Navratri 2026: નવરાત્રિનો ત્રીજો દિવસ (3rd Day of Navratri) મા દુર્ગાના તૃતિય સ્વરુપને એટલે કે મા ચંદ્રઘંટાને સમર્પિત છે. મા દુર્ગાના ત્રીજા સ્વરુપ ચંદ્રઘંટાની ઉત્પત્તિ સાથે જોડાયેલી પૌરાણીક કથા (Ma Chandraghanta Katha) વિશે જાણીએ. આ દિવસે માતા ચંદ્રઘંટાની ઉપાસના કરવાથી દરેક ભય દૂર થાય છે અને જીવનના તમામ વિધ્નો-અડચણો પણ દૂર થઈ જાય છે.
દેવી દુર્ગા (Ma Durga)ના આ સ્વરુપને ભક્તો અત્યંત કલ્યાણકારી માને છે. જે પણ ભક્ત સાચા હ્યદયથી માતાજીની આરાધના કરે છે એમની દેવીમા હંમેશાં રક્ષા કરે છે. દેવીના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર (Bell Shaped Moon) સુશોભિત હોવાના કારણે પણ એમને ચંદ્રઘંટાના નામે જાણવામાં આવે છે.
માતા ચંદ્રઘંટાને દેવી દુર્ગાનું ઉગ્ર સ્વરુપ માનવામાં આવે છે. મા ચંદ્રઘંટાનું વાહન સિંહ (Lion) છે અને એમની દસેય ભુજાઓમાંથી ચાર જમણા હાથમાં કમળનું ફૂલ, ધનુષ, જપમાળા અને તીર છે જ્યારે પાંચમો હાથ અભય મુદ્રામાં રહેલો છે. ચાર ડાબા હાથોમાં ત્રિશૂળ, ગદા, કમંડળ અને તલવાર છે અને પાંચમો હાથ વરદ મુદ્રામાં રહેલો છો. તો ચાલો જાણીએ મા દુર્ગાના ત્રીજા સ્વરુપ ચંદ્રઘંટાની ઉત્પત્તિ સાથે જોડાયેલી પૌરાણીક કથા વિશે….

મા ચંદ્રઘંટાની પૌરાણીક કથા (Ma Chandraghanta Katha)
મા ચંદ્રઘંટાની પૂજા નવરાત્રિના ત્રીજા દિવસે કરવામાં આવે છે. માતાને કલ્યાણકારી અને ભક્તોની રક્ષણ કરવાવાળી માતા માનવામાં આવે છે. ચંદ્રઘંટા સાથે જોડાયેલી એક કથા આપણા પુરાણોમાં પ્રાપ્ત થાય છે. જે કથા અનુસાર, મા ચંદ્રઘંટા દુર્ગા માતાનો જ અવતાર છે. એવું માનવામાં આવે છે કે મહિષાસુર નામનો એક દૈત્ય હતો જેણે ત્રણેય લોકમાં હાહાકાર મચાવી દીધો હતો. એક વાર મહિષાસુર અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહેલું અને મહિષાસુરની ઈચ્છા દેવરાજ ઈન્દ્રનું સિંહાસન પ્રાપ્ત કરવાની હતી. આથી દેવતાઓએ ચિંતાતુર થઈને ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ સમક્ષ પોતાની ચિંતા પ્રગટ કરી.

જ્યારે ત્રિદેવોને આ વાતની ખબર પડી તો એમને ક્રોધ આવ્યો અને એમના મુખમાંથી ઊર્જા નીકળી. આ જ ઊર્જાથી માતા ચંદ્રઘંટાનું અવતરણ થયું. માતાના અવતરણ બાદ ભગવાન શિવે (Lord Shiva) એમને પોતાનું ત્રિશૂળ આપ્યુ, ભગવાન વિષ્ણુ (Lord Vishnu)એ પોતાનું ચક્ર અને ઈન્દ્રદેવે પોતાને ઘંટ આપ્યો. જ્યારે સૂર્ય દેવે પોતાની ઊર્જા પ્રદાન કરી. દેવતાઓ દ્વારા શક્તિ મેળવીને અંતે માતા ચંદ્રઘંટાએ મહિષાસુરનો વધ કર્યો અને દેવતાઓની રક્ષા કરી.
આમ, માતા ચંદ્રઘંટાનો મહિમા અપાર છે અને એની ઉપાસના નવરાત્રિના ત્રીજા દિવસે કરવામાં આવે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે?
આ પણ વાંચો: આજે માતા ચંદ્રઘંટાને ધરાવો આ વસ્તુઓનો પ્રસાદ…દરેક વિઘ્ન અને બાધા દૂર…થશે મનોવાંચ્છિત ફળની પ્રાપ્તિ!
આ પણ વાંચો: શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે બનશે ત્રિગ્રહી યોગ…3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે…આર્થિક ઉન્નતિના યોગ!
