Gandhinagar News : ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના કર્મચારીઓ માટે (Gujarat ST Employees)દિવાળી પહેલાં રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકારે એસટી વિભાગના કર્મચારીઓના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો મંજૂર કર્યો છે. આ વધારાથી કર્મચારીઓને મોંઘવારી સામે આર્થિક રાહત મળશે અને તેમના માસિક પગારમાં પણ વધારો થશે.
મોંઘવારી ભથ્થું વધીને 60 ટકા થયું
મળતી માહિતી અનુસાર, ગુજરાત ST કર્મચારીઓ (Gujarat ST Employees)ના મોંઘવારી ભથ્થા (DA)માં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ કર્મચારીઓને હવે 60 ટકાના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. મોંઘવારીના સમયમાં આ નિર્ણય કર્મચારીઓ માટે રાહતરૂપ સાબિત થઈ શકે છે.
કર્મયોગીઓનું હિત એ જ રાજ્ય સરકારની પ્રાથમિકતા!
આપણા મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી આદરણીય શ્રી @Bhupendrapbjp જી દ્વારા ગુજરાત એસ.ટી. નિગમના લાખો કર્મચારીઓના હિતમાં એક મોટો અને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
નિગમના પરિશ્રમી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2% નો સાનુકૂળ વધારો મંજૂર કરવામાં આવ્યો છે. આ વધારા સાથે હવેથી કર્મચારીઓને 60% ના દરે મોંઘવારી ભથ્થું ચૂકવવામાં આવશે. આ ઉપરાંત, કર્મચારીઓને વધારાના મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચુકવણી કરવામાં આવશે.
ગુજરાત સરકારના આ કર્મચારી કલ્યાણના અભિગમને હું હૃદયપૂર્વક આવકારું છું.
@OfficialGsrtc
— Harsh Sanghavi (@sanghaviharsh) October 15, 2026
માસિક પગારમાં થશે વધારો
મોંઘવારી ભથ્થામાં વધારો થતાં કર્મચારીઓના પગારમાં (ST Employees Salary)પણ વધારો થશે. જોકે, પગારમાં થનારા વધારાની ચોક્કસ રકમ કર્મચારીના મૂળ પગાર અને લાગુ પડતા નિયમો પર આધારિત રહેશે. આ નિર્ણયથી એસટી વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓને આર્થિક લાભ મળશે.
એરિયર્સની પણ મળશે ચુકવણી
મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કર્મચારીઓને વધારાના DAના એરિયર્સ (DA Arrears)ની ચુકવણી પણ કરવામાં આવશે, તેમ મળતી માહિતીમાં જણાવાયું છે. એરિયર્સની રકમ અને ચુકવણીની તારીખ અંગેની ચોક્કસ વિગતો સંબંધિત સત્તાવાર પરિપત્રના આધારે સ્પષ્ટ થશે.
દિવાળી પહેલાં કર્મચારીઓને રાહત
દિવાળી પહેલાં મોંઘવારી ભથ્થામાં વધારો થવાના સમાચારથી એસટી કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વધતી મોંઘવારી વચ્ચે પગાર સાથે જોડાયેલા આર્થિક લાભથી કર્મચારીઓ અને તેમના પરિવારોને મદદ મળશે.
