Dharm & Bhakti: સૂર્ય અને શનિની વચ્ચે ભલે ને પિતા-પુત્રનો સંબંધ હોય પણ વૈદિક જ્યોતિષમાં એ પરસ્પર શત્રુ માનવામાં આવે છે. આ બંને ગ્રહો 17 ઓક્ટોબરે ષડાષ્ટક યોગ (Surya-Shani Shadashtak Yog 2026)નું નિર્માણ કરશે. આ ઘટના સૂર્યના કન્યા રાશિમાંથી તુલા રાશિમાં ગોચર થવાથી ઘટશે. આ સંજોગોમાં સૂર્ય ગ્રહ તુલા રાશિમાં બેસશે અને શનિથી અષ્ટમ ભાવમાં વિદ્યમાન રહેશે. જ્યારે શનિ સૂર્યથી છઠ્ઠા ભાવમાં રહેશે અને ષડાષ્ટક યોગ બનાવશે. આ યોગને વૈદિક જ્યોતિષ (Astrology)માં શુભ માનવામાં નથી આવતો. આ યોગ રચાવાને કારણે કઇ-કઈ રાશિઓના જીવનમાં પડકારો ઉદ્ભવશે અને એમણે કયા ઉપાયો કરવાના રહેશે એ વિશે જાણીએ…
સૂર્ય-શનિ ષડાષ્ટક યોગથી 3 રાશિઓએ રહેવું સતર્ક (Surya-Shani Shadashtak Yog 2026)
આ યોગ રચાવાને કારણે કઇ-કઈ રાશિઓના જીવનમાં પડકારો ઉદ્ભવશે અને એમણે કયા ઉપાયો કરવાના રહેશે એ વિશે જાણીએ.

સિંહ રાશિ (Leo)
સિંહ રાશિના જાતકો માટે 17 ઓક્ટોબરે સ્વયંની રાશિના સ્વામી સૂર્ય તુલા રાશિમાં ગોચર કરશે જે સૂર્યના શત્રુ ગ્રહ શુક્રની રાશિ છે. તુલા રાશિમાં ગોચર કર્યા બાદ સૂર્ય અને શની વચ્ચે ષડાષ્ટક યોગ (Surya-Shani Shadashtak Yog 2026) બનશે. આ ઘાતક યોગ બનવાના કારણે તમને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આંખો અને માથામાં પીડાની સમસ્યાથી ગ્રસિત થઈ શકો છો. સ્વાસ્થ્ય અંગે સતર્ક રહેવુંય ધનની લેવડ-દેવડ કરતી વખતે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિને સાથે રાખવી નહિં તો તમારી સાથે દગો થઈ શકે છે. કાર્યસ્થળે ઉચ્ચ અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે આથી વાણીને નિયંત્રણમાં રાખવી.
ઉપાય- સૂર્ય ગ્રહના મંત્ર જાપ કરવા.

વૃશ્ચિક રાશિ (Scorpio)
વૃશ્ચિક રાશિના જાતકો માટે સૂર્ય ગ્રહનું ગોચર તમારા દ્વાદશ ભાવમાં થશે જે હાનિનો ભાવ છે. તમારા દ્વાદશ ભાવમાં બેસીને સૂર્ય, શનિ ષડાષ્ટક યોગ બનાવશે. આ યોગ (Surya-Shani Shadashtak Yog 2026)ના કારણે અચાનક ધનહાનિ થઈ શકે છે. મોટું નાણાકીય રોકાણ કરતા પહેલા અવશ્ય સલાહ લેવી. વાહન વગેરે ચલાવવામાં પણ આ રાશિના જાતકોએ સતર્કતા પૂર્વક વર્તવું પડશે. કેરિયરના ક્ષેત્રે પડકારો આવી શકે છે. દરેક કામમાં કાર્યક્ષેત્રે ગંભીરતાપૂર્વક વર્તવાનું રહેશે.
ઉપાય- શિવ ચાલીસાનો પાઠ કરવો.

મીન રાશિ (Pisces)
મીન રાશિના જાતકો માટે આ ષડાષ્ટક યોગ તમારા કૌટુંબિક જીવનમાં ચડાવ-ઉતાર લાવી શકે છે. જીવનસાથી સાથે કોઈ જૂની બાબતને લઈને મતભેદ થઈ શકે છે. આથી વાણીનો સમજી-વિચારીને ઉપયોગ કરવો. કોર્ટ-કચેરીની બાબતોમાં કોઈ બાબતે ધનનો વ્યય થઇ શકે છે. અવાંચ્છિત ખર્ચ પર પણ તમારે લગામ રાખવી પડશે.
ઉપાય- હનુમાન ચાલીસાના પાઠ કરવા.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો: નવરાત્રીમાં વસ્ત્રો ધારણ કરતા પહેલા જોઈ લો આ લિસ્ટ…જાણો કયા દિવસે કયો રંગ પહેરવો શુભ છે?
આ પણ વાંચો: 18 કે 19 ઑક્ટોબર….ક્યારે છે મહાઅષ્ટમી? જાણીએ પંચાંગ અનુસાર સાચી તારીખ વિશે…
આ પણ વાંચો: શારદીય નવરાત્રિના પ્રથમ દિવસે બનશે ત્રિગ્રહી યોગ…3 રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે…આર્થિક ઉન્નતિના યોગ!
