Food Recipe/ સવારે નાસ્તામાં બનાવો રાજગરાની સ્વાદિષ્ટ ઉપમા…સ્વાસ્થ્ય માટે ફાયદાકારક અને બનાવવામાં પણ આસાન…

આ ઉપવાસમાં ખાઈ શકાય એવી ગ્લૂટન-ફ્રી રેસિપી(Gluten Free Recipe)  છે. તો ચાલો જાણીએ, રાજગરાની ઉપમા (Rajgira Upma Recipe) બનાવવા માટે…

Trending Food Lifestyle
Rajgira Upma Recipe...ઉપવાસમાં ખાઈ શકાય એવી Gluten Free રેસિપી! 30 મિનિટમાં તૈયાર!

Food Recipe: આ ઉપવાસમાં ખાઈ શકાય એવી ગ્લૂટન-ફ્રી રેસિપી છે. તો ચાલો જાણીએ, રાજગરાની ઉપમા (Rajgira Upma Recipe) બનાવવા માટે કઈ-કઈ સામગ્રીની જરુર પડશે અને એને બનાવવાની સરળ વિધિ કઈ છે?

જો તમે સવારના નાસ્તામાં કંઈક હૅલ્ધી અને સ્વાદિષ્ટ ખાવા ઈચ્છતા હો તો રાજગરાની ઉપમા એક ઉત્તમ વિકલ્પ હોઈ શકે છે. રાજગરો (Amaranth) પોષક તત્વોથી ભરપૂર માનવામાં આવે છે અને એનાથી તૈયાર કરવામાં આવેલી ઉપમા સ્વાદિષ્ટ હોવા ઉપરાંત લાંબો સમય પેટ ભરેલું મહેસૂસ કરાવા છે. એમાં શાકભાજી, સીંગદાણા અને મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે એનાથી એનો સ્વાદ અને પોષણ બંને વધી જાય છે. સૌથી ઉત્તમ વાત એ છે કે તમે એને ઘરે સરળતાથી બનાવી શકો છો અને ઉપવાસમાં ખાઈ શકાય એવી ગ્લૂટન-ફ્રી રેસિપી(Gluten Free Recipe)  છે. તો ચાલો જાણીએ, રાજગરાની ઉપમા (Rajgira Upma Recipe) બનાવવા માટે કઈ-કઈ સામગ્રીની જરુર પડશે અને એને બનાવવાની સરળ વિધિ કઈ છે?

શી રીતે બનાવશો રાજગરાની ઉપમા? (Rajgira Upma Recipe)

રાજગરાની ઉપમા બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

રાજગરાની ઉપમા બનાવવા માટેની સામગ્રી
રાજગરાની ઉપમા બનાવવા માટેની સામગ્રી

સામગ્રી

3/4 કપ પલાળેલો રાજગરો

દોઢ ચમચી તેલ

1 નાની ચમચી રાઈ

1 નાની ચમચી જીરું

18-20 મીઠા લીમડાના પાન

અડધી ચમચી હીંગ

2 લીલા મરચાં

1 ઈંચ આદુનો ટુકડો

અડધું કેપ્સકમ

પા ચમચી હળદર

અડધી ચમચી લાલ મરચું પાવડર

અડધી ચમચી ગરમ મસાલો

2 ચમચી શેકીને વાટેલી મગફળી

સ્વાદાનુસાર મીઠું

કોથમીર

અડધા લીંબુનો રસ

Rajgira Upma Recipe
Rajgira Upma Recipe

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ એક પૅનમાં તેલ ગરમ કરો. એમાં રાઈ અને જીરુ ઉમેરીને તતડવા દો. ત્યાર બાદ, મીઠા લીમડાના પાન અને હીંગ ઉમેરો.

2. હવે એમાં સમારેલા લીલા મરચાં અને આદુ સાંતળો. ઝીણા સમારેલા કેપ્સિકમ ઉમેરીને 2-3 મિનિટ સુધી પકાવી લો.

3. એમાં હળદર, લાલ મરચું અને ગરમ મસાલો નાખીને સારી રીતે હલાવી લો. ત્યારબાદ અગાઉથી પલાળેલો કે બાફેલો રાજગરો એમાં ઉમેરો. સ્વાદાનુસાર મીઠું ઉમેરીને તમામ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી દો.

4. રાજગરો રંધાવા આવે એટલે એમાં શેકીને વાટેલી મગફળી નાખો અને 2-3 મિનિટ સુધી ધીમા તાપે થવા દો.

5. અંતે ગૅસ બંધ કરીને કોથમીર અને અડધા લીંબુનો રસ (Lemon Juice) ઉમેરો અને સારી રીતે હલાવી લો.

તો 5 જ સ્ટૅપમાં તૈયાર છે તમારી હૅલ્ધી રાજગરાની ઉપમા…એને ગરમાગરમ સર્વ કરો. આ ઉપમાને તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો.


આ પણ વાંચો: ‘ઝાલમુડી’ શું છે? આ નામનો અર્થ શું થાય?….આ બંગાળ સ્પેશ્યલ વિશેષ રેસિપી વિશે સંક્ષિપ્તમાં..!

આ પણ વાંચો: ન્યુટ્રિશનથી ભરપૂર સુપરફૂડ ‘મખાના’; ડાયેટમાં સામેલ કરવા માટે આ 5 સ્વાદિષ્ટ અને હેલ્ધી રીતો નોંધી લો