Kalol News: ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં આવેલી આદર્શ હોસ્પિટલમાં (Adarsh Hospital Kalol) સારવાર માટે આવેલી એક મહિલા સાથે છેડતી થયાની ઘટના સામે આવી છે. પોતાની બે વર્ષની દીકરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવનાર મહિલાએ ત્યાં ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડ સામે અયોગ્ય વર્તન અને શારીરિક છેડતીનો આરોપ લગાવ્યો છે. મહિલાની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે આરોપી સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Adarsh Hospital Kalol: દીકરીની સારવાર માટે હોસ્પિટલમાં આવી હતી મહિલા
મળતી માહિતી અનુસાર, આરપીએફના એક જવાનની પત્ની પોતાની બે વર્ષની દીકરીને શરદી અને કફની તકલીફ થતાં કલોલની આદર્શ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી. તબીબી તપાસ બાદ બાળકીને હોસ્પિટલના પ્રથમ માળે આવેલા રૂમમાં દાખલ કરવામાં આવી હતી અને તેની સારવાર શરૂ કરવામાં આવી હતી.
મોડી રાત્રે લોબીમાં બાળકી સાથે ફરી રહી હતી
ફરિયાદ મુજબ, 15 ઑક્ટોબરની રાત્રે આશરે 11:30 વાગ્યે બાળકી સતત રડતી હોવાથી મહિલા તેને શાંત કરવા માટે હોસ્પિટલની લોબીમાં ફેરવી રહી હતી. આ દરમિયાન હોસ્પિટલમાં ફરજ પર હાજર સિક્યુરિટી ગાર્ડ (Hospital Security Guard) બળદેવ પશા વાઘેલા ત્યાં આવ્યો હતો.
આરોપીએ બાળકીને લિફ્ટમાં બેસાડીને ફેરવવાની વાત કરી મહિલાની સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મહિલાએ આ માટે ના પાડી દીધી હતી. ત્યારબાદ મહિલા પોતાની દીકરીને તેડીને લોબીમાં ફરી રહી હતી.
એકલતાનો લાભ લઈ છેડતી કરી હોવાનો આરોપ
મહિલાની ફરિયાદ પ્રમાણે, રાત્રિના સમયે લોબીમાં તે એકલી હતી ત્યારે સિક્યુરિટી ગાર્ડ પાછળથી આવ્યો હતો અને તેની સાથે શારીરિક છેડતી કરી હતી. અચાનક બનેલી આ ઘટનાથી મહિલા ગભરાઈ (Woman Molestation Allegation) ગઈ હતી. જોકે, તેણે હિંમત કરીને આરોપીને ધક્કો માર્યો અને પોતાની દીકરી સાથે રૂમમાં જતી રહી હતી.
181 મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો
ઘટના બાદ મહિલાએ પોતાના પતિને ફોન કરીને સમગ્ર મામલાની જાણ કરી હતી. સાથે જ તેણે 181 મહિલા હેલ્પલાઇનનો પણ સંપર્ક કર્યો હતો. દીકરીની સારવાર હોસ્પિટલમાં ચાલુ હોવાથી તે સમયે તાત્કાલિક પોલીસ સ્ટેશન જઈ શકી નહોતી. પતિ નોકરી પરથી પરત આવ્યા બાદ બંને કલોલ શહેર પોલીસ સ્ટેશન પહોંચ્યાં હતાં અને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.
પોલીસ તપાસ શરૂ
મહિલાની ફરિયાદના આધારે કલોલ શહેર પોલીસે સિક્યુરિટી ગાર્ડ બળદેવ વાઘેલા સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસ હવે ફરિયાદમાં જણાવાયેલી ઘટનાની વિગતો અને સંબંધિત પુરાવાઓના આધારે (Kalol Police Investigation) આગળની કાર્યવાહી કરી રહી છે.
આ પણ વાંચો: છેડતી કરતાં યુવકને કિન્નરે જાહેરમાં શીખવ્યો પાઠ! વાળ પકડી બે લાફા ઝીંકતાં દશામાના વિસર્જનમાં બબાલ
