પશ્ચિમ બંગાળનાં બર્ધમાન રેલવે સ્ટેશનનો એક ભાગ શનિવારે ધરાશાયી થતા અનેક ઘાયલ થાય છે. આ માહિતી પૂર્વ રેલ્વેના અધિકારીએ આપી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સાંજનાં સમયે સ્ટેશન પાસે થયેલી આ દુર્ઘટનામાં કેટલાય મુસાફરો કાટમાળ નીચે દટાયેલાને હટાવવા અને તે લોકોની શોધ કરવાનું કામ ચાલી રહ્યું છે, એવું કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માત સ્થળે બાંધકામનું કામ ચાલી રહ્યું હતું.
પૂર્વી રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘બર્ધમાનમાં સ્ટેશન બિલ્ડિંગનો એક ભાગ રાત્રે 8.10 વાગ્યે ધરાશાયી થી ગયો હતો. એક અધિકારીએ જણાવ્યું હતું કે જ્યાં બિલ્ડિંગનો ભાગ પડ્યો ત્યાં બાંધકામ પ્રવૃત્તિ ચાલી રહી છે. બર્ધમાન રેલ્વે સ્ટેશન કોલકાતાથી લગભગ 95 કિ.મી. દૂર વ્યસ્ત હાવડા..નવી દિલ્હી લાઈન પર છે.
West Bengal: A portion of a building at Barddhaman Railway Station has collapsed. No casualty or injury reported till now. More details awaited. pic.twitter.com/KQzBSBL9Jb
— ANI (@ANI) January 4, 2020
પૂર્વ રેલ્વેના જીએમ મુતીબક બર્ધમાન રેલ્વે સ્ટેશનની ઈમારતનો એક ભાગ શનિવારે રાત્રે સાડા આઠ વાગ્યાની આસપાસ ધરાસાયી થઇ હતો. આ ઘટનામાં ઘાયલ બે લોકોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
દુર્ઘટના બાદ રેલવેનાં અધિકારીઓ ઉપરાંત પશ્ચિમ બંગાળ પોલીસ અને વર્ધમાન જીલ્લા વહીવટી તંત્ર તથા રેલવે પ્રોટેક્સન ફોર્સનાં જવાનોને બચાવ કામગીરી માટે મોકલવામાં આવ્યા.તેમણે ઘાયલોને તાત્કાલીક નજીકની હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં અને આરોગ્ય વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
