Chhota Udepur News/ છોટા ઉદેપુર LCBની મોટી કાર્યવાહી: ઘઉંના લોટના કોથળાની આડમાં 4,070 બોટલ વિદેશી દારૂ ઝડપાયો

છોટા ઉદેપુર (Chhota Udepur) LCBએ ઘઉંના લોટના કોથળાની આડમાં દારૂની હેરાફેરી કરતું આઇસર ઝડપી 2 આરોપીને પકડ્યા

Gujarat Others Breaking News
Chhota Udepur

Chhota Udepur News: છોટા ઉદેપુર(Chhota Udepur)જિલ્લામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચે દારૂબંધી વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. બાતમીના આધારે ઘઉંના લોટના કોથળાની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતું આઇસર ઝડપાયું છે. પોલીસે બે શખસની ધરપકડ કરી છે અને 20 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

પોલીસે દારૂના મોટા જથ્થા સાથે બે આરોપીને સ્થળ પરથી ઝડપી પાડ્યા છે. આ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો, તે અંગે પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

Chhota Udepurમાં દારૂ જપ્ત

મળતી માહિતી મુજબ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB)ની ટીમ પેટ્રોલિંગ અને વોચમાં હતી. ત્યારે પોલીસને બાતમી મળી કે એક આઇસર (Eicher)માં ગેરકાયદે વિદેશી દારૂ (Foreign Liquor) ભરીને હેરાફેરી થઈ રહી છે. બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ વાહનને અટકાવ્યું અને તેની તલાશી લીધી.

વાહનમાં પ્રથમ નજરે ઘઉંના લોટના કોથળા ભરેલા દેખાયા હતા. પરંતુ કોથળા હટાવીને તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી, કારણ કે તેની પાછળ દારૂની પેટીઓ છુપાવવામાં આવી હતી.

4,070 બોટલ, 10.52 લાખનો દારૂ જપ્ત

સઘન તલાશી દરમિયાન વાહનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કુલ 4,070 બોટલ મળી આવી હતી. આ દારૂની અંદાજિત કિંમત 10,52,410 રૂપિયા છે. દારૂ ઉપરાંત આઇસર વાહન અને અન્ય સાધનો મળીને પોલીસે કુલ 20 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસે પ્રોહિબિશન (Prohibition) એક્ટ હેઠળની કાર્યવાહીના ભાગરૂપે બંને આરોપીની પૂછપરછ હાથ ધરી છે. દારૂની હેરાફેરી પાછળના આખા નેટવર્ક સુધી પહોંચવા માટે કાયદેસરની તપાસ ચાલી રહી છે.


આ પણ વાંચો:અસલાલીમાં દારૂના કટિંગ પર દરોડા, ₹18.29 લાખના મુદ્દામાલ સાથે 4 ઝડપાયા

આ પણ વાંચો:જામનગરમાં નવરાત્રી પહેલા પોલીસની કાર્યવાહી: દારૂની 15 બોટલ સાથે ત્રણ યુવકો ઝડપાયા

આ પણ વાંચો:દારૂ છુપાવવા એક્ટિવામાં બનાવ્યા ચોરખાના! વડોદરામાં 455 બોટલ સાથે બેની ધરપકડ