World News:ફેસબુક (Facebook )પર પયગંબર મુહમ્મદ વિશે અપમાનજનક ટિપ્પણી કરવા બદલ સાઉદી અરેબિયામાં મૃત્યુદંડની સજા પામેલા 27 વર્ષીય શ્રીલંકાના નાગરિક અનોજન શિવરસાને મોટી રાહત મળી છે. સાઉદી અરેબિયાની સુપ્રીમ કોર્ટે તેમની ફાંસીની સજાને સત્તાવાર રીતે રદ કરી દીધી છે, જેનાથી શિવરસાના પરિવાર અને તેમના સમર્થકોમાં મોટી આશા જાગી છે. શ્રીલંકાના નાયબ વિદેશ પ્રધાન અરુણ હેમચંદ્ર દ્વારા આ રાહતજનક જાહેરાત કરવામાં આવી હતી.
વિવાદ અને મૃત્યુદંડની સજાનો સમગ્ર મામલો
જૂનના અંતમાં સોશિયલ મીડિયા (Social Media)પર એક વાયરલવીડિયો બાદ આ વિવાદ શરૂ થયો હતો, જેમાં એક યુવાન હિન્દુ યાત્રાળુઓની પાછળ કૂતરાને લાત મારતો નજરે પડ્યો હતો. આ વીડિયો પર થયેલી ચર્ચા દરમિયાન એક યુઝરે હિન્દુ દેવતા (Hindu Deity)વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી, જેના પ્રત્યુત્તરમાં શિવરસાએ તમિલ ભાષામાં પયગંબર મુહમ્મદ વિરુદ્ધ ટિપ્પણી કરી દીધી હતી. સપ્ટેમ્બરમાં સાઉદી અરેબિયાની અપીલ કોર્ટે તેમને નિંદાના દોષી ઠેરવીને ફાંસીની સજા ફટકારી હતી, જેના કારણે શ્રીલંકામાં ભારે ચિંતા વ્યાપી ગઈ હતી.
રાજદ્વારી પ્રયાસો અને રાહત છતાં અસ્પષ્ટતા
મૃત્યુદંડની સજા બાદ પરિવાર, સંસદસભ્યો અને આંતરરાષ્ટ્રીય માનવાધિકાર સંગઠનોએ આ કેસમાં સઘન હસ્તક્ષેપની માંગ કરી હતી, જેના પરિણામે રાજદ્વારી પ્રયાસો તેજ બન્યા હતા. સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી યુવક પર તોળાઈ રહેલું ફાંસીનું જોખમ હાલ પૂરતું ટળી ગયું છે. જોકે, શિવરસાની કાનૂની અટકાયત અને આગામી પ્રક્રિયા હજુ અસ્પષ્ટ છે, કારણ કે તેમને ક્યારે મુક્ત કરવામાં આવશે અથવા તેમની સામે આગળ કોઈ કાનૂની કાર્યવાહી થશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
આ પણ વાંચો:મક્કા નજીક હુતી ડ્રોન નષ્ટ, સાઉદી અરેબિયામાં સુરક્ષા એલર્ટ; પવિત્ર શહેરની સુરક્ષા વધારાઈ
આ પણ વાંચો:સાઉદી અરેબિયામાં હાઈ એલર્ટ: ક્રાઉન પ્રિન્સની સુરક્ષા વધારી
આ પણ વાંચો:સાઉદી અરેબિયા પર હુમલા બાદ મક્કા ડિફેન્સ પેક્ટની કસોટી, હવે પાકિસ્તાન-તુર્કી શું કરશે?
