દો બોલતા સ્ક્રીનશોટ વાયરલ
આ પણ વાંચો:અમદાવાદીઓ ધ્યાન આપજો! 7થી 10 સપ્ટેમ્બર રિક્ષા-ટેક્સી બંધનું એલાન, મુસાફરોએ અગાઉથી કરવી પડશે વ્યવસ્થા
