Ahmedabad News: અમદાવાદ જિલ્લાના નળસરોવર પક્ષી અભયારણ્યમાં બોટમેનની તાલીમ દરમિયાન એક યુવક પાણીમાં ડૂબવાની ઘટના (Nalsarovar Incident) સામે આવી છે. 21 વર્ષીય મુબારક પરમાણીને પાણીમાંથી બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, હાલ તેની તબિયત સ્થિર હોવાનું જણાવાયું છે.
Nalsarovar Incident: પરીક્ષાની તાલીમ દરમિયાન દુર્ઘટના
મળતી માહિતી અનુસાર, નળસરોવરમાં બોટમેનની તાલીમ ચાલી રહી હતી. આ દરમિયાન યુવક અચાનક પાણીમાં ડૂબવા (Nalsarovar Drowning) લાગ્યો હતો. આસપાસ હાજર લોકોએ તેને પાણીમાંથી બહાર કાઢ્યો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યો હતો.
સૂત્રોના જણાવ્યા મુજબ, બોટમેનની પરીક્ષામાં ત્રણ મિનિટમાં 50 મીટરનું અંતર કાપીને પરત આવવાનું (Boatman Training) હોય છે. આ પરીક્ષાની તૈયારી દરમિયાન ઘટના બની હતી. યુવક કયા કારણોસર ડૂબ્યો તે અંગે વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. (Gujarat News)
બોટિંગ સેવા ફરી શરૂ કરવાની તૈયારી
નળસરોવર પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મૂકાયા બાદ બોટિંગ સેવા શરૂ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા પ્રમાણિત બોટમેનને તાલીમ આપવામાં આવી રહી છે.
અહેવાલ મુજબ, દિવાળી સુધીમાં તબક્કાવાર 100 યાંત્રિક બોટ અને પાંચ રેસ્ક્યૂ બોટ શરૂ કરવાની યોજના છે. જોકે, હાલની દુર્ઘટનાનાં કારણો અંગે સત્તાવાર માહિતી મળ્યા બાદ જ વધુ સ્પષ્ટતા થઈ શકશે.
આ પણ વાંચો: સાણંદના ચેખલા ગામે યુવક ડૂબ્યો, પોલીસને આત્મહત્યાની શંકા
આ પણ વાંચો: હિંમતનગર પાસે ભયાનક અકસ્માત: બાઈક અથડાતા યુવક ગરનાળામાં પડ્યો, બચાવવા કૂદેલો મિત્ર પણ ડૂબ્યો
