Bhavnagar News: શહેરમાં પર્યાવરણને નુકસાન પહોંચાડતા પ્રતિબંધિત પ્લાસ્ટિક સામે મહાનગરપાલિકાએ કડક વલણ અપનાવ્યું છે. મનપાના સોલિડ વેસ્ટ વિભાગે ચાલુ ડ્રાઈવ અંતર્ગત સતત બીજા દિવસે પણ તપાસ અને દરોડા યથાવત રાખ્યા હતા. આ દરમિયાન 400 કિલોથી વધુ પ્લાસ્ટિકનો જથ્થો કબજે લેવાયો છે.
Bhavnagarમાં ત્રણ સ્થળેથી 400 કિલો જથ્થો કબજે
આજની કામગીરીમાં મનપાની ટીમે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં તપાસ કરી હતી. ત્રણ સ્થળોએથી અંદાજે 400 કિલો જેટલું પ્રતિબંધિત પ્લાસ્ટિક મળી આવ્યું, જેને સ્થળ પર જ જપ્ત કરાયું. નિયમભંગ બદલ કુલ 15,000 રૂપિયાનો દંડ (Penalty) પણ વસૂલવામાં આવ્યો છે.
બે દિવસની કાર્યવાહીના આંકડા
ડ્રાઈવના પહેલા દિવસે ચિત્રા GIDC સ્થિત શ્રીજી પેકેજિંગમાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકનો મોટો જથ્થો પકડાયો હતો. સિંધુનગરના એક સ્ટોરમાંથી પણ 450 કિલો પ્લાસ્ટિક સામગ્રી મળતાં તેને કબજે લેવાઈ હતી. બે દિવસ દરમિયાન મનપાએ અંદાજે 4.15 લાખ રૂપિયાની કિંમતનો કુલ 2.8 ટન પ્રતિબંધિત જથ્થો પકડી પાડ્યો છે.
આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે ઝુંબેશ
શહેરમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક (Single Use Plastic)નું વેચાણ અને સંગ્રહ સંપૂર્ણપણે બંધ કરાવવા મનપાનું તંત્ર સક્રિય બન્યું છે. સોલિડ વેસ્ટ (Solid Waste) વિભાગે સ્પષ્ટ ચેતવણી આપી છે કે આવી કડક કાર્યવાહી આગામી દિવસોમાં પણ નિયમિત રીતે ચાલુ રહેશે, જેથી શહેરનું પર્યાવરણ જળવાઈ રહે. વેપારીઓએ પ્રતિબંધિત પ્લાસ્ટિક (Plastic Ban) અંગેના નિયમોનું પાલન કરવું જરૂરી બન્યું છે, અન્યથા મહાનગરપાલિકા (Municipal Corporation) દ્વારા દંડ ઉપરાંત વધુ આકરાં પગલાં લેવાઈ શકે છે.
આ પણ વાંચો:સુરતમાં ચીનથી આવતા પ્રતિબંધિત પ્લાસ્ટિક પર તંત્રની નજર, પોર્ટથી ગૃહ ઉદ્યોગો સુધી તપાસ
આ પણ વાંચો:સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઈલ-ફોલ્ડર પર રોક: ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
